ETV Bharat / bharat

Amarnath Yatra 2022: 2,750 તીર્થયાત્રીઓનો પ્રથમ સમૂહ ગુફા મંદિર માટે રવાના

author img

By

Published : Jun 30, 2022, 5:09 PM IST

Amarnath Yatra 2022: 2,750 તીર્થયાત્રીઓનો પ્રથમ સમૂહ ગુફા મંદિર માટે રવાના
Amarnath Yatra 2022: 2,750 તીર્થયાત્રીઓનો પ્રથમ સમૂહ ગુફા મંદિર માટે રવાના

પ્રથમ કલમ 370 નાબૂદ અને પછી રોગચાળાને કારણે ત્રણ વર્ષના વિરામ પછી વાર્ષિક અમરનાથ યાત્રા (Amarnath Yatra 2022) થવા જઈ રહી છે. ગુરુવારે દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં પહેલગામથી પવિત્ર ગુફા માટે પ્રથમ બેચ સાથે શરૂ થશે.

નુનવાન: વાર્ષિક અમરનાથ યાત્રા (Amarnath Yatra 2022) ગુરુવારે શરૂ થતા લગભગ 2,750 યાત્રિકોનો પ્રથમ સમૂહ દક્ષિણ કાશ્મીર હિમાલયમાં કુદરતી રીતે બનેલા બરફ-લિંગના ગુફા મંદિર માટે અહીંના બેઝ કેમ્પમાંથી નીકળી ગયો છે. અનંતનાગ જિલ્લાના પહલગામમાં નુનવાન બેઝ કેમ્પ (Nunwan base camp for cave shrine) ખાતે ડેપ્યુટી કમિશનર પીયૂષ સિંગલાએ આ યાત્રાને લીલી ઝંડી આપી હતી.

મોટાભાગના પગપાળા: માર્ગમાં શેષનાગ અને પંચતરણી ખાતે રાત્રિ રોકાણ સાથે લગભગ ત્રણ દિવસ (Amarnath Yatra 2022 start date) લાગે છે. 43 દિવસની તીર્થયાત્રાના સુચારુ સંચાલન માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે, સિંગલાએ ઉમેર્યું હતું કે, "યાત્રિકો સલામતી અનુભવે અને શાંતિપૂર્ણ રીતે મંદિરની મુલાકાત લે તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ છે."

આ પણ વાંચો: Udaipur horror: 30 માર્ચે જયપુરમાં સીરીયલ બ્લાસ્ટ કરવાના હતા કન્હૈયા લાલના હત્યારા

જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ બુધવારે જમ્મુ બેઝ કેમ્પથી 4,890 શ્રદ્ધાળુઓની પ્રથમ બેચને લીલી ઝંડી આપી હતી. શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડ (Shri Amarnath Shrine Board) એ કુદરતી રીતે બનેલા બરફના લિંગના ઓનલાઈન 'દર્શન' માટેની જોગવાઈ પણ કરી છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. તેઓએ કહ્યું કે આ વર્ષે, તીર્થયાત્રામાં સામાન્ય કરતાં વધુ હાજરી જોવાની અપેક્ષા છે કારણ કે તે ત્રણ વર્ષના અંતરાલ પછી યોજાઈ રહી છે.

370ની જોગવાઈઓ: 2019 માં, કેન્દ્ર દ્વારા બંધારણની કલમ 370ની જોગવાઈઓને રદ કરતા પહેલા આ યાત્રાને મધ્યમાં રદ કરવામાં આવી હતી. કોવિડ-19 રોગચાળાને કારણે 2020 અને 2021માં તીર્થયાત્રા થઈ ન હતી. એક વરિષ્ઠ સૈન્ય અધિકારીએ તાજેતરમાં જણાવ્યું હતું કે, આ વર્ષે તીર્થયાત્રા માટે ખતરો વધુ હતો.

આ પણ વાંચો: Kerla anthrax virus: હવે કેરળના જંગલોમાં એન્થ્રેક્સ ફાટી નીકળતા ભયનો માહોલ

યાત્રા માટે મોટી સંખ્યામાં સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. બાલતાલ અને પહેલગામ રૂટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, વિધ્વંસક તત્વો યાત્રાધામને વિક્ષેપિત કરવામાં સફળ ન થાય તે સુનિશ્ચિત કરવા માટે નવી સુરક્ષા પિકેટ્સ ગોઠવવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.