ETV Bharat / bharat

દિલ્હી એઇમ્સ કોવિડ -19 પર 49 સંશોધન પ્રોજેક્ટને આપી મંજૂરી

author img

By

Published : May 5, 2020, 11:16 PM IST

etv bharat
એઇમ્સ કોવિડ -19 પર 49 સંશોધન પ્રોજેક્ટને મંજૂરી આપી

કોરોના દેશની સૌથી મોટી હોસ્પિટલ અખિલ ભારતીય ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ) માં સંશોધન ચાલી રહ્યું છે. કોવિડ-19 ને લગતા 49 સંશોધન પ્રોજેક્ટને પણ મંજૂરી આપવામાં આવી છે. એઇમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ કોવિડ-19 સંબંધિત ઘણા સંશોધન દરખાસ્તોને પ્રોત્સાહિત કરવા અને ટેકો આપવા માટે પહેલ કરી રહ્યાં છે.

નવી દિલ્હી: ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસમાં ડો. ગુલેરિયાએ કોવિડથી લગતા વિવિધ સંશોધન પ્રોજેક્ટ્સ પર નજર રાખવા માટે એક સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરી છે.

એઈમ્સ એ પહેલી હોસ્પિટલ છે. જેણે કોવિડ-19 સંબંધિત જોડાયેલા સંશોધન પ્રસ્તાવોના માટે 21 માર્ચ, 2020ના રોજ એથિક્સ કમિટીની રચનાની સલાહ આપી હતી. જે સાપ્તાહિક મીટિંગમાં કોવિડ-19થી જોડાયેલા સંશોધન કાર્યોની પ્રગતિના વિશે અને તે સંશોધન કાર્યોની સાચું આંકલન કરી શકે.

દર્દીઓના વિશાળ ડેટાબેઝથી સંશોધન કરવામાં મદદ

એઈમ્સના ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે, એઈમ્સ એ એક એવી હોસ્પિટલ છે, જે તમામ પ્રકારના સંશોધનને પ્રોત્સાહન આપે છે. દર વર્ષે સેંકડો સંશોધન કાર્યો અહીં પ્રસ્તુત થાય છે. સૌથી સારી વાત એ છે કે, અહીયા અલગ-અલગ પ્રકારના દર્દીઓથી સંબંધિત એક મોટો ડેટાબેસ છે, જે કોઈ પણ સંશોધન માટે એક આવશ્યક પહેલુ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.