ETV Bharat / bharat

Anantnag Encounter: કર્નલ મનપ્રીત સિંહ શહીદ થયા છે, આજે તેમનો પાર્થિવ દેહ વતન મોહાલી લવાશે

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 14, 2023, 12:38 PM IST

જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં પંચકુલાના રહેવાસી કર્નલ મનપ્રીત સિંહ શહીદ થયા છે. તેમની શહાદતથી પંચકુલા અને વતન મોહાલીમાં શોક વ્યાપી ગયો છે. આજે શહીદ મનપ્રીત સિંહનો પાર્થિવ દેહ માહોલીમાં લાવવામાં આવશે. મનપ્રીત સિંહને તેમની બહાદુરી માટે ભારતીય સેના દ્વારા મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

અનંતનાગમાં શહીદ થયા કર્નલ મનપ્રીત સિંહ
અનંતનાગમાં શહીદ થયા કર્નલ મનપ્રીત સિંહ

પંચકુલાઃ જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં પંચકુલાના રહેવાસી કર્નલ મનપ્રીત સિંહ શહીદ થયા છે. તેમની શહાદતને પરિણામે પંચકુલા અને માહોલીમાં શોક વ્યાપી ગયો છે. મોહાલી જિલ્લામાં ભંજોરિયા ગામે તેમનો પાર્થિવ દેહ લાવવામાં આવશે.

શહીદ મનપ્રીત સિંહનો પરિવારઃ મનપ્રીત સિંહના પરિવારમાં પત્ની અને 2 બાળકો છે. તેમની શહાદતના સમાચાર બાદ પંચકુલા સેક્ટર-26માં સન્નાટો વ્યાપી ગયો હતો. તેમના પંચકુલા નિવાસસ્થાને ધર્મપત્ની જગમીત, બહેન અને બનેવી હાજર છે. મનપ્રીત સિંહના પત્ની શિક્ષિકા છે.જોકે તેમની શહાદતના સમાચાર તેમની પત્ની અને બાળકોને નથી આપવામાં આવ્યા. પરિવારને મનપ્રીત ઘાયલ થયા હોવાનું જણાવ્યું છે.

3 પેઢીઓ દેશસેવા સાથે સંકળાયેલી છેઃ શહીદ કર્નલ મનપ્રીત સિંહના દાદા શિતલ સિંહ, પિતા સ્વ. લખમીર સિંહ અને કાકા રણજીત સિંહ ભારતીય સેનામાં દેશસેવા કરી ચૂક્યા છે. મનપ્રીત સિંહના પિતાએ લશ્કરમાંથી નિવૃત્તિ બાદ પંજાબ યુનિવર્સિટીમાં સુરક્ષા સુપરવાઈઝરની નોકરી કરી હતી. અત્યારે મનપ્રીત સિંહ દેશસેવામાં જોડાયેલા હતા.

અનંતનાગમાં થયા શહીદઃ ભારતીય સેનામાં કર્નલ મનપ્રીત સિંહ 19 રાષ્ટ્રીય રાઈફલ્સ (RR) બટાલિયનનો ચાર્જ સંભાળતા હતા. બુધવારે અનંતનાગમાં આતંકવાદીઓ સાથે થયેલી અથડામણમાં તેઓ શહીદ થયા હતા. મનપ્રીત સિંહ ચાર મહિનામાં રાષ્ટ્રીય રાયફલ્સમાં પોતાનો કાર્યકાળ પૂરો કરવાના હતા, પરંતુ આ પહેલા જ તેઓ દેશસેવામાં શહીદ થઈ ગયા.

મનપ્રીત સિંહ સિવાય અન્ય 2 જવાન શહીદઃ અનંતનાગમાં 12 સપ્ટેમ્બરે આંતકવાદીઓ સાથે અથડામણ શરૂ થઈ હતી. બુધવારે ફરીથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પોતાની ટીમનું નેતૃત્વ કરતા કર્નલ મનપ્રીત સિંહે સર્ચઓપરેશન હાથ ધર્યુ હતું. જેમાં તેમણે સંતાયેલા આતંકવાદીઓ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં આતંકવાદીઓએ મનપ્રીત સિંહ અને તેમની ટીમ પર વળતો ગોળીબાર કર્યો હતો. આ અથડામણમાં મનપ્રીત સિંહ ઉપરાંત તેમના સાથી આશીષ ઘૌંચક અને ડીએસપી હુમાયુ ભટ્ટ શહીદ થયા છે.

  1. Anantnag Encounter Update: અનંતનાગ એન્કાઉન્ટરમાં વધુ એક આતંકવાદી માર્યો ગયો
  2. J-K: અનંતનાગમાં આતંકવાદી હુમલો, સરપંચનું મોત
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.