ADR on UP Election Candidate 2022 : યુપી ચૂંટણીમાં 615માંથી 15 અંગૂઠા છાપ અને 10 ઉમેદવાર 5મી પાસ, સાક્ષર કેટલા જાણો

author img

By

Published : Feb 5, 2022, 3:30 PM IST

ADR on UP Election Candidate 2022 : યુપી ચૂંટણીમાં 615માંથી 15 અંગૂઠા છાપ અને 10 ઉમેદવાર 5મી પાસ, સાક્ષર કેટલા જાણો
ADR on UP Election Candidate 2022 : યુપી ચૂંટણીમાં 615માંથી 15 અંગૂઠા છાપ અને 10 ઉમેદવાર 5મી પાસ, સાક્ષર કેટલા જાણો ()

UP assembly Elections 2022 માં પ્રથમ તબક્કામાં ઉમેદવારોની લાયકાતનો એડીઆર રીપોર્ટ આવ્યો છે. જેમાં 15 સાવ અભણ છે. જાણો ઉમેદવારોની વિવિધ લાયકાતો (ADR on UP Election Candidate 2022 ) વિશે વિગતવાર.

નોઈડા: ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 615 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) આ ઉમેદવારો વિશે તેમના સોગંદનામાના આધારે માહિતી (ADR on UP Election Candidate 2022 ) આપી રહ્યું છે. એડીઆરના રિપોર્ટમાં (ADR report on election candidates 2022 ) ખુલાસો થયો છે કે આમાંથી 156 ઉમેદવારો સામે ફોજદારી કેસ નોંધાયેલા છે. જેમાંથી 280 ઉમેદવારો કરોડપતિ છે. હવે એ વાત સામે આવી છે કે ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના ઉમેદવારોમાંથી 62 ઉમેદવારોએ માત્ર આઠમા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે, જ્યારે 15એ પોતાને અભણ જાહેર (Educational qualification of candidate in UP) કર્યા છે.

એડીઆરે પહેલા તબક્કાના ઉમેદવારોનું વિશ્લેષણ કર્યું

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (Association for Democratic Reforms) એ ઉત્તર પ્રદેશના 11 જિલ્લાઓની 58 વિધાનસભા બેઠકો પરથી રાજકીય પક્ષોના 615 ઉમેદવારો અને અપક્ષ ઉમેદવારોના સોગંદનામાનું (ADR on UP Election Candidate 2022 ) વિશ્લેષણ કર્યું છે. ADR મુજબ યુપી ચૂંટણીના પ્રથમ તબક્કાના 70થી વધુ ઉમેદવારોની ઉંમર 60 વર્ષથી વધુ છે. ADR ડેટા મુજબ 615 ઉમેદવારોમાંથી 15 અભણ છે, જ્યારે 38 ઉમેદવારોએ પોતાને સાક્ષર ગણાવ્યા છે. 10 ઉમેદવારોએ ધોરણ 5 સુધી અભ્યાસ કર્યો છે. 65એ ધોરણ-10 અને 102 ઉમેદવારોએ ધોરણ-12 સુધી અભ્યાસ કર્યો છે.

આ પણ વાંચોઃ Uttar Pradesh Assembly Election 2022: હાર્દિક પટેલે ભાજપ સરકાર પર પ્રહાર કર્યો, ચૂંટણી આવતાં જ ED અને CBIના દરોડા થવા લાગે

18 ઉમેદવાર પીએચડી પણ છે

એડીઆરએ (ADR on UP Election Candidate 2022 ) જણાવ્યું હતું કે 100 ઉમેદવારો પાસે સ્નાતકની ડિગ્રી છે, જ્યારે 78 વ્યાવસાયિક સ્નાતક છે. 108 ઉમેદવારોએ પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો છે. 18 પીએચડી અને સાત ડિપ્લોમાધારકો છે. 12 ઉમેદવારોએ તેમના અભ્યાસની વિગતો આપી નથી. ADR રિપોર્ટ મુજબ 239 ઉમેદવારો (39 ટકા) એ તેમની શૈક્ષણિક લાયકાત વર્ગ V અને 12 ની વચ્ચે જાહેર કરી છે. જ્યારે 304 ઉમેદવારો (49 ટકા) એ તેમની શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએશન અથવા તેથી વધુ જાહેર કરી છે.

આ પણ વાંચોઃ UP assembly election 2022 : કોંગ્રેસે હટાવ્યું સ્ટાર પ્રચારક યાદીમાંથી સોનિયા અને મનમોહનનું નામ, જાણો કોણ કરશે પ્રચાર

પહેલા તબક્કામાં 58 વિધાનસભા બેઠક પર યોજાશે મતદાન

વય મુજબના વિશ્લેષણ (ADR on UP Election Candidate 2022 ) મુજબ 214 ઉમેદવારો (35 ટકા) 25 થી 40 વર્ષની વય જૂથમાં છે. તેમના સોગંદનામામાં 328 ઉમેદવારોએ (53 ટકા) તેમની ઉંમર 41 થી 60 વર્ષની વચ્ચે દર્શાવી છે. 73 ઉમેદવારોની ઉંમર (12 ટકા) 61 થી 80 વર્ષની વચ્ચે છે. આપને જણાવી દઈએ કે પહેલાં તબક્કામાં આગરા, અલીગઢ, બાગપત, બુલંદશહેર, ગૌતમ બુદ્ધનગર, ગાઝિયાબાદ, હાપુડ, મથુરા, મેરઠ, મુઝફ્ફરનગર અને શામલી જિલ્લામાં 58 વિધાનસભા સીટ પર મતદાન થશે. ચૂંટણીના પરિણામો (UP Election Results 2022 )10 માર્ચે જાહેર થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.