ETV Bharat / bharat

Amritsar Border: BSF એ અમૃતસર બોર્ડર પાસે માદક દ્રવ્યોના જથ્થાનું વહન કરતા પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું

author img

By

Published : May 23, 2023, 10:39 AM IST

BSF એ અમૃતસર બોર્ડર પાસે માદક દ્રવ્યોના જથ્થાનું વહન કરતા પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું
BSF એ અમૃતસર બોર્ડર પાસે માદક દ્રવ્યોના જથ્થાનું વહન કરતા પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું

સોમવારે બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના જવાનોએ અમૃતસરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર ડ્રગ્સવહન કરતા પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું હતું. અધિકારીએ જણાવ્યું કે, સર્ચ દરમિયાન શંકાસ્પદ હેરોઈનના બે પેકેટ મળી આવ્યા હતા. BSF અધિકારીનું નિવેદન BSF કમાન્ડન્ટ અજય કુમાર મિશ્રાએ જણાવ્યું કે, BSFના 144 કોર્પ્સના જવાનોએ BOP રાજાતાલ વિસ્તારમાં ઓપરેશન હાથ ધર્યું.

અમૃતસરઃ સરહદ પારથી ડ્રગ્સની દાણચોરી એક નવા પ્રકારના આતંકવાદનું રૂપ લઈ રહી છે. ખાસ કરીને પંજાબને અડીને આવેલી પાકિસ્તાનની સરહદેથી આ દાણચોરી સૌથી વધુ થઈ રહી છે. આનો સામનો કરવા માટે બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના જવાનો સતત નજર રાખી રહ્યા છે. સોમવારે પણ BSF જવાનોએ પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું હતું. બીએસએફના એક અધિકારીએ જણાવ્યું કે, આ પાકિસ્તાની ડ્રોન માદક દ્રવ્ય લઈને ભારતીય સરહદમાં આવ્યું હતું.

  • 𝐀𝐧𝐨𝐭𝐡𝐞𝐫 𝐝𝐚𝐲, 𝐀𝐧𝐨𝐭𝐡𝐞𝐫 𝐃𝐫𝐨𝐧𝐞 𝐠𝐫𝐨𝐮𝐧𝐝𝐞𝐝 𝐛𝐲 𝐁𝐒𝐅.

    Pakistani drone carrying suspected narcotics, which violated Indian Airspace, has been intercepted by #AlertBSF troops in #Amritsar Sector. Drone & suspected narcotics recovered.

    Details follow. pic.twitter.com/ZT0EGZXCzV

    — BSF PUNJAB FRONTIER (@BSF_Punjab) May 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

શંકાના આધારે 2 પેકેટ: અધિકારીએ કહ્યું કે, આ ડ્રોનમાંથી બે પેકેટ મળી આવ્યા છે. તેમને શંકા છે કે, આ પેકેટોમાં હેરોઈન હોઈ શકે છે. આ તપાસ માટે સંબંધિત વિભાગને મોકલી દેવામાં આવ્યા છે. બીએસએફ કમાન્ડન્ટ અમૃતસર અજય કુમાર મિશ્રાએ જણાવ્યું કે, આ ઓપરેશન બીએસએફની 144 કોર્પ્સના જવાનો દ્વારા કરવામાં આવ્યું હતું. આ ડ્રોનને BOP રાજાતાલ વિસ્તારમાં તોડી પાડવામાં આવ્યું હતું. તેણે પોતાના નિવેદનમાં કહ્યું કે, BSFએ પંજાબના અમૃતસરમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પાસે માદક દ્રવ્યોનું વહન કરતા પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું. જેના કારણે હેરોઈન હોવાની શંકાના આધારે 2 પેકેટ જપ્ત કરવામાં આવ્યા છે.

શંકાસ્પદ માદક દ્રવ્યો: નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, બીએસએફના જવાનોએ સ્થાપિત પ્રથા મુજબ ડ્રોનને અટકાવવા માટે તાત્કાલિક કાર્યવાહી કરી અને પાકિસ્તાની ડ્રોનને સફળતાપૂર્વક તોડી પાડ્યું. BSFએ કહ્યું કે, આ પછી, વિસ્તારની તપાસ દરમિયાન, BSF જવાનોને ડ્રોન સાથે જોડાયેલા શંકાસ્પદ માદક દ્રવ્યોના ત્રણ પેકેટ મળ્યા. બીએસએફે જણાવ્યું હતું કે, દાણચોરોને સરળતાથી શોધી શકાય તે માટે કન્સાઇનમેન્ટ સાથે ચાર ચમકદાર પટ્ટીઓ પણ જોડાયેલી મળી આવી હતી. BSFએ કહ્યું કે, શંકાસ્પદ હેરોઈનના જપ્ત કરાયેલા માલનું કુલ વજન અંદાજે 3.3 કિલો છે.

પાકિસ્તાની ડ્રોનનો અવાજ: પાકિસ્તાની ડ્રોન અવારનવાર પંજાબના સરહદી જિલ્લાઓમાં પ્રવેશ કરે છે. રવિવાર તારીખ 21 મે ના રોજ પણ, BSFના જવાનોએ અમૃતસર નજીક આંતરરાષ્ટ્રીય સરહદ પાસે માદક દ્રવ્યોનું વહન કરતા પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું હતું. રવિવારે, BSFએ એક નિવેદનમાં કહ્યું હતું કે, BSFના જવાનોએ શનિવારે રાત્રે લગભગ 8.48 વાગ્યે અમૃતસર જિલ્લાના ધનો કલાન ગામમાં એક શંકાસ્પદ પાકિસ્તાની ડ્રોનનો અવાજ સાંભળ્યો હતો.

  1. Punjab News: ચહેરા પર ત્રિરંગો દોર્યો હોવાથી છોકરીને સુવર્ણ મંદિરમાં પ્રવેશ ન અપાયો, કહ્યું- આ ભારત નથી, પંજાબ છે
  2. Golden Temple Explosion: ગોલ્ડન ટેમ્પલ પાસે એક દિવસમાં બે વિસ્ફોટ, ડીજીપી દોડ્યા
  3. BSFએ પંજાબ બોર્ડર પર ડ્રોન તોડી પાડ્યુ, 65 કલાકમાં બીજી સફળતા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.