ETV Bharat / bharat

Uttarakhand News : રૂરકીમાં યુવકના મૃત્યુને લઈને હંગામો, બેલદા ગામમાં કલમ 144 લાગુ, 50થી વધુ લોકોની અટકાયત

author img

By

Published : Jun 13, 2023, 8:30 PM IST

રૂરકીના બેલદા ગામમાં એક યુવકના મૃત્યુને લઈને મામલો ઠંડો નથી પડી રહ્યો. છેલ્લા ત્રણ દિવસે રોષે ભરાયેલા લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો, જેમાં ઘણા પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા. બગડતી પરિસ્થિતિને જોતા પ્રશાસને ગામમાં કલમ 144 લાગુ કરી દીધી છે. આ સાથે ગામમાં મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે.

Uttarakhand News : રૂરકીમાં યુવકના મૃત્યુને લઈને હંગામો, બેલદા ગામમાં કલમ 144 લાગુ, 50થી વધુ લોકોની અટકાયત
Uttarakhand News : રૂરકીમાં યુવકના મૃત્યુને લઈને હંગામો, બેલદા ગામમાં કલમ 144 લાગુ, 50થી વધુ લોકોની અટકાયત

રૂરકી (ઉત્તરાખંડ) : સિવિલ લાઇન કોતવાલી વિસ્તારના બેલદા ગામમાં એક યુવકના મૃત્યુને લઈને થયેલા હોબાળા બાદ પોલીસે કલમ 144 લાગુ કરી દીધી છે. આ સાથે મોડી રાત્રે પોલીસે હંગામો મચાવનારા 50થી વધુ લોકોની અટકાયત કરી છે. તેમજ પોલીસે 40 જેટલી બાઇક પણ જપ્ત કરી છે. તો બીજી તરફ પોલીસની હાજરીમાં મંગળવારે એટલે કે આજે સવારે મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. આ દરમિયાન માત્ર થોડા લોકો જ હાજર રહ્યા હતા.

જાણો શું છે સમગ્ર મામલો : રવિવારે રાત્રે રૂરકીથી પરત જઈ રહેલા ટેન્ટ શોપમાં કામ કરતા કર્મચારીનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું. તેનો મૃતદેહ ગામ નજીક ટ્રેક્ટરની ટ્રોલી પાસે પડેલો મળી આવ્યો હતો. પરિવારના સભ્યો અને ગ્રામજનો તેને હત્યાનો મામલો ગણાવી રહ્યા છે, જેના માટે સોમવારે સવારે 8થી 5 વાગ્યા સુધી સંબંધીઓ અને ગ્રામજનો દ્વારા કોતવાલીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન મૃતદેહને પોલીસ મથકે લાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો, પરંતુ પોલીસની સક્રિયતાને કારણે લોકો પરત ફર્યા હતા, જ્યારે સાંજે ટોળાએ આરોપી પક્ષના ઘરમાં તોડફોડ કરી હતી.

વહીવટીતંત્રે કલમ 144 લાગુ કરી : જે બાદ પોલીસે ભીડને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પોલીસ પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. તે જ સમયે, આ પથ્થરમારામાં બે ઇન્સ્પેક્ટર, એક સબ ઇન્સ્પેકટર સહિત પાંચ પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા, બાદમાં પોલીસે ટીયર ગેસ છોડ્યો હતો અને ભીડને વિખેરી નાખી હતી. જ્યારે ગામમાં હંગામાને જોતા વહીવટીતંત્રે કલમ 144 લાગુ કરી હતી. પોલીસે સોમવારે મોડી રાત્રે પથ્થરમારો અને હંગામો મચાવનારા 50 લોકોની અટકાયત કરી છે. આ સાથે ગામમાંથી 40 બાઇક પણ જપ્ત કરવામાં આવી છે. મંગળવારે સવારે પોલીસની હાજરીમાં મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. હાલમાં ગામમાં કોઈપણ બહારના વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ છે. હરિદ્વારના SSP અજય સિંહનું કહેવું છે કે જે લોકો માહોલને બગાડે છે તેમની સાથે કડક કાર્યવાહી કરવામાં આવશે.

  1. Vadodara Crime : વડોદરામાં વ્યાજખોરના ઘેર પથ્થરમારો કર્યો, ધમકી આપી 20 લાખ રૂપિયાની ખંડણી માગી
  2. Surat Crime: પાથરણા બાબતે બે જુથ વચ્ચે પથ્થરમારો, ચૌટા બજાર સંવેદનશીલ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.