ETV Bharat / bharat

મહારાષ્ટ્રમાં 'ઠાકરે' રાજ, 169 MLAના સમર્થન સાથે ગૃહમાં બહુમતી

author img

By

Published : Nov 30, 2019, 12:01 PM IST

Updated : Nov 30, 2019, 4:07 PM IST

ન્યૂઝ ડેસ્ક: મહારાષ્ટ્રની વિધાનસભામાં ઠાકરે સરકાર દ્વારા બહુમત સાબિત કરવામાં આવ્યો હતો. 169 ધારાસભ્યને સમર્થન મળ્યા બાદ ગૃહમાં બહુમતી સાબિત કરવામાં ઉદ્ધવ ઠાકરેને સફળતા મળી હતી. શિવસેનાનો દાવો કર્યો હતો કે, તેની પાસે 162 ધારાસભ્યોનું સમર્થન છે. અનેક હોબાળા વચ્ચે ગૃહમાં શિવસેના-NCP અને કોંગ્રેસની ગઠબંધનવાળી સરકારે બહુમતી સાબિત કરી હતી. સદનની કાર્યવાહીની શરૂઆત થતાં જ પૂર્વ મુખ્યપ્રધાન ફડણવીસે કહ્યું કે, વંદે માતરમથી સદનની શરૂઆત કેમ થઇ નહીં.

etv bharat
મહારાષ્ટ્ર

વિપક્ષ ધારાસભ્યએ વિધાનસભામાંથી વોકઆઉટ કરી અને ફ્લોર ટેસ્ટને લઇને વિરોધ નોંધાવ્યો

સૌજન્ય ani
સૌજન્ય ani

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, નિયમો વિરૂદ્ધ સદન બોલાવવામાં આવી છે. ફડણવીસે આરોપ લગાવ્યા કે, સત્રમાં નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.

ઉદ્વવ ઠાકરે ફ્લોર ટેસ્ટને લઇને પહોંચ્યા વિધાનસભા

સુપ્રીયા સુલે અને દેવેન્દ્ર ફડણવીસ પણ ફ્લોર ટેસ્ટને લઇને વિધાનસભા પહોંચ્યાં

કોંગ્રેસના નાના પટોલેએ સ્પીકર પદ માટે ઉમેદવારી નોંધાવી

વિધાનસભા પહોંચ્યા અજીત પવાર, જયંત પાટિલ અને પ્રફુલ્લ પટેલ વિધાનસભા પહોંચી ગયા છે.

કોંગ્રેસ નેતા બાલાસાહેબ થોરાટે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે કોંગ્રેસ તરફથી નાના પટોલે સ્પીકર પદના ઉમેદવાર હશે

ભાજપ સાંસદને મળ્યા અજીત પવાર

બહુમત સાબિત કરવા પહેલા અજીત પવારે ભાજપ સાંસદ પ્રતાપરાવ ચિકલીકર સાથે આજે સવારે મુલાકાત કરી, ત્યારબાદ અજીત પવારે કહ્યું કે તે એક માત્ર મુલાકાત હતી.

જાણકારી મુજબ કોંગ્રેસે રાજયમાં DYCMની માગ કરી છે જેને લઇને તે સ્પીકર પદ છોડવા તૈયાર છે. પરંતુ, કોંગ્રેસની આ માગથી NCP નાખુશ છે.

Intro:Body:

फ्लोर टेस्ट से पहले BJP सांसद से मिले अजित पवार, कांग्रेस ने की डिप्टी CM की मांग



https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat-news/maharashtra-gov-floor-test/na20191130111826123


Conclusion:
Last Updated : Nov 30, 2019, 4:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.