ETV Bharat / bharat

સેનાના જવાને સર્વિસ રાઈફલથી ખુદને ગોળી મારીને મોતને કર્યું વ્હાલુ

author img

By

Published : Jun 16, 2022, 6:14 PM IST

રાજસ્થાનના અલવરના જય પલટન છાવણીમાં બુધવારે પોલીસને એક સેનાના જવાને આત્મહત્યા કરી(Army jawan suicide in Alwar) છે, તેવી માહિતી મળી હતી. આ અંગે અરવલી વિહાર પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. પોલીસે જણાવ્યું કે, જવાને સર્વિસ રિવોલ્વરથી પોતાની જાતને ગોળી મારી(Shot himself with a service revolver) હતી. જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આપઘાતનું કારણ જાણી શકાયું નથી. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

સેનાના જવાને સર્વિસ રાઈફલથી ખુદને ગોળી મારીને મોતને કર્યું વ્હાલુ
સેનાના જવાને સર્વિસ રાઈફલથી ખુદને ગોળી મારીને મોતને કર્યું વ્હાલુ

અલવર : જય પલ્ટન છાવણી વિસ્તારમાં તૈનાત નાગૌરના બુધજોધા થનલા વિસ્તારના રહેવાસી લાન્સ નાઈક સુરેન્દ્ર સિંહે બુધવારે સર્વિસ રાઈફલથી ગોળી મારી દીધી(Army jawan suicide in Alwar) હતી. આ ઘટનામાં સુરેન્દ્ર સિંહનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને પોતાના કબજામાં લઈ રાજીવ ગાંધી જનરલ હોસ્પિટલના શબઘરમાં રાખ્યો હતો.

આ પણ વાંચો -Complaint of breach of peace in Jetpur : પોસ્ટર્સ લગાવનારા આરોપીઓની ધરપકડ, પણ ફરિયાદી BJP સભ્ય સામે ઊઠી આંગળી

જવાન એક દિવસ પહેલા જ રજા પરથી પરત ફર્યો હતો: અરવલી વિહારના SHO ઝહીર અબ્બાસે જણાવ્યું કે, સુરેન્દ્ર 182 મીડિયમ રેજિમેન્ટમાં લાન્સ નાઈક તરીકે તૈનાત હતા. 27 વર્ષીય સુરેન્દ્રના લગ્ન દોઢ વર્ષ પહેલા થયા હતા. રજા પરથી તે એક દિવસ પહેલા જ ફરજ પર પરત ફર્યો હતો. અઢી મહિના સુધી તેમની બટાલિયન અલવરના જય પલટનમાં આવી હતી. 2 થી 3 દિવસમાં આખી બટાલિયન અલવરથી બીજી જગ્યાએ જવાની હતી. તે પહેલા સુરેન્દ્રએ સર્વિસ રાઈફલથી પોતાને ગોળી મારી દીધી હતી. ગોળી માથા ઉપરથી પસાર થઈ ગઈ હતી.

આ પણ વાંચો - બચી બાપથી મોત સાપથી, ચાર વર્ષની માસૂમ બાળકીની હ્રદય કંપાવી દેનારી કરૂણ ઘટના

આપઘાતનું કારણ? : પોલીસની પ્રાથમિક તપાસમાં આપઘાત પાછળ પારિવારિક વિવાદ સામે આવી રહ્યો છે. આત્મહત્યા કરતા પહેલા પણ સુરેન્દ્ર તેની પત્ની સાથે ફોન પર વાત કરતો હતો. વિવાદમાં તેણે પોતાનો અને તેની પત્નીનો ફોન તોડી નાખ્યો હતો. જો કે બંને વચ્ચે કઇ વાતને લઈને ઝઘડો થયો હતો. આ માહિતી હજુ સુધી ઉપલબ્ધ નથી. આ મામલે પરિવારજનોની પૂછપરછ કરવામાં આવી રહી છે. પરિવારના સભ્યએ જણાવ્યું કે, સુરેન્દ્ર ઘરમાં એકમાત્ર કમાનાર હતો. આખો પરિવાર તેના પર નિર્ભર હતો. સુરેન્દ્રને બે ભાઈઓ છે. તેમાંથી એક મજૂરીનું કામ કરે છે અને બીજો બકરા ચરાવવાનું કામ કરે છે. આવી સ્થિતિમાં આ ઘટના બાદ પરિવારની હાલત કફોડી છે. હવે ઘરમાં કોઈ કમાનાર બચ્યો નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.