ETV Bharat / bharat

Amit Shah On Bihar Visit: લોકસભા ચૂંટણીને લઇને અમિત શાહની નજર બિહાર પર, છેલ્લા 6 મહિનામાં 3જી મુલાકાત

author img

By

Published : Feb 25, 2023, 11:18 AM IST

અમિત શાહ આજે 25 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યે પશ્ચિમ ચંપારણના લૌરિયામાં સહુજન મેદાનમાં લોકોને સંબોધિત કરશે. જે બાદ તે નંદનગઢ જશે. તે નંદનગઢના તે બૌદ્ધ સ્તૂપની મુલાકાત લેશે. જ્યાંથી રાજકુમાર સિદ્ધાર્થ એટલે કે મહાત્મા બુદ્ધ પોતાના શાહી વસ્ત્રો છોડીને જ્ઞાનની શોધમાં નીકળ્યા. આ પછી સ્વામી સહજાનંદ ખેડૂતો અને મજૂરો સાથે પટયોજિત નામાં આસરસ્વતી જયંતિ સમારોહમાં ભાગ લેશે.

AMIT SHAH ON BIHAR VISIT: લોકસભા ચૂંટણીને લઇને અમિત શાહની નજર બિહારીઓ પર, છેલ્લા 6 મહિનામાં ત્રીજી વખત બિહારની મુલાકાત
AMIT SHAH ON BIHAR VISIT: લોકસભા ચૂંટણીને લઇને અમિત શાહની નજર બિહારીઓ પર, છેલ્લા 6 મહિનામાં ત્રીજી વખત બિહારની મુલાકાત

પટનાઃ 2024ની લોકસભા ચૂંટણીમાં લગભગ 14 મહિના બાકી છે.ત્યારે ભાજપના કદાવર નેતાઓએ લોકસભાની ચૂંટણીની તૈયારીઓ આદરી દીધી છે. જોકે ભાજપનો મંત્ર છે એક ચૂંટણી પુરી થતાની સાથે બીજી ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે. ગુજરાતમાં ભવ્ય વિજય થયા બાદ ભાજપનું ધ્યાન હવે લોકસભાની ચૂંટણીને લઇને લોકો પર કેન્દ્રીત છે. ત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન હાલ બિહારની મુલાકાત પર છે. છેલ્લા 6 મહિનામાં ત્રીજી વખત તેઓ બિહારની મુલાકાત પર છે.

આયોજિત કાર્યક્રમ: શાહ તેમના બિહાર પ્રવાસ દરમિયાન વાલ્મીકિ નગરમાં કાર્યકરોને વિજયનો મંત્ર આપશે. આ સાથે જ્યારે પટનામાં સ્વામી સહજાનંદ સરસ્વતી જયંતિના અવસર પર આયોજિત કાર્યક્રમમાં ખેડૂતોની મદદ કરવાનો પ્રયાસ કરશે. ભાજપ તેના નાના કાર્યકરથી લઇને મોટા કદાવર નેતાઓનો માત્ર જીતનો જ મંત્ર છે. જેમાં લોકોને કયા મુદા સાથે રીઝવી શકાય તે માટે સતત પ્રયત્ન કરવામાં આવે છે.આજે 25 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યે પશ્ચિમ ચંપારણના લૌરિયામાં સહુજન મેદાનમાં લોકોને સંબોધિત કરશે. જે બાદ તે નંદનગઢ જશે. તે નંદનગઢના તે બૌદ્ધ સ્તૂપની મુલાકાત લેશે. જ્યાંથી રાજકુમાર સિદ્ધાર્થ એટલે કે મહાત્મા બુદ્ધ પોતાના શાહી વસ્ત્રો છોડીને જ્ઞાનની શોધમાં નીકળ્યા. આ પછી સ્વામી સહજાનંદ ખેડૂતો અને મજૂરો સાથે પટનામાં આયોજિત સરસ્વતી જયંતિ સમારોહમાં ભાગ લેશે.

આ પણ વાંચો નરેન્દ્રભાઈના આજના પ્રણામ શું સંકેત આપે છે

બિહાર મિશન પર અમિત શાહઃ આવી સ્થિતિમાં ભાજપ તેમની ખામીઓને દૂર કરવા માટે નાના પક્ષોને સાથે લાવવાની રણનીતિ પર કામ કરી રહી છે. જો કે ભાજપ પણ માને છે કે ઘણી નાની પાર્ટીઓ પર વિશ્વાસ કરી શકાય તેમ નથી. આવી સ્થિતિમાં તમામ બેઠકો પર ભાજપની તૈયારી ચાલી રહી છે. જેડીયુના કબજામાં રહેલી બેઠકો પર ભાજપની બાજ નજર છે. 2019ની લોકસભા ચૂંટણીમાં JDU અને BJPએ સાથે મળીને ચૂંટણી લડી હતી.

આ પણ વાંચો સાંસદની દાદાગીરી, ભાજપ તરફી મતદાન નહીં થાય તો... રાજેશ ચુડાસમાનો વીડિયો વાઈરલ

શાહની આટલી સક્રિયતા કેમ?: સૂત્રોનું માનીએ તો ભાજપે ભૂતકાળમાં સર્વે કર્યો હતો. જેમાં 144 લોકસભા બેઠકો એવી છે, જ્યાં ભાજપ નબળી છે. આ 144 બેઠકોમાંથી, પૂર્ણિયા, વાલ્મિકીનગર, કટિહાર, કિશનગંજ, નવાજા, ગયા, સુપૌલ ઝાંઝરપુર અને મુંગેર સહિત બિહારની 10 બેઠકો છે. આવી સ્થિતિમાં ભાજપ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોઈ કસર છોડવા માંગતી નથી. જણાવી દઈએ કે અગાઉ 2019માં NDAએ 40 માંથી 39 સીટો જીતવાનો રેકોર્ડ બનાવ્યો હતો. ફરી એકવાર અમિત શાહની નજર મિશન 40 પર છે.

ભાજપ ઉત્સાહિતઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની બિહાર મુલાકાતને લઈને ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ છે. જ્યારે ભાજપ પણ નાના પક્ષોની ભાજપ સાથેની વધતી જતી નિકટતાથી સંતુષ્ટ છે. થોડા દિવસો પહેલા દરભંગામાં યોજાયેલી રાજ્ય કાર્ય સમિતિની બેઠકમાં બિહારના પ્રભારી વિનોદ તાવડે સ્પષ્ટ કરી ચુક્યા છે કે નીતિશ કુમાર ક્યારેય ભાજપની સાથે નહીં આવી શકે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.