ETV Bharat / bharat

એક પોલીસ સ્ટેશન બન્યું મહિલાનું ઘર

author img

By

Published : Apr 4, 2021, 7:04 AM IST

ભલે લોકોમાં પોલીસની ખરાબ છબી હોય પણ કર્ણાટક પોલીસે આ માન્યતાને તોડતા હોય તેવી રીતે એક અનાથ-મૂક યુવતીને આશ્રય આપ્યો હતો. આ મહિલાને છેલ્લા 40 વર્ષથી આ મહિલા વર્ષથી પોલીસ સ્ટેશનમાં જ રહે છે અને ત્યાં કામ કરીને પોતાનું જીવન વિતાવે છે.

40 વર્ષ પહેલા અનાથ મહિલાને પોલીસે આપ્યો હતો આશ્રય
40 વર્ષ પહેલા અનાથ મહિલાને પોલીસે આપ્યો હતો આશ્રય

  • પોલીસ સ્ટેશન બન્યું મહિલા માટે ઘર
  • 40 વર્ષ પહેલા અનાથ મહિલાને પોલીસે આપ્યો હતો આશ્રય
  • પોલીસે માનવતાની મિસાલ કરી કાયમ

મેંગ્લોર: સામાન્ય રીતે લોકોને પોલીસ સ્ટેશન જવામાં સંકોચ થતો હોય છે પણ એક પોલીસ સ્ટેશન, મહિલા માટે આશ્રય સ્થાન બન્યું છે. પોલીસકર્મીઓ જ તેના પરીવારના સભ્ય બની ગયા છે. લગભગ ચાર દાયકા પહેલા કર્ણાટકના મેંગ્લોરના પોર્ટ પોલીસ અધિકારીને રેલવે સ્ટેશન પરથી એક મહિલા મળી આવી હતી ત્યારે આ મહિલાની ઉંમર 20 વર્ષની હતી. એક પોલીસ અધિકારી તેને પોતાની સાથે પોલીસ સ્ટેશન લઇને આવ્યા હતાં કેમકે તે બોલી કે સાંભળી શકતી ન હતી. પોર્ટ પોલીસે આ મહિલાને આશ્રય આપવાનું નક્કી કર્યું અને તેને હોન્નામ્મા નામ આપ્યું.

પોલીસ સ્ટેશન બન્યું મહિલા માટે ઘર

પોલીસ સ્ટેશનનું કરે છે કામ

પોલીસે આ મહિલાનું ઘર અને માતા-પિતાને શોધવાના ઘણા પ્રયત્ન કર્યો પણ તમામ પ્રયત્ન નિષ્ફળ સાબિત થયા ત્યારે પોલીસે તેને પોલીસ સ્ટેશનમાં જ આશ્રય આપીને તેમની પાસે પોલીસ સ્ટેશનના નાના-મોટા કામ કરાવવાનું નક્કી કર્યું હતું. હોન્નામ્મા પોલીસ સ્ટેશનમાં સાફસફાઇ સહિતના નાના મોટા કામ કરતી હતી. પોર્ટ પોલીસે તેના રહેવા માટે એક નાનકડા રૂમની વ્યવસ્થા કરી હતી, આ અંગે પોલિસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ગોવિંદ રાજૂએ ETV ભારતને જણાવ્યું હતું કે 'હોન્નામ્મા અમારા પોલીસ સ્ટેશનમાં 40 વર્ષોથી કામ કરી રહી છે. તે પોલીસ સ્ટેશનના લગભગ તમામ કાર્યો કરે છે. પોલીસ અધિકારીઓ આવે અને જતા રહે છે પણ પણ હોન્નામ્મા આ પોલીસ સ્ટેશનની સ્થાયી સદસ્ય છે. તે આ પોલીસ સ્ટેશન અને તેના કામના સારી રીતે જાણે છે. તેઓ જાણે છે કે કઇ વસ્તુ ક્યાં મુકાય છે. તેઓ પાણી લાવવાનું, પાણીનો વાલ્વ ચાલુ બંધ કરવા જેવા કાર્યો નિયમિત રીતે કરે છે. '

આધારકાર્ડમાં છે પોલીસ સ્ટેશનનું સરનામું

તમને એ જાણીને નવાઇ લાગશે કે હોન્નામ્માના આધાર કાર્ડ અને બેન્ક એકાઉન્ટમાં પોર્ટ પોલીસ સ્ટેશનનું સરનામું છે. પોલીસકર્મીઓ હોન્નામ્માને પોતાના પરીવારના સભ્ય માને છે. આથી તેમને પોતાના પરીવારના શુભકાર્યો અને કાર્યક્રમમાં બોલાવે છે. પોલીસ તેમને વૃદ્ધાવસ્થા માટે પેન્શન અને અન્ય સામાજીક સુરક્ષા માટેના લાભ અપાવવાના પ્રયત્ન કરી રહી છે. ETV ભારતને ઇન્સ્પેક્ટર ગોવિંદ રાજૂએ જણાવ્યું હતું કે,'અમારો સ્ટાફ તેમનું ધ્યાન રાખે છે જો તેમની તબિયત ખરાબ થાય તો તેને હોસ્પિટલ લઇ જાય છે. જરૂરી દવા અને સારવાર કરાવે છે. તેમની સાથે અમારે લાગણીભર્યા સંબંધ છે. તેમના વગર અમને ખાલીપો અનુભવાય છે.'

પોલીસનું આ કામ તમામ લોકો માટે પ્રેરણાદાયક છે. આ યુગમાં જ્યાં બાળકો પોતાના માતાપિતાને વૃદ્ધાશ્રમ મોકલી દે છે ત્યાં પોર્ટ પોલીસે એક અનાથ મહિલાને આશ્રય આપ્યો અને તેમની સારી સંભાળ લઇ રહી છે. 40 વર્ષ પહેલાં રેલવે સ્ટેશન પર એક અનાથ મહિલા મળી હતી તેને આશ્રય આપનાર પોલીસને સલામ તો બને છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.