ETV Bharat / bharat

Rajya Sabha Election : સંજય સિંહ સહિત આપના 3 સભ્યોએ રાજ્યસભાની ચૂંટણીના ફોર્મ ભર્યા

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 8, 2024, 1:41 PM IST

Rajya Sabha Election :જેલમાંથી લાવેલા સંજયસિંહ સહિત આપના 3 સભ્યોએ રાજ્યસભા ચૂંટણી ફોર્મ ભર્યાં
Rajya Sabha Election :જેલમાંથી લાવેલા સંજયસિંહ સહિત આપના 3 સભ્યોએ રાજ્યસભા ચૂંટણી ફોર્મ ભર્યાં

દિલ્હીમાં સોમવારે આમ આદમી પાર્ટીના ઉમેદવારો ટ્રાન્સપોર્ટ ઓફિસ પહોંચ્યા હતાં. ત્રણેય ઉમેદવારોએ રાજ્યસભા ચૂંટણી માટે ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી હતી. આ દરમિયાન આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.

નવી દિલ્હી : રાજ્યસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના ત્રણ ઉમેદવારો સંજયસિંહ, એન ડી ગુપ્તા અને સ્વાતિ માલીવાલે સોમવારે દિલ્હીના સિવિલ લાઇન્સમાં સ્થિત ટ્રાન્સપોર્ટ ઓફિસમાં ઉમેદવારીપત્ર ભર્યું હતું. આ દરમિયાન મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યો, અધિકારીઓ અને અન્ય કાર્યકરો હાજર રહ્યા હતા. સંજયસિંહને નોમિનેશન માટે કડક સુરક્ષા હેઠળ જેલમાંથી લાવવામાં આવ્યાં હતાં.

કાર્યકરોએ ભારે સૂત્રોચ્ચાર કર્યાં : આમ આદમી પાર્ટીના રાજ્યસભા સભ્ય ઉમેદવાર સ્વાતિ માલીવાલ તેમની માતા સંગીતા માલીવાલ સાથે સિવિલ લાઈન્સ સ્થિત ટ્રાન્સપોર્ટ ઓફિસ પર પહોંચ્યાં હતાં. જ્યારે ઉમેદવારો પહોંચ્યા ત્યારે આમ આદમી પાર્ટીના અધિકારીઓ અને નેતાઓએ તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું અને તેમની તરફેણમાં સૂત્રોચ્ચાર કર્યા હતાં.

જેલ વાનમાં કડક સુરક્ષામાં લાવવામાં આવ્યાં : સંજયસિંહના પિતા દિનેશસિંહ અને તેમની પત્ની અનિતાસિંહ પણ નોમિનેશન ઓફિસ પહોંચ્યા હતાં. સંજયસિંહના પિતા દિનેશસિંહે કહ્યું કે સંજય સિંહ જેલમાંથી મુક્ત થશે અને સત્યની જીત થશે. AAP સાંસદ સંજયસિંહ ઓફિસની બહાર પહોંચ્યા ત્યારે સમર્થકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. તમને જણાવી દઈએ કે તે દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં જેલમાં છે. આવી સ્થિતિમાં તેને જેલ વાનમાં કડક સુરક્ષામાં લાવવામાં આવ્યાં હતાં. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ઓફિસમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. આ દરમિયાન સુરક્ષા માટે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

સ્વાતિ માલીવાલના જીતવાની આશા : આમ આદમી પાર્ટીના દિલ્હી કન્વીનર ગોપાલ રાય અને આમ આદમી પાર્ટીના ઘણા ધારાસભ્યો પણ નોમિનેશન ઓફિસ પહોંચ્યા હતાં. આ પ્રસંગે ગોપાલ રાયે કહ્યું કે અમારી પાર્ટીએ હંમેશા જનહિતમાં પોતાનો અવાજ ઉઠાવ્યો છે. સ્વાતિ માલીવાલે મહિલાઓ માટે સારું કામ કર્યું છે, અમે ચોક્કસપણે જીતીશું. નોમિનેશન ફાઈલ કરવા આવેલા એક ઉમેદવાર સહિત માત્ર ચાર લોકોને જ ટ્રાન્સપોર્ટ ઓફિસમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી.

  1. આપએ દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલને રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવાર બનાવ્યા
  2. Sanjay Singh nomination: કોર્ટે સંજય સિંહને રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાની આપી મંજુરી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.