ETV Bharat / bharat

Amit Shah NCB Meeting 2021: કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે રાજ્યોને એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ બનાવવાનો આપ્યો નિર્દેશ

author img

By

Published : Dec 28, 2021, 12:24 PM IST

Amit Shah NCB Meeting 2021: કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે રાજ્યોને એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ બનાવવાનો નિર્દેશ આપ્યો
Amit Shah NCB Meeting 2021: કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે રાજ્યોને એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ બનાવવાનો નિર્દેશ આપ્યો

કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે કેફી પદાર્થોના (Amit Shah on Drugs) જોખમને રોકવા માટે રાજ્યોને એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ બનાવવાનો નિર્દેશ આપ્યો છે. દિલ્હીમાં નાર્કો કો-ઓર્ડિનેશન સેન્ટર (Narco Coordination Center NCORD)ની ત્રીજી ઉચ્ચ સ્તરીય બેઠકમાં (High Level Meeting of Narco Coordination Center in Delhi 2021) અમિત શાહે કહ્યું હતું કે, નશાની (Amit Shah NCB Meeting 2021) સમસ્યા રાષ્ટ્રીય સુરક્ષા માટે એક મોટો પડકાર છે, જેને તમામના સમન્વયથી જ પહોંચી શકાય છે.

નવી દિલ્હીઃ કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે સોમવારે કેફી પદાર્થોના (Amit Shah on Drugs) સમન્વય પર એક ઉચ્ચ સ્તરીય રાષ્ટ્રીય બેઠકની અધ્યક્ષતા (Amit Shah NCB Meeting 2021) કરી હતી. સાથે જ તેમણે રાજ્યોમાં કેફી પદાર્થોના જોખમ પર અંકુશ લગાવવા માટે અખિલ ભારતીય પોર્ટલ, સ્નિફર યુનિટ, મફત કોલ સેન્ટર અને વિશેષ કાર્યબળ બનાવવાનો નિર્દેશ આપ્યો છે.

આ પણ વાંચો- Drug Mafia Corridor : ગુજરાતનો દરિયા કિનારો ડ્રગ્સ માફિયાઓનો બન્યો કોરીડોર, જાણો કેમ...

કેન્દ્રિય ગૃહપ્રધાને કેફી દ્રવ્યોના સેવન સામે તંત્રની કામગીરીની સમીક્ષા કરી

સત્તાવાર નિવેદન મુજબ, અમિત શાહે નાર્કો કો-ઓર્ડિનેશન સેન્ટર (Narco Coordination Center NCORD)ની ત્રીજી ઉચ્ચ સ્તરીય બેઠક (High Level Meeting of Narco Coordination Center in Delhi 2021) દરમિયાન દેશમાં કેફી દ્રવ્યોના સેવનના પરિદ્રશ્ય અને તેનો સામનો કરનારા તંત્રની સમીક્ષા કરી હતી, જેનો ઉદ્દેશ 'નશા મુક્ત ભારત અભિયાન' અંતર્ગત દેશમાંથી કેફી દવાઓની નાબૂદી છે.

આ પણ વાંચો- Drugs News Ahmedabad: અમદાવાદમાં ઝડપાઇ ડ્રગ્સ બનાવવાની મીની લેબ, બે ડ્રગ્સ સપ્લાયરની ધરપકડ

2 દાયકામાં ડ્રગ્સનો ઉપયોગ 7 ગણો વધ્યો

આ બેઠકનું આયોજન ફેડરલ એન્ટી-નાર્કોટિક એજન્સી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB) દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમાં વિવિધ રાજ્યો અને કેન્દ્રના સચિવો અને પોલીસ વડાઓ ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહે (Amit Shah on Drugs) બેઠક દરમિયાન ભારપૂર્વક જણાવ્યું હતું કે, મોદી સરકારે નાર્કોટિક્સ સામે 'ઝીરો ટોલરન્સ'ની નીતિ અપનાવી છે અને માદક દ્રવ્યોના દુરૂપયોગને રાષ્ટ્રીય સુરક્ષા માટે એક મોટો ખતરો માને છે, જેનો સંપૂર્ણ સંકલન દ્વારા જ સામનો કરી શકાય છે. સરવે રિપોર્ટ અનુસાર, છેલ્લા 2 દાયકામાં ડ્રગ્સનો ઉપયોગ કરનારાઓની સંખ્યામાં લગભગ 7 ગણો વધારો થયો છે, જે ચિંતાજનક છે.

રાજ્યો અને કેન્દ્ર સરકારની એજન્સીઓ વચ્ચે ગાઢ સંકલનની જરૂરિયાત પર અમિત શાહે ભાર મૂક્યો

કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે (Amit Shah on Drugs) સરહદોની બહારની સમસ્યાનો સામનો કરવા રાજ્યો અને કેન્દ્ર સરકારની એજન્સીઓ વચ્ચે ગાઢ સંકલનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. સાથે જ તેમણે વરિષ્ઠ અધિકારીઓની ભાગીદારી સાથે તમામ સ્તરે નિયમિત NCORD બેઠકો યોજવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.

કેન્દ્ર સરકાર 24 કલાક 7 દિવસ ફ્રી નેશનલ નાર્કોટિક્સ કોલ સેન્ટર ચલાવશે

બેઠક દરમિયાન આપવામાં આવેલા સત્તાવાર આંકડા અનુસાર, વર્ષ 2018-21ની વચ્ચે 1,881 કરોડ રૂપિયાના કેફી પદાર્થ કબજે કરવામાં આવ્યા છે, જે 2011-14ની વચ્ચે જપ્ત કરાયેલા 604 કરોડ રૂપિયાના કેફી પદાર્થોથી ત્રણ ગણાથી વધુ છે. વર્ષ 2018-21ની વચ્ચે લગભગ 35 લાખ કિલો કેફી પદાર્થ જપ્ત કરવામાં આવ્યો હતો. જ્યારે વર્ષ 2011-14ની વચ્ચે આ આંકડો લગભગ 16 લાખ કિલોનો હતો. કેન્દ્રિય ગૃહપ્રધાને (Amit Shah on Drugs) કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર 24 કલાક અને 7 દિવસ ટોલ ફ્રી નેશનલ નાર્કોટિક્સ કોલ સેન્ટર (Toll Free National Narcotics Call Center) પણ ચલાવશે, જ્યાં જનતા કેફી દવાઓના મામલે ઈનપુટ અને જાણકારી આપી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.