ETV Bharat / bharat

ભારત જી-7નો એક સ્વાભાવિક ભાગીદારઃ વડાપ્રધાન મોદી

author img

By

Published : Jun 14, 2021, 8:53 AM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જી7 સંમેલનમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ભાગ લીધો હતો, જેમાં તેમણે જણાવ્યું હતું કે, સરમુખ્ત્યારશાહી, આતંકવાદ, હિંસક ઉગ્રવાદ, ખોટી સૂચનાઓ અને આર્થિક જબરદસ્તીથી ઉત્પન્ન થયેલા વિવિધ ખતરાઓથી શેર કરેલા મૂલ્યોની રક્ષા કરવામાં ભારત જી-7નો એક સ્વાભાવિક ભાગીદાર છે.

ભારત જી-7નો એક સ્વાભાવિક ભાગીદારઃ વડાપ્રધાન મોદી
ભારત જી-7નો એક સ્વાભાવિક ભાગીદારઃ વડાપ્રધાન મોદી

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-7 સંમેલનમાં ઓનલાઈન જોડાયા
  • વડાપ્રધાને કહ્યું, ભારત જી-7નો એક સ્વાભાવિક ભાગીદાર છે
  • બ્રિટનના કાર્નવાલમાં યોજાયેલા જી-7 સંમેલનમાં મોદીએ લીધો ભાગ

નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ બ્રિટનના કાર્નવાલમાં યોજાયેલા જી-7 શિખર સંમેલનના સત્રને ડિજિટલ માધ્યમથી સંબોધિત કર્યું હતું. વિદેશ મંત્રાલયના જણાવ્યાનુસાર, જી-7 શિખર સંમેલન 'મુક્ત સમાજ અને મુક્ત અર્થવ્યવસ્થાઓ' સત્રમાં મોદીને પોતાના સંબોધનમાં લોકતંત્ર, વૈચારિક સ્વતંત્રતા અને સ્વાધિનતા પ્રત્યે ભારતની સભ્યાગત પ્રતિબદ્ધતાને રેખાંકિત કરી.

આ પણ વાંચો- PM Modi addresses G-7 Summit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વન અર્થ-વન હેલ્થનો મંત્ર આપ્યો

વડાપ્રધાને અનેક મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો

વડાપ્રધાને વધુમાં કહ્યું હતું કે, સૌથી મોટા લોકતંત્ર તરીકે ભારત સરમુખ્ત્યારશાહી, આતંકવાદ, હિંસક ઉગ્રવાદ, ખોટી સૂચનાઓ અને આર્થિક જબરદસ્તીથી ઉત્પન્ન થયેલા વિવિધ ખતરાઓથી શેર કરેલા મૂલ્યોની રક્ષા કરવામાં ભારત જી-7નો એક સ્વાભાવિક ભાગીદાર છે. વડાપ્રધાને આધાર, પ્રત્યક્ષ લાભાલાભ અને જન ધન આધાર મોબાઈલ ત્રણેયના માધ્યમથી ભારતમાં સામાજિક સમાવેશ અને સશક્તિકરણ પર ડિજિટલ પ્રોદ્યોગિકીઓને ક્રાન્તિકારી પ્રભાવને પણ રેખાંકિત કર્યા હતા.

આ પણ વાંચો- ચીન અને ભારત વચ્ચેના સંઘર્ષમાં પાકિસ્તાનની ભૂમિકા કેવી છે?

જી-7 સંમેલનમાં હાજર નેતાઓએ વડાપ્રધાનના વિચારોનું સન્માન કર્યુંઃ પી. હરિશ

વિદેશ મંત્રાલયમાં એડિશનલ સેક્રેટરી પી. હરિશે જણાવ્યું હતું કે, વડાપ્રધાને પોતાના સંબોધનમાં મુક્ત સમાજમાં સ્વાભાવિક સંવેદનશીલતાઓનો ઉલ્લેખ કર્યો હતો. આ સાથે જ પ્રૌદ્યોગિકી કંપનીઓ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મનું આહ્વાન કહ્યું હતું કે, તેઓ પોતાના ઉપયોગકર્તાઓ માટે સુરક્ષિત સાઈબરની ખાતરી આપે. સંમેલનમાં હાજરી અન્ય નેતાઓએ વડાપ્રધાનના વિચારોના વખાણ કર્યા હતા. પી. હરિશે કહ્યું હતું કે, જી-7 નેતાઓએ સ્વતંત્ર, મુક્ત અને નિયમ આધારિત હિન્દ-પ્રશાંત ક્ષેત્ર પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરી અને વિસ્તારમાં ભાગીદારોનો સહયોગ કરવાનો સંકલ્પ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.