ETV Bharat / bharat

America Stole DATA: અમેરિકન સરકાર પર ચાયનીઝ કંપનીનો ડેટા ચોરવાનો આક્ષેપ કરાયો

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 21, 2023, 5:02 PM IST

ચીને અમેરિકાના વોશિંગ્ટન દ્વારા હુઆવેઈ કંપનીના સર્વરને હેક કરીને ડેટા ચોરી લીધો હોવાનો આરોપ કર્યો છે. બેઈજિંગ તરફથી લગાવાયેલા આરોપો પર અમેરિકાએ કોઈ પ્રતિક્રિયા આપી નથી.

અમેરિકન સરકાર પર ચાયનીઝ કંપનીનો ડેટા ચોરવાનો આક્ષેપ
અમેરિકન સરકાર પર ચાયનીઝ કંપનીનો ડેટા ચોરવાનો આક્ષેપ

હોંગકોંગઃ અમેરિકા અને ચીન વચ્ચે ટેકનોવોર ચાલી રહ્યું છે. આ વોરમાં બેઈજિંગે વોશિંગટન પર હુઆવેઈ કંપનીનું સર્વર 2009થી હેક કરવાનો આરોપ લગાવ્યો છે. નિક્કેઈ એશિયા મીડિયા અનુસાર ચીનના રાજ્ય સુરક્ષા મંત્રાલયે પોતાના અધિકૃત વીચેટ એકાઉન્ટ પર પોસ્ટ કરી છે કે, સાયબર જાસૂસી અને ચોરીમાં અમિરકાની સીક્રેટ એજન્સીઓનો મુખ્ય ફાળો છે.

2009થી થઈ રહ્યું છે હેકિંગઃ આ પોસ્ટમાં અમેરિકન સરકાર પર હુઆવેઈ કંપનીના સર્વરને હેક કરવાનો આરોપ લગાડવામાં આવ્યો છે. 2009માં ટેલર્ડ એક્સેટ ઓપરેશન્સ દ્વારા હુઆવેઈના હેડકવાર્ટર સ્થિત સર્વરમાં હેકિંગની શરૂઆત કરી હતી. ચીનના રાષ્ટ્રીય કોમ્પ્યુટર વાયરસ ઈમર્જન્સી સેન્ટર દ્વારા સેકન્ડ ડેટ નામના સ્પાયવેરને શોધી કાઢવામાં આવ્યું છે. અમેરિકન વિદેશ મંત્રાલયે ચીનના આ આરોપ પર પ્રતિક્રિયા આપી નથી.

સાયબર જાસૂસી માલવેરઃ સેકન્ડ ડેટ માલવેરએ અમેરિકન રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી દ્વારા બનાવામાં આવેલું સાયબર જાસૂસી સોફ્ટવેર છે. જે વિશ્વના અનેક દેશોના નેટવર્કમાં ગોપનીય રીતે કાર્યરત છે. આ માલવેરનો ઉપયોગ કરીને અમેરિકાએ હજારો ઉપકરણો પર નિયંત્રણ હાંસલ કર્યુ છે અને અતિ મહત્વનો ડેટા ચોરી લીધો છે. તાજેતરમાં જ અમેરિકન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલેવાને જાહેર કર્યુ હતું કે બાઈડન સરકાર નવા સ્માર્ટ ફોન 60 પ્રોમાં વાપરવામાં આવતી હુઆવેઈની ચિપ વિશે વધુ જાણકારી મેળવવા માંગે છે.

ચીન સરકારના આદેશોઃ શી જિનપિંગ સરકારે પણ અધિકારીઓને ફરજ દરમિયાન એપલ આઈફોન વાપરવા પર પ્રતિબંધ લાદી દીધો છે. બાદમાં ચીન સરકારે ફેરવી તોળ્યું હતું કે એપલ સહિત અનેક વિદેશી ઉપકરણોને વાપરવા માટે નાગરિકોને છુટ આપવામાં આવી છે.

  1. અમદાવાદ:સાવધાન, વૉટ્સએપ પણ થઈ શકે છે આ રીતે હેક
  2. સાયબર ફ્રોડથી કેવી રીતે બચી શકાય? જાણો એક્સપર્ટ પાસેથી...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.