ETV Bharat / bharat

દિલ્હી-લુધિયાણા ફ્લાઇટમાં ઉડાન ભરનારા એર ઈન્ડિયાના કર્મચારીને કોરોના પોઝિટિવ

author img

By

Published : May 27, 2020, 9:52 AM IST

એર ઈન્ડિયામાં સુરક્ષા કર્મચારીનો કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. આ વ્યક્તિ 25 મેના રોજ ડોમેસ્ટિક ફ્લાઇટમાં દિલ્હીથી પરત આવ્યો હતો.

Air India
Air India

નવી દિલ્હી: એર ઇન્ડિયામાં સિક્યુરિટી સ્ટાફના 50 વર્ષીય સભ્યને કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. આ કર્મચારી દિલ્હીનો રહેવાસી છે. ડિસ્ટ્રિક્ટ પબ્લિક રિલેશન ઓફિસ લુધિયાના જણાવ્યા અનુસાર આ વ્યક્તિ 25 મેના રોજ ડોમેસ્ટિક ફ્લાઇટ દ્વારા દિલ્હીથી પરત આવ્યો હતો.

આ પહેલા મંગળવારે 24-વર્ષના પ્રવાસી ઈન્ડિગો 6E 381માં ચેન્નઈથી કોઈમ્બતુર જતો હતો ત્યારે તે કોવિડ-19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી હવાઈમથક પર કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. કોરોના વાઈરસથી પ્રેરિત લોકડાઉનને કારણે બે મહિનાના સસ્પેન્શન પછી આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળ સિવાય સોમવારથી દેશભરમાં ડોમેસ્ટિક ઉડાન કામગીરી ફરી શરૂ થઈ હતી. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ રવિવારે ઘોષણા કરી હતી કે "લાંબા દિવસની વાતચીત બાદ" ઘરેલુ ઉડાન આખા દેશમાં ફરી શરૂ થશે.

ઉલ્લેખનીય છે, નરેન્દ્ર મોદી સરકારે કોરોના પર કાબૂ મેળવવા લોકડાઉન લાગું કર્યું ત્યારથી ભારતમાં તમામ ડોમેસ્ટિક ફ્લાઇટ્સ સ્થગિત કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.