ETV Bharat / bharat

AMU News: અલીગઢ મુસ્લિમ યુનિ. માઈનોરિટી દરજ્જાનો દાવો ન કરી શકેઃ કેન્દ્ર સરકાર

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 10, 2024, 6:09 PM IST

અલીગઢ મુસ્લિમ યુનિ. માઈનોરિટી દરજ્જાનો દાવો ન કરી શકેઃ કેન્દ્ર સરકાર
અલીગઢ મુસ્લિમ યુનિ. માઈનોરિટી દરજ્જાનો દાવો ન કરી શકેઃ કેન્દ્ર સરકાર

સુપ્રીમ કોર્ટમાં અલીગઢ મુસ્લિમ યુનિ.ના માઈનોરિટી દરજ્જાની માન્યતા પર સુનાવણી ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટમાં 7 ન્યાયાધીશોની બેન્ચ સમક્ષ કેન્દ્ર સરકારે જણાવ્યું કે AMU રાષ્ટ્રીય સ્તરે મહત્વની છે તે કોઈ ધર્મ કે સંપ્રદાય પૂરતી મર્યાદિત નથી. તેથી માઈનોરિટીનો દરજ્જો તેના માટે અયોગ્ય છે. AMU Supreme Court Central Govt

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીને માઈનોરિટી ઈન્સ્ટિટ્યૂટનો દરજ્જો આપી શકાય નહીં. સુપ્રીમ કોર્ટની 7 ન્યાયાધીશોની બેન્ચમાં કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ લેખિતમાં દલીલો રજૂ કરી. જેમાંથી 5 ન્યાયાધીશોની બેન્ચે 1968ના ચુકાદાની માન્યતાની તપાસ માટે અરજીઓ પર સુનાવણી શરુ કરી છે. ઉલ્લેખનીય છે કે 1968માં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનો માઈનોરિટી દરજ્જો રદ કરાયો હતો.

સોલિસીટર જનરલના લેખિત નિવેદનમાં જણાવાયું છે કે એએમયુ કોઈ ખાસ ધર્મ કે સંપ્રદાયની યુનિવર્સિટી નથી. તે હોઈ પણ ન શકે કારણ કે તેને રાષ્ટ્રીય સ્તરની સંસ્થા જાહેર કરવામાં આવી છે. તે માઈનોરિટી ઈન્સ્ટિટ્યૂશન ન બની શકે. મંગળવારે અરજદાર પક્ષે પોતાની દલીલો કરી હતી. કેન્દ્ર સરકાર હજૂ પણ સુપ્રીમ કોર્ટમાં પોતાના મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છે.

કેન્દ્ર સરકારે રજૂ કરેલ સબમિશનમાં જણાવ્યું છે કે એએમયુ હંમેશાથી રાષ્ટ્રીય સ્તરની સંસ્થા રહી છે, સ્વતંત્રતા અગાઉ પર તે રાષ્ટ્રીય સ્તરે મહત્વની સંસ્થા હતી. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની સ્થાપના સાથે જોડાયેલ ડોક્યુમેન્ટ્સ તેમજ તત્કાલીન વિધાયી સ્થિતિના સર્વેક્ષણથી ખબર પડે છે કે એએમયુ હંમેશા એક રાષ્ટ્રીય સ્તરે મહત્વની સંસ્થા હતી. તેનું એક રાષ્ટ્રીય સ્તરે કદ(ચરિત્ર) પણ છે.

તુષાર મહેતાએ લેખિતમાં જણાવ્યું છે કે, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી કોઈ ખાસ ધર્મ કે સંપ્રદાયની યુનિવર્સિટી નથી. તે થઈ પણ ન શકે કારણ કે ભારતના બંધારણ દ્વારા રાષ્ટ્રીય સ્તરે મહત્વ ધરાવતી કોઈ પણ યુનિવર્સિટી, પરિભાષા અનુસાર માઈનોરિટી દરજ્જો ન મેળવી શકે.

કેન્દ્ર સરકારની દલીલ છે કે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી જેવા મોટા રાષ્ટ્રીય સ્તરના ઈન્સ્ટિટ્યૂટે પોતાની ધર્મનિરપેક્ષતાને જાળવવી જોઈએ. પહેલા રાષ્ટ્રના હિતની સેવા કરવી જોઈએ. રાષ્ટ્રીય મહત્વના અન્ય સંસ્થાનોની સાથે રાષ્ટ્રીય મહત્વ ધરાવતી સંસ્થા હોવા છતાં, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં એક અલગ પ્રવેશ પ્રક્રિયા હશે.

સુપ્રીમ કોર્ટ આર્ટિકલ 30 અંતર્ગત એક એજ્યુકેશનલ ઈન્સ્ટિટ્યૂટને માઈનોરિટી દરજ્જો આપવાના માપદંડોના કાયદાના સવાલો પર નિર્ણય લઈ રહી છે. શું સંસદીય કાયદા તરફથી સ્થાપિત કેન્દ્રીય વિત્ત પોષિત યુનિવર્સિટીને માઈનોરિટી દરજ્જો મળવો જોઈએ ?

  1. Bilkis Bano Case : બિલકિસ બાનો કેસ મામલે સુપ્રીમ કોર્ટનો નિર્ણય બન્યો "ટોક ઓફ ધ ટાઉન"
  2. ગુજરાતમાં હોસ્પિટલોમાં આગની દુર્ઘટનાઓઃ સુપ્રીમ કોર્ટે લાલઘુમ થઈ ગુજરાત સરકાર પાસે માંગ્યો જવાબ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.