CM ભગવંત માનની પત્ની ડૉ.ગુરમીતકૌરનું એકાઉન્ટ ડિલિટ કરી દેવાયું,આ છે મોટું કારણ

author img

By

Published : Jul 8, 2022, 5:51 PM IST

CM ભગવંત માનની પત્ની ડૉ.ગુરમીતકૌરનું એકાઉન્ટ ડિલિટ કરી દેવાયું,લગ્નની તસીવરને લઈ આવું થયું

પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માનની પત્ની (Wife of Punjab CM Mann) ડો. ગુરપ્રીત કૌરનું ટ્વિટર એકાઉન્ટ અચાનક સસ્પેન્ડ (Twitter Account Suspended) કરવામાં આવ્યું હતું. ડૉ. ગુરપ્રીત કૌર અને પંજાબના સીએમ ભગવંત માનના (Punjab CM Bhagwant Mann) લગ્ન ચંદીગઢમાં સીએમના આવાસ પર થયા હતા. ડૉ.ગુરપ્રીત કૌર નામનું એકાઉન્ટ ડિલિટ કરી દેવામાં આવ્યું છે.

ચંદીગઢઃ પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને (Punjab CM BhgwantSingh Mann) તાજેતરમાં બીજા લગ્ન કર્યા છે. પણ હવે એની પત્નીનું (Dr. Gurpreet Kaur twitter) નામ ચર્ચામાં છે. ડૉ.ગુરપ્રીમ કૌરનું ટ્વીટર એકાઉન્ટ સસ્પેન્ડ (Twitter Account Suspended) કરી દેવામાં આવ્યું છે. લગ્ન બાદ લોકો ગુરપ્રીત કૌર નામથી સર્ચ કરી રહ્યા હતા. ગુરપ્રીત કૌર નામના એકાઉન્ટ પરથી લગ્નના થોડા સમય પહેલા કેટલીક તસવીર પણ શેર કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ વલસાડ જિલ્લામાં અને સંઘપ્રદેશમાં સાર્વત્રિક અઢી ઇંચથી વધુ વરસાદ

વધી રહ્યા હતા ફોલોઅર્સઃ ગુરપ્રીત કૌરના સીએમ ભગવંત માન સાથેના લગ્નની જાણકારી મળ્યા બાદ તેના ફોલોઅર્સ વધવા લાગ્યા હતા. બીજી તરફ લગ્નના દિવસે તેણે લગ્નની કેટલીક તસવીરો પણ શેર કરી હતી. જેમાં તેણે મહિંદીની તસવીર શેર કરી હતી, ત્યારબાદ તેણે સીએમ માન અને તેની માતા હરપાલ કૌર સાથેની તસવીર પણ શેર કરી હતી. જોકે, એ વાતની ખાતરી થઈ નથી કે, આ એકાઉન્ટ ખરેખર ડૉ.ગુરપ્રીત માનનું હતું કે, ફેકએકાઉન્ટ હતું.

આ પણ વાંચોઃ ગુજરાતના આંગણે પ્રથમવાર યોજાશે 36મો રાષ્ટ્રીય રમતોત્સવ

આ છે કારણઃ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગુરપ્રીત કૌરના ટ્વિટર એકાઉન્ટને સસ્પેન્ડ કરવાને ટ્વિટરના નિયમોનું ઉલ્લંઘન ગણાવીને ડૉ. જણાવી દઈએ કે લગ્ન બાદ ડોક્ટર ગુરપ્રીત કૌર અને સીએમ માન એ ઘણી તસવીરો શેર કરી હતી. ડૉ. ગુરપ્રીત કૌરે સીએમ માનના ટ્વિટને રિટ્વીટ કર્યુંઃ જાણવા મળ્યું છે કે સીએમ માનની પત્ની ગુરપ્રીત કૌર ટ્વિટર પર ખૂબ જ એક્ટિવ હતી. તેણે સીએમ માનની મોટાભાગની ટ્વીટને રીટ્વીટ કરતી હતી. ડૉ.ગુરપ્રિત કૌર પટિયાલા જિલ્લાના રાજપુરાના રહેવાસી છે. એના પિતા ઈન્દ્રજીત સિંહ કુરૂક્ષેત્ર જિલ્લાના પિહોવા ખંડ ગામ મદનપુરના સરપંચ રહી ચૂક્યા છે. એની બે બહેનો પણ છે જેમાંથી એક અમેરિકા અને બીજી ઓસ્ટ્રેલિયામાં રહે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.