ETV Bharat / bharat

Asian Games 2023: ભારતે જીત્યો પ્રથમ ગોલ્ડ મેડલ, પુરુષોની 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટમાં તોડ્યો વર્લ્ડ રેકોર્ડ

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 25, 2023, 9:31 AM IST

Updated : Sep 25, 2023, 9:56 AM IST

એશિયન ગેમ્સમાં ભારતે પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતીય શૂટરોએ 25 સપ્ટેમ્બરે એશિયન ગેમ્સમાં પુરુષોની 10 મીટર એર રાઈફલ ટીમ શૂટિંગ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

Asian Games 2023:
Asian Games 2023:

હૈદરાબાદ: ભારતીય શૂટરોએ 19મી એશિયન ગેમ્સમાં પુરુષોની 10 મીટર એર રાઈફલ ટીમ શૂટિંગ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમર, રુદ્રાંશ પાટીલ અને દિવ્યાંશ પંવારની ત્રિપુટીએ વ્યક્તિગત ક્વોલિફિકેશન રાઉન્ડમાં કુલ 1893.7 પોઈન્ટ મેળવ્યા હતા. આ સાથે આ ત્રણેયે બાકુ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ચીન દ્વારા બનાવેલા વર્લ્ડ રેકોર્ડને પાછળ છોડી દીધો છે.

  • 𝓢𝓱𝓸𝓸𝓽𝓲𝓷𝓰 𝓽𝓱𝓮𝓲𝓻 𝔀𝓪𝔂 𝓽𝓸 𝓽𝓱𝓮 𝓽𝓸𝓹! 🥇🇮🇳- 𝟏𝐬𝐭 𝐆𝐨𝐥𝐝 𝐟𝐨𝐫 𝐈𝐧𝐝𝐢𝐚⚡🤩@RudrankkshP, @DivyanshSinghP7, and Aishwary Pratap Tomar have hit the bullseye and secured the 1️⃣st Gold for India in the 10m Air Rifle Men's Team event at the #AsianGames2022.… pic.twitter.com/wQbtEYX2CQ

    — SAI Media (@Media_SAI) September 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

રવિવારે 5 મેડલ જીત્યા: ભારતે અત્યાર સુધીમાં 8 મેડલ જીત્યા છે. ઉલ્લેખનીય છે કે 19મી એશિયન ગેમ્સનું આયોજન ચીનના હાંગઝોઉમાં કરવામાં આવી રહ્યું છે જે 23 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર, 2023 સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન, 40 રમતોમાં કુલ 482 ઇવેન્ટ થશે, જેમાં 45 દેશોના 10,000 થી વધુ ખેલાડીઓ મેડલ માટે સ્પર્ધા કરશે. અગાઉ રવિવારે તેણે એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, જ્યારે સેઇલિંગમાં પણ બે સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ સાથે ભારત સ્પર્ધાઓના પહેલા દિવસે કુલ પાંચ મેડલ જીતવામાં સફળ રહ્યું હતું.

અત્યાર સુધીમાં સાત મેડલ જીત્યા:

  1. સિલ્વર અર્જુન: શૂટીંગ - મેહુલી ઘોષ, આશી ચોકસે અને રમિતા જિંદલ - 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટ ()
  2. સિલ્વર: રોઈંગ - લાલ જાટ અને અરવિંદ સિંહ, મેન્સ લાઇટવેટ ડબલ સ્કલ્સ
  3. સિલ્વર: રોઈંગ - બાબુ લાલ અને લેખ રામ, મેન્સ કોક્સલેસ ડબલ્સ
  4. સિલ્વર: રોઇંગ - મેન્સ કોક્સેડ 8 ટીમ
  5. બ્રોન્ઝ: શૂટિંગ - રમિતા જિંદાલ - મહિલાઓની 10 મીટર એર રાઇફલ
  6. ગોલ્ડ: શૂટિંગ - ઐશ્વર્ય તોમર, રુદ્રાંક્ષ પાટીલ અને દિવ્યાંશ પંવાર, 10 મીટર એર રાઇફલ ટીમ ઇવેન્ટ
  7. બ્રોન્ઝ: રોઇંગ - આશિષ, ભીમ સિંહ, જસવિંદર સિંહ અને પુનીત કુમાર - મેન્સ કોક્સલેસ 4
  1. India vs Australia 2nd ODI: ભારતે ઓસ્ટ્રેલિયાને 99 રનથી હરાવીને શ્રેણી જીતી, અશ્વિન અને જાડેજાએ 3-3 વિકેટ લીધી
  2. Asian Games 2023 : ભારતીય મહિલા ટીમે 10 મીટર એર રાઈફલમાં સિલ્વર મેડલ જીત્યો
Last Updated : Sep 25, 2023, 9:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.