ETV Bharat / bharat

સંસદનું શિયાળુ સત્ર: NRC બિલ પાસ કરાવવાની તૈયારીમાં સરકાર

author img

By

Published : Nov 17, 2019, 4:28 PM IST

Updated : Nov 17, 2019, 4:59 PM IST

નવી દિલ્હી: સોમવારથી શરુ થઈ રહેલા સંસદના શિયાળુ સત્રમાં નાગરિકત્વ બિલ પાસ કરાવવાની યોજના, જમ્મુ કાશ્મીરની સ્થિતી, આર્થિક મંદી અને બેરોજગારી જેવા મુદ્દા પર સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે ચર્ચાઓ થાય તેવી શક્યતા છે. નાગરિકત્વ બિલ પાસ કરાવવાની સાથે સાથે આ સત્રમાં મહત્વના બિલ સંબંધી કાયદામાં ફેરફાર કરવાની પણ સરકારની યોજના છે.

સર્વદળીય બેઠક

સંસદના શિયાળું સત્ર પહેલાં રવિવારે બોલાવવામાં આવેલી તમામ પાર્ટીની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આશ્વાસન આપ્યું કે, સરકાર તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે તૈયાર છે. જ્યારે વિપક્ષે લોકસભા સાંસદ ફારૂક અબ્દુલ્લાની જમાનતના મુદ્દાને જોરદાર ઉઠાવ્યો અને માગ કરી કે, તેમને સદનમાં ભાગ લેવાની પરવાનગી આપવામાં આવે.

લોકસભામાં કાંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ જણાવ્યું કે, સરકાર દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં, વિપક્ષે માગ કરી કે સત્ર દરમિયાન આર્થિક મંદી, બેરોજગારી અને કૃષિ સંકટના મુદ્દાઓ પર ચર્ચા થવી જોઈએ.

સંસદીય કાર્ય પ્રધાન પ્રહલાદ જોશીએ પત્રકારોને જણાવ્યું કે, બેઠકમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે સંસદનું મહત્વનું કાર્ય ચર્ચા અને દલીલ કરવાનું છે. 20 પાર્ટીના સભ્યોએ બેઠકમાં ભાગ લીધો હતો.

જોશીના જણાવ્યાં અનુસાર, વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ સત્ર ગત સત્ર જેટલું જ ફળદાયી નિવડશે.

તેમણે મોદીને ટાંકીને જણાવ્યું કે, સરકાર સદનના નિયમો અને પ્રક્રિયાઓની લીમીટમાં તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે તૈયાર છે.

વડાપ્રધાને બેઠકમાં કહ્યું કે, સંસદમાં રચનાત્મક ચર્ચા નોકરશાહીને પણ સતર્ક રાખે છે.

મળતી માહિતી મુજબ, વિપક્ષી નેતાઓએ ફારુક અબ્દુલ્લાની જમાનતનો મુદ્દો ઉઠાવ્યો અને માગ કરી કે, તેમને સત્રમાં ભાગ લેવાની પરવાનગી આપવામાં આવે. પરંતુ, સરકાર તરફથી કોઈ નિશ્ચિત પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે, કોઈ સાંસદની ગેરકાયદે કેવી રીતે અટકાયત કરી શકાય? તેમણે સંસદ સત્રમાં ભાગ લેવાની પરવાનગી આપવી જોઈએ.

તમામ પાર્ટીની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને વરિષ્ઠ વિપક્ષી નેતાઓએ ભાગ લીધો હતો.

બેઠકમાં કેન્દ્રીય પ્રધાન થાવરચંદ્ર ગહલોત, લોકસભા કોંગ્રેસ નેતા અધિર રંજન ચૌધરી, રાજ્યસભામાં વિપક્ષ નેતા ગુલામ નબી આઝાદ અને રાજ્યસભાના વિપક્ષ ઉપડ-નેતા આનંદ શર્મા, તૃણમુલ કોંગ્રેસના નેતા ડેરેક આ બ્રાયન, લોજપા નેતા ચિરાગ પાસવાન, સમાજવાદી પાર્ટીના નેતા રામ ગોપાલ યાદવ, તેલુગુ દેશમ પાર્ટીના જયદેવ ગલ્લા અને વી વિજયસાઈ કેડ્ડી પણ હાજર રહ્યા હતાં.

કેન્દ્ર સરકાર દ્વારા બોલાવવામાં આવેલી આ બેઠકનું સંચાલન સંસદીય કાર્ય પ્રધાન પ્રહલાદ જોશી અને રાજ્ય પ્રધાન અર્જુન મેઘવાલે કર્યું હતું.

શનિવારે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ તમામ રાજ્કીય પાર્ટીને સદન સારી રીતે ચલાવવા અપીલ કરી હતી.

બેઠક બાદ બિરલાએ કહ્યું કે, સદનમાં વિવિધ પાર્ટીના નેતાઓએ વિવિધ મુદ્દાનો ઉલ્લેખ કર્યો, જે અંગે 18 નવેમ્બરથી 13 ડિસેમ્બર સુધી ચાલનાર શિયાળુ સત્ર દરમિયાન સાર્થક ચર્ચા કરવામાં આવશે.

Last Updated : Nov 17, 2019, 4:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.