ETV Bharat / bharat

ADIA 1.2% હિસ્સા માટે રિલાયન્સ રિટેલમાં 5512 કરોડ રૂપિયાનું કરશે રોકાણ

author img

By

Published : Oct 7, 2020, 12:49 PM IST

ADIA
ADIA

રિલાયન્સ રિટેલમાં ADIAના આ રોકાણ બાદ રિલાયન્સ રિટેલનું કુલ બજાર મૂલ્ય 4.28 લાખ કરોડ રૂપિયા થઇ જશે. ADIA પહેલા સિલ્વર લેક, KKR, જનરલ એટલાન્ટિક, મુબાદાલા, GIC અને TPG જેવા ફંડ અને કંપનીઓએ પણ રિલાયન્સ રિટેલમાં રોકાણ કર્યું છે.

નવી દિલ્હીઃ દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના સાહસ રિલાયન્સ રિટેલમાં અબુધાબીની સરકાર રોકાણ કરવા જઈ રહી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર અબુધાબી સરકાર દ્વારા રોકાણ કરાયેલા ભંડોળ અબુ ધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (એડીઆઈએ) દ્વારા રિલાયન્સ રિટેલમાં 5512.50 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવી રહ્યું છે, અને આ રોકાણ દ્વારા ADIA રિલાયન્સ રિટેલમાં 1.2 ટકા હિસ્સો ખરીદશે. જ્યારે પણ અબુધાબીની સરકાર વિશ્વના કોઈપણ ફંડ અથવા કંપનીમાં નાણાંનું રોકાણ કરે છે, ત્યારે તે ફક્ત ADIA દ્વારા કરવામાં આવે છે.

રિલાયન્સ રિટેલમાં ADIAના આ રોકાણ બાદ રિલાયન્સ રિટેલનું કુલ બજાર મૂલ્ય 4.28 લાખ કરોડ રૂપિયા થશે. ADIAની પહેલા સિલ્વર લેક, કેકેઆર, જનરલ એટલાન્ટિક, મુબાદલા, જીઆઈસી અને ટીપીજી જેવી ફંડ્સ અને કંપનીઓએ પણ રિલાયન્સ રિટેલમાં રોકાણ કર્યું છે. રિલાયન્સ રિટેલના અત્યાર સુધીમાં આ મોટા રોકાણકારોએ કુલ રૂપિયા 37710 કરોડનો હિસ્સો લીધો છે. આજ સુધીમાં રિલાયન્સ રિટેલમાં 8.48 ટકા હિસ્સો વેચાયો છે.

રિલાયન્સ રિટેલ લિમિટેડના દેશભરમાં ફેલાયેલા તેના 12 હજારથી વધુ સ્ટોર્સમાં વાર્ષિક આશરે 64 કરોડ ખરીદદારો છે. આ ભારતનો સૌથી મોટો અને સૌથી ઝડપથી વિકસી રહેલા રિટેલ બિઝનેસ છે. રિલાયન્સ રિટેલની પાસો દેશનો સૌથી નફાકારક રિટેલ બિઝનેસ તમગાની માલિકી ધરાવે છે. કંપની રિટેલ વૈશ્વિક અને સ્થાનિક કંપનીઓ, નાના ઉદ્યોગો, છૂટક વેપારીઓ અને ખેડુતોને પોષણક્ષમ ભાવે સેવા આપવા અને લાખો રોજગાર પેદા કરવા માટેની સિસ્ટમ વિકસાવવા માગે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.