ETV Bharat / bharat

અભિનેતા અક્ષય કુમાર ગૌતમ ગંભીર ફાઉન્ડેશનને 1 કરોડ આપશે

author img

By

Published : Apr 25, 2021, 10:08 AM IST

akshay kumar and gambhir
akshay kumar and gambhjir

ભાજપના સાંસદ ગૌતમ ગંભીરે માહિતી આપી છે કે, અક્ષય કુમારે ગંભીર ફાઉન્ડેશનને 1 કરોડ રૂપિયાનું દાન આપવાનું નક્કી કર્યું છે. તેમણે જણાવ્યું છે કે, તેનાથી કોરોનાથી અસરગ્રસ્ત લોકો માટે દવાઓ, ઓક્સિજન અને ખોરાકની વ્યવસ્થા કરવામાં આવશે.

  • અક્ષય કુમાર પૂર્વ દિલ્હીના સાંસદ ગૌતમ ગંભીરને ટેકો આપવા આગળ આવ્યા
  • ગૌતમ ગંભીર ફાઉન્ડેશનને 1 કરોડ રૂપિયા આપવાનું જણાવ્યું
  • દવાઓ, ઓક્સિજન અને ખોરાક માટે 1 કરોડ રૂપિયા આપશે

નવી દિલ્હી: ક્રિકેટરથી રાજકારણી બનેલા પૂર્વ દિલ્હીના સાંસદ ગૌતમ ગંભીરને ટેકો આપવા વિખ્યાત ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર આગળ આવ્યા છે. ખરેખર, અક્ષય કુમારે ગંભીર ફાઉન્ડેશનને દવાઓ, ઓક્સિજન અને ખોરાક માટે 1 કરોડ રૂપિયા દાન આપવાનું જણાવ્યું છે.

આ પણા વાંચો : ગૌતમ ગંભીરે 1 કરોડ રૂપિયાનું પીએમ રાહત ફંડમાં કર્યું યોગદાન

નિરાશાના આ સમયમાં દરેક સહાય આશાની કિરણ પેદા કરે છે : ગૌતમ ગંભીર

સાંસદ ગૌતમ ગંભીરે શનિવારે સાંજે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે, અભિનેતા અક્ષય કુમાર ગંભીર ફાઉન્ડેશનને જરૂરિયાતમંદ લોકોને ખોરાક, દવા અને ઓક્સિજન આપવા માટે 1 કરોડ રૂપિયા આપી રહ્યા છે. આ સાથે જ ગંભીરે લખ્યું કે નિરાશાના આ સમયમાં દરેક સહાય આશાની કિરણ પેદા કરે છે.

ગૌતમ ગંભીરનું ટ્વિટ
ગૌતમ ગંભીરનું ટ્વિટ

આ પણા વાંચો : અક્ષયે નાસિક પોલીસને કોરોનાથી બચવા 500 સ્માર્ટ વોચ દાન કરી

જરૂરિયાતમંદ લોકો માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે

ગૌતમ ગંભીરે જણાવ્યું છે કે, હાલમાં તે પૂર્વ દિલ્હીમાં જ દવા વહેંચી રહ્યો છે. ટૂંક સમયમાં પુસા રોડ સ્થિત ફાઉન્ડેશનની ઓફિસથી પણ દવાઓનું વિતરણ શરૂ કરવામાં આવશે. જેથી વધુ લોકોને દવા મળી શકે. આ ઉપરાંત જરૂરિયાતમંદ લોકો માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.