ETV Bharat / bharat

આ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ, જાણો ભારતમાં ક્યારે જોવા મળશે

author img

By

Published : Oct 24, 2022, 4:14 PM IST

વર્ષ 2022નું છેલ્લું સૂર્યગ્રહણ 25 ઓક્ટોબરે (Year 2022 Last Solar Eclipse) થવા જઈ રહ્યું છે. આ સૂર્યગ્રહણના એક દિવસ પહેલા એટલે કે, આજે દિવાળીનો તહેવાર ખૂબજ ધુમધાથી ઉજવવામાં આવી રહ્યો છે. આ વખતે દિવાળી અને ગોવર્ધન પૂજા સાથે સૂર્યગ્રહણનો સંયોગ છે. સૂર્યગ્રહણ 2022ની ભારત (Solar eclipse in India) પર અસર વર્ષ 2022નું છેલ્લું સૂર્યગ્રહણ આંશિક હશે અને ભારતમાં દેખાશે નહીં.

Etv Bharatઆ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ, જાણો ભારતમાં ક્યારે જોવા મળશે
Etv Bharatઆ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ, જાણો ભારતમાં ક્યારે જોવા મળશે

ન્યૂઝ ડેસ્ક: વર્ષ 2022નું છેલ્લું અને બીજું સૂર્યગ્રહણ 25 ઓક્ટોબર 2022 મંગળવારના (Year 2022 Last Solar Eclipse) રોજ થવાનું છે. આ દિવસે ગોવર્ધન પૂજાનો તહેવાર ઉજવવામાં આવશે અને તેના એક દિવસ પહેલા એટલે કે 24 ઓક્ટોબરે દિવાળી આવશે. ગોવર્ધન પૂજા અને દિવાળી બંને તહેવારો દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. તેથી સૂર્યગ્રહણની તારીખને લઈને લોકોના મનમાં એક પ્રશ્ન છે કે, શું આ વખતે દિવાળી અને ગોવર્ધન પૂજા પર્વ ગ્રહણની છાયામાં રહેશે. આ સૂર્યગ્રહણ ભારતમાં સાંજે (Solar eclipse in India) જોવા મળશે.

સૂર્યગ્રહણનો સંયોગ: દિવાળી પર ઘરમાં દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. એવી ધાર્મિક માન્યતા છે કે, દિવાળીના દિવસે દેવી લક્ષ્મી પૃથ્વી પર આવે છે. એટલા માટે લોકો દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે વિવિધ ઉપાયો કરે છે. આ સિવાય દેવી લક્ષ્મીના આગમન માટે દિવાળી પહેલા ઘરની સાફ સફાઈ અને રંગકામ કરવામાં આવે છે. એવું કહેવાય છે કે, દેવી લક્ષ્મી સ્વચ્છ સ્થાન પર વાસ કરે છે. આ વખતે દિવાળી અને ગોવર્ધન પૂજા સાથે સૂર્યગ્રહણનો સંયોગ છે.

સૂર્યગ્રહણ આ દેશોમાં દેખાશે: આ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ 25 ઓક્ટોબરે મુખ્યત્વે એશિયાના દક્ષિણ પશ્ચિમ ભાગ, યુરોપ, આફ્રિકા ખંડના ઉત્તર-પૂર્વીય ભાગ અને એટલાન્ટિકમાં દેખાશે. તેથી આ દેશો પર તેની ખાસ અસર પડશે.

સૂર્યગ્રહણનો સુતક સમયગાળો: 2022 જ્યોતિષશાસ્ત્ર અનુસાર, સૂર્યગ્રહણનો સૂતક સમયગાળો ગ્રહણ શરૂ થવાના 12 કલાક પહેલા શરૂ થાય છે અને ગ્રહણના અંત સાથે સમાપ્ત થાય છે. મુખ્યત્વે, સૂર્યગ્રહણનો સૂતક સમયગાળો ફક્ત ત્યાં જ માન્ય છે જ્યાં સૂર્યગ્રહણ દેખાય છે. કારણ કે, આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. તેથી અહીં સુતક કાળ માન્ય રહેશે નહીં.

ક્યારે છે સૂર્યગ્રહણ: 2022નું છેલ્લું સૂર્યગ્રહણ 25 ઓક્ટોબર 2022ના રોજ થવાનું છે. આ સૂર્યગ્રહણ આંશિક રહેશે. કેલેન્ડર મુજબ, વર્ષ 2022નું છેલ્લું સૂર્યગ્રહણ ભારતીય સમય અનુસાર 25 ઓક્ટોબરે સાંજે 4:29 વાગ્યે શરૂ થશે અને સાંજે 5:24 વાગ્યે સમાપ્ત થશે. સૂર્યગ્રહણ 2022ની ભારત પર અસર વર્ષ 2022નું છેલ્લું સૂર્યગ્રહણ આંશિક હશે અને ભારતમાં દેખાશે નહીં. આ કારણે ભારત પર તેની ખાસ અસર નહીં થાય.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.