ETV Bharat / bharat

વર્લ્ડ કપ ફાઈનલ 2023ની ફાઈનલ મેચ હારતા ફેન્સે ગુસ્સામાં ટીવી તોડ્યું

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 20, 2023, 11:38 AM IST

અલીગઢમાં ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ 2023ની ફાઈનલ હારતા ક્રિકેટ ફેન્સ ખફા. ફેન્સે રોડ પર ટીવી પછાડીને ગુસ્સો પ્રદર્શિત કર્યો હતો. ટીમ ઈન્ડિયા વિરુદ્ધ સુત્રોચ્ચાર પણ કર્યા હતા. World Cup 2023 Final India vs Australia fans disturbed angry fans broke tv aligadh rohit sharma pat cummins
વર્લ્ડ કપ ફાઈનલ 2023ની ફાઈનલ મેચ હારતા ફેન્સે ગુસ્સામાં ટીવી તોડ્યું
વર્લ્ડ કપ ફાઈનલ 2023ની ફાઈનલ મેચ હારતા ફેન્સે ગુસ્સામાં ટીવી તોડ્યું

અલીગઢઃ વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ ભારત હારી ગયું છે. ઓસ્ટ્રેલિયા સતત છઠ્ઠીવાર ચેમ્પ્યિન બન્યું છે. ભારતીય ક્રિકેટ પ્રેમીઓએ ક્રિકેટ ટીમના ખેલાડીઓની સાથે આ કડવો ઘુંટડો પીવો પડ્યો છે. ફેન્સ છેલ્લા એક મહિનાથી આ મેચનો ઈન્તેજાર અને માણવા માટેની તૈયારીઓ કરી રહ્યા હતા. કેટલાક ફેન્સ આ હારને પરિણામે રીતસરના રડવા લાગ્યા હતા. કેટલાક કટ્ટર ક્રિકેટ પ્રેમીઓ આ હાર સહન ન કરી શકવાને પરિણામે ટીમ ઈન્ડિયા પ્રત્યે નારાજગી વ્યકત કરી છે. જેમાં અલીગઢના ક્રિકેટ પ્રેમીઓનો પણ સમાવેશ થાય છે.

ટીવી ફોડી ગુસ્સો જાહેર કર્યોઃ અલીગઢના રઘુવીરપુરી વિસ્તારમાં રહેતા પ્રદીપ જણાવે છે કે અમને ખૂબ જ આશા હતી કે ટીમ ઈન્ડિયા આ ફાઈનલ જીતી જશે. જો કે આ ફાઈનલ હારી જવાને પરિણામે દેશના 140 કરોડ દેશવાસીઓની ભાવનાને ઠેસ પહોંચાડી છે. બધાને બહુ દુઃખ થયું છે. બીજા સ્થાનિક વિનોદ પાંડેય જણાવે છે કે ભારતના પ્લેયર્સ ખૂબ મહેનતુ અને મજબૂત છે, પણ આ ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો. અન્ય ફેન સચિન જણાવે છે કે ભારત ઓસ્ટ્રેલિયાની મેચ માટે અમે બહુ રોમાંચિત હતા પણ કમનસીબે ભારત મેચ જીતી ના શક્યું. ભારતની ટીમે 10 મેચો જીતી હતી. અમને આશા હતી કે 11મી મેચ ફાઈનલ જીતશે પરંતુ આ મેચ ભારત જીતી ના શકી. ટીમ ઈન્ડિયાની હારથી અમને ખૂબ નિરાશા થઈ. અમે આ નિરાશાને વ્યક્ત કરવા ટીવી ફોડ્યું છે. ટીમ ઈન્ડિયાની હારથી અમને નહી પણ સમગ્ર દેશને નિરાશા થઈ છે.

  1. વર્લ્ડ કપ 2023: ઉત્સાહ સાથે આવ્યા અને હતાશા સાથે પરત ફર્યા, ભારતની હાર પર શું કહ્યું ક્રિકેટપ્રેમીઓ
  2. એ દિવસે અમે સારા નહોતા, 20થી 30 રન પાછળ રહી ગયા: ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડકપ હાર્યા બાદ રોહિત શર્મા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.