ETV Bharat / bharat

Bengal By-Elections Results: ભવાનીપુરમાં મમતા બેનરજીની મોટી જીત, પ્રિયંકા ટિબરેવાલને 58,389 મતથી હરાવ્યાં

author img

By

Published : Oct 3, 2021, 3:49 PM IST

Updated : Oct 3, 2021, 4:17 PM IST

Bengal By-Elections Results
Bengal By-Elections Results

પશ્ચિમ બંગાળમાં ભવાનીપુર વિધાનસભા પેટાચૂંટણીના પરિણામ (Result of Bhawanipur assembly by-election) જાહેર થઈ ગયા છે. ત્યારે મુખ્યપ્રધાન મમતા બેનરજીએ (Chief Minister Mamata Banerjee) આ ચૂંટણીમાં પોતાના સ્પર્ધક ઉમેદવાર પ્રિયંકા ટિબરેવાલને 58,000થી વધુના વોટથી હરાવ્યા છે.

  • પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજી ભવાનીપુર બેઠક પરથી જીત્યા પેટા ચૂંટણી
  • મમતા બેનરજીએ સ્પર્ધક ભાજપના ઉમેદવાર પ્રિયંકા ટિબરેવાલને 58,389 વોટથી હરાવ્યાં
  • TMC પ્રમુખ મમતા બેનરજી લાંબા સમયથી આ બેઠકનું પ્રતિનિધિત્વ કરતા આવ્યાં છે

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીએ ભવાનીપુર વિધાનસભા પેટાચૂંટણીમાં પોતાના સ્પર્ધક ઉમેદવાર પ્રિયંકા ટિબરેવાલને 58,000થી વધુના વોટથી હરાવ્યા છે. છેલ્લા રાઉન્ડની મત ગણતરી પછી મમતા બેનરજીએ 58,389 મતના અંતરથી જીત મેળવી લીધી છે. આપને જણાવી દઈએ કે, ભવાનીપુર વિધાનસભા બેઠક મમતા બેનરજીની પરંપરાગત બેઠક છે. TMC પ્રમુખ લાંબા સમયથી આ બેઠકનું પ્રતિનિધિત્વ કરતા આવ્યાં છે.

  • #WATCH | West Bengal Chief Minister Mamata Banerjee greets her supporters outside her residence in Kolkata as she inches closer to victory in Bhabanipur Assembly bypoll pic.twitter.com/S1FlBYTXAG

    — ANI (@ANI) October 3, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ભાજપ ઉમેદવારે પ્રિયંકા ટિબરેવાલે મમતા બેનરજીને શુભેચ્છા આપી હતી

મમતા બેનરજીને કુલ 84,709 વોટ મળ્યા છે. જ્યારે ભાજપનાં ઉમેદવાર પ્રિયંકા ટિબરેવાલને 26,320 વોટ મળ્યા છે. તો CPM ઉમેદવાર શ્રીજીવ બિશ્વાસને 4,201 વોટ મળ્યા છે. તો પેટા ચૂંટણીના પરિણામ જાહેર થયા પછી પ્રિયંકા ટિબરેવાલે પોતાની હાર સ્વીકારતા મમતા બેનરજીને શુભેચ્છા આપી હતી. ભવાનીપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં જીત્યા પછી મુખ્યપ્રધાન મમતા બેનરજી કોલકાતામાં પોતાના આવાસની બહાર આવ્યાં હતા અને ત્યાં હાજર સમર્થકોનું અભિવાદન કર્યું હતું. આ સિવાય શમશેરગંજ અને જંગીપુર વિધાનસભા બેઠકો પર પણ TMC ઉમેદવાર લીડ બનાવી રાખ્યા છે.

બપોરે લાગતું હતું કે, મમતા બેનરજી ભવાનીપુર વિધાનસભા પેટાચૂંટણીમાં જીતનો રેકોર્ડ બનાવી શકે છે

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન 20મા રાઉન્ડની મત ગણતરી પછી ભાજપનાં પ્રિયંકા ટિબરેવાલથી 56,388 વોટથી આગળ ચાલી રહ્યાં હતાં. બપોરે 1.46 વાગ્યા સુધીમાં એવું લાગતું હતું કે, TMC અધ્યક્ષ મમતા બેનરજી ભવાનીપુર વિધાનસભા પેટાચૂંટણીમાં જીતનો રેકોર્ડ બનાવી શકે છે. 19મા રાઉન્ડની મત ગણતરી પછી મમતા બેનરજી ભાજપ ઉમેદવારથી 52,018 વોટથી આગળ ચાલી રહ્યા હતા.

  • #WATCH | TMC workers & supporters celebrate outside the residence of West Bengal CM Mamata Banerjee in Kolkata as she leads by 28,825 votes in Bhabanipur bypolls after 9th round of counting pic.twitter.com/XlZhaJPB0n

    — ANI (@ANI) October 3, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ચૂંટણી પછી હિંસા ન થાય એ સુનિશ્ચિત કરવા ચૂંટણી પંચે સરકારને પત્ર લખ્યો હતો

બપોરે ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળ સરકારને પત્ર લખીને એ સુનિશ્ચિત કરવા કહ્યું હતું કે, પેટા ચૂંટણીની મત ગણતરી દરમિયાન કે ત્યારબાદ જીતની ઉજવણી કે રેલી ન યોજાય. ચૂંટણી પંચે એ સુનિશ્ચિત કરવા માટે અત્યારે જરૂરી તમામ પગલાં ઉઠાવવાનો નિર્દેશ આપ્યો છે. સાથે જ પંચે એ પણ સુનિશ્ચિત કરવા કહ્યું હતું કે, ચૂંટણી પછી હિંસા ન થાય.

શમશેરગંજ અને જંગીપુર બેઠકો પર ક્રમશઃ 79.92 અને 77.63 ટકા મતદાન થયું

ચૂંટણી આયોગના આંકડા મુજબ, મુખ્યપ્રધાન અને TMCના પ્રમુખ મમતા બેનરજી પહેલા રાઉન્ડથી જ ભાજપના ઉમેદવારથી આગળ ચાલી રહ્યાં હતા. તો અહીં ભવાનીપુર, શમશેરગંજ અને જંગીપુર બેઠકો પર 30 સપ્ટેમ્બરે પેટાચૂંટણી યોજાવાની હતી. ભવાનીપુર વિધાનસભા ક્ષેત્રમાં ગુરુવારે થયેલી પેટા ચૂંટણીમાં 57 ટકાથી વધુ મતદાન થયું હતું. શમશેરગંજ અને જંગીપુર બેઠકો પર ક્રમશઃ 79.92 અને 77.63 ટકા મતદાન થયું હતું. ઉલ્લેખનીય છે કે, મમતા બેનરજી વર્ષની શરૂઆતમાં બંગાળ વિધાનસભા ચૂંટણીમાં નંદીગ્રામથી મેદાનમાં ઉતર્યાં હતા, પરંતુ ભાજપ ઉમેદવાર શુભેન્દુ અધિકારીની સામે તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો. આ માટે મમતા બેનરજીને મુખ્યપ્રધાન પદ પર ટકી રહેવા માટે પેટા ચૂંટણી જીતવી જરૂરી હતી.

આ પણ વાંચો- પ.બંગાળ પેટા ચૂંટણીના પરિણામો: શું મમતા બેનર્જી મુખ્યપ્રધાન પદ જાળવી શકશે?

આ પણ વાંચો- Bengal By-Election Results: 11મા રાઉન્ડની મતગણતરી પછી મમતા બેનરજી 34,000 વોટથી આગળ

Last Updated :Oct 3, 2021, 4:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.