ETV Bharat / bharat

સંતાનપ્રાપ્તિ માટે લીધો અંધશ્રદ્ધા સહારો: અઢી વર્ષના માસૂમ બાળકની બલિ અપાઈ

author img

By

Published : Mar 22, 2021, 11:27 AM IST

દિલ્હીના રોહિણીના રિઠાલા વિસ્તારમાં અંધશ્રદ્ધાને કારણે અઢી વર્ષના બાળકની નિર્દયતાથી હત્યા કર્યાની ઘટના સામે આવી છે. જ્યાં, પાડોશમાં રહેતી નિ:સંતાન મહિલાએ સંતાનપ્રાપ્તિની લાલચમાં અઢી વર્ષનાં માસૂમ બાળકને અંધશ્રદ્ધામાં હોવી દીધું હતું.

સંતાનપ્રાપ્તિ માટે લીધો અંધશ્રદ્ધા સહારો: અઢી વર્ષના માસૂમ બાળકની બલિ અપાઈ
સંતાનપ્રાપ્તિ માટે લીધો અંધશ્રદ્ધા સહારો: અઢી વર્ષના માસૂમ બાળકની બલિ અપાઈ

  • અંધશ્રદ્ધાને કારણે અઢી વર્ષના બાળકની નિર્દયતાથી હત્યા
  • મહિલાએ સંતાનપ્રાપ્તિની લાલચમાં માસૂમ બાળકને અંધશ્રદ્ધામાં હોમ્યું
  • મહિલાની ધરપકડ કરી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી

નવી દિલ્હી: રોહિણીના રિઠાલા વિસ્તારમાં અંધશ્રદ્ધાને કારણે અઢી વર્ષના બાળકની નિર્દયતાથી હત્યા કર્યાની ઘટના સામે આવી છે. જ્યાં, પાડોશમાં રહેતી નિ:સંતાન મહિલાએ સંતાનપ્રાપ્તિની લાલચમાં અઢી વર્ષનાં માસૂમ બાળકને અંધશ્રદ્ધામાં હોમી દીધું હતું.

આ પણ વાંચો: સમામાં સોની પરિવાર આત્મહત્યા કેસમાં પોલીસ જ્યોતિષોની શોધમાં

તંત્ર-મંત્રનો સહારો લઈને નિર્દોષનું બલિદાન

મૃતક બાળકના પરિવારે આરોપ લગાવ્યો છે કે, શનિવારે સવારે તેમનું બાળક અચાનક જ ઘરમાંથી ગાયબ થઈ જતા પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ, પોલીસ દ્વારા વધું તપાસ કરતા બાળકની લાશ ઘરની પાછળ એક કોથળીમાંથી મળી આવી હતી. મૃતક બાળકના પરિવારે પર આરોપ લગાવતા કહ્યું હતું કે, પડોશની મહિલા અંધશ્રદ્ધા અને તંત્ર-મંત્રનો સહારો લઈને સંતાનપ્રાપ્તિ માટે નિર્દોષનું બલિદાન આપ્યું હતું.

આ પણ વાંચો: સામૂહિક આત્મહત્યા કેસ: 9 જેટલા જ્યોતિષીઓએ 32 લાખ રૂપિયા ખંખેર્યા

CCTV તપાસમાં આરોપી મહિલા ઝડપાઈ

પોલીસ તપાસમાં વિસ્તારના CCTVની તપાસ કરતા આરોપી મહિલા જોવા મળી હતી. પોલીસને વધુમાં જાણવા મળ્યું હતું કે, મહિલાનું નામ પૂજા છે જે તે જ બિલ્ડિંગમાં રહે છે. આરોપી મહિલાએ પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું કે, લગ્નના ઘણા વર્ષો પછી સંતાન ન હોવાને કારણે તેણે તાંત્રિકના ઇશારે તંત્ર-મંત્રનો આશરો લીધો હતો. જ્યાં, તાંત્રિકના કહેવા પર તેણે બાળકનું અપહરણ કરી બાળકને અંધશ્રદ્ધાની અગ્નિમાં હોમી દીધું હતુ. તંત્ર બાળકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલમાં લઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.