ETV Bharat / bharat

Arbaaz Khan weds Sshura Khan: અરબાઝ ખાને શુરા ખાન સાથે નિકાહની તસવીરો કરી શેર, સમગ્ર ખાન પરિવાર પણ દેખાયો

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 26, 2023, 10:16 AM IST

અભિનેતા, ડાયરેક્ટર અને પ્રોડ્યુસર અરબાઝ ખાને શૌરા ખાન સાથે પોતાના નિકાહની નવી સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ અગાઉ અરબાઝે તસ્વીરો દ્વારા પોતાના લગ્નની પ્રથમ ઝલક શેર કરી હતી.Arbaaz Khan 'Nikaah' Ceremony

અરબાઝ ખાને શુરા ખાન સાથે નિકાહની તસવીરો
અરબાઝ ખાને શુરા ખાન સાથે નિકાહની તસવીરો

મુંબઈ: સલમાન ખાનના ભાઈ-ફિલ્મ નિર્માતા અને અભિનેતા અરબાઝ ખાને ગત રવિવારે (24 ડિસેમ્બર) બહેન અર્પિતા ખાનના ઘરે તેની ગર્લફ્રેન્ડ શૌરા ખાન સાથે બીજા લગ્ન કર્યા હતાં. ક્રિસમસના અવસર પર આ કપલે તેમના ખાનગી વિવાહ સમારોહની પહેલી ઝલક તેમના ફેન્સ સાથે શેર કરી હતી. ગત સોમવારની મોડી રાતે અરબાઝે પોતાના નિકાહ સમારોહની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ તસવીરોમાં સમગ્ર ખાન પરિવાર એક સાથે જોવા મળ્યો હતો.

અરબાઝ-શૌરાના નિકાહ: અરબાઝે 25મી ડિસેમ્બરે મોડી રાત્રે શૌરા સાથેના નિકાહ સમારોહની તસવીરો તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરી અને કેપ્શનમાં લખ્યું, 'આ તમે છો. આ હું છું. આ આપણે બધા છીએ. પ્રથમ તસવીરમાં અરબાઝ અને શૌરા પરિવારની હાજરીમાં નિકાહની વિધિ પૂર્ણ કરતા જોઈ શકાય છે. તસવીરમાં પિતા સલીમ, માતા સલમા અને મોટો ભાઈ સલમાન ખાન જોઈ શકાય છે. બીજામાં કપલ હસતું જોવા મળે છે. ત્રીજી તસવીર આખા ખાન પરિવારની છે, જેમાં ત્રણ પેઢીઓ એકસાથે જોઈ શકાય છે. આ તસવીરમાં સલીમ, તેખાન પોતાના ત્રણેય પુત્રો, પુત્રીઓ અને પૌત્રો સાથે જોવા મળે છે.

રબાઝ ખાન તેના પુત્ર અરહાન અને બીજી પત્ની શૌરા ખાન સાથે
રબાઝ ખાન તેના પુત્ર અરહાન અને બીજી પત્ની શૌરા ખાન સાથે

પત્ની અને પુત્ર સાથે અરબાઝ: ચોથી તસવીરમાં અરબાઝ ખાન તેના પુત્ર અરહાન સાથે તેની બીજી પત્ની શૌરા ખાન સાથે પોઝ આપતો જોવા મળે છે. છેલ્લી તસવીરમાં પિતા અને પુત્ર વચ્ચેનો બંધન જોઈ શકાય છે. આ તસવીરમાં અરબાઝ અને તેનો પુત્ર અરહાન એકબીજાની આંખોમાં જોતા અને કેમેરા સામે પોઝ આપતા હસતા જોવા મળ્યા હતા.

અરબાઝ ખાને શુરા ખાન સાથે નિકાહની તસવીરોમાં આખો ખાન પરિવાર
અરબાઝ ખાને શુરા ખાન સાથે નિકાહની તસવીરોમાં આખો ખાન પરિવાર

આમંત્રિત મહેમાનો: અરબાઝે ફ્લોરલ પ્રિન્ટેડ વેડિંગ ડ્રેસ પહેર્યો હતો. જ્યારે, શૌરા તેના માથા પર ચુનરી સાથે ફ્લોરલ પ્રિન્ટની ચોલી પહેરી હતી. લગ્નમાં હાજરી આપનારા અન્ય સેલેબ્સમાં રવિના ટંડન, પુત્રી રાશા થડાની, ફરાહ ખાન અને સાજિદ ખાન, રિતેશ દેશમુખ, જેનેલિયા ડિસોઝાનો સમાવેશ થાય છે.

  1. Arbaaz Khan Shura Khan Wedding : 'તેરે મસ્ત-મસ્ત દો નૈન' પર નવી ભાભી સાથે સલમાન ખાને કર્યો જોરદાર ડાન્સ, જુઓ વીડિયો...
  2. Dunki Box Office Collection Day 3 : શાહરુખ ખાનની 'ડંકી' 100 કરોડની નજીક, જાણો રાજકુમાર હિરાનીની ફિલ્મે 3 દિવસમાં કેટલી કમાણી કરી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.