ETV Bharat / bharat

દિલ્લીમાં ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓની બેઠક યોજાઈ

author img

By

Published : Feb 22, 2021, 5:55 PM IST

દિલ્લીમાં ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓની બેઠક યોજાઈ
દિલ્લીમાં ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓની બેઠક યોજાઈ

દિલ્લીમાં ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓની બેઠક યોજાઈ હતી જેમાં પ્રદેશ અધ્યક્ષો પાસેથી પાર્ટીના કામકાજનો પ્રત્યુત્તર માંગવામાં આવ્યો હતો. પરંતું આ બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ એકજુટ થવાનું આહવાન કર્યું હતું. આ ચર્ચામાં વડાપ્રધાન મોદીના ચાયના બહાને વસુંધરા રાજે અને સતીશ પૂનિયાની સાથે વાતચીત કરી હતી.

  • બેઠકમાં પ્રદેશ અધ્યક્ષો પાસેથી પાર્ટીના કામકાજનો પ્રત્યુત્તર માંગવામાં આવ્યો હતો
  • વડાપ્રધાન મોદીએ વસુંધરા રાજે અને સતીશ પૂનિયાની સાથે વાતચીત કરી
  • ભાજપના પ્રદેશ અધ્યક્ષ ડૉ. સતીશ પૂનિયાએ રાજસ્થાન ભાજપના કમકાજની વિગતો રાખી

નવી દિલ્લીઃ દિલ્લીમાં ભાજપના રાષ્ટ્રીય પદાધિકરીઓની મળેલી બેઠકમાં વાતચીત દરમિયાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ ડૉ. સતીશ પૂનિયાએ રાજસ્થાન ભાજપના કમકાજની વિગતો રાખી હતી. આ વિગતોમા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાની સામે રાખવામાં આવી. બેઠક દરમિયાન થયેલા બ્રેકમાં ચા પીવાના બહાને વડાપ્રધાન મોદીએ સતીશ પૂનિયા અને વસુંધરાધરા રાજે સાથે પણ ચર્ચા કરી હતી.

દરેક પ્રદેશમાં પાર્ટીની તરફથી થઈ રહેલા કામકાજનો પ્રત્યુત્તર લેવામાં આવ્યો

આમ તો આ બેઠકમાં તમામ પ્રદેશ અધ્યક્ષ અને સંગઠન મહામંત્રીની સામેલ થયા પરંતું રાજસ્થાનના લિહાજથી આ બેઠક બહુ મહત્વપૂર્ણ હોવાનું માનવામાં આવી રહ્યું હતું. પરંતું બેઠક દરમિયાન બધુ સામાન્ય જ રહ્યું હતું, દરેક પ્રદેશમાં પાર્ટીની તરફથી થઈ રહેલા કામકાજનો પ્રત્યુત્તર લેવામાં આવ્યો હતો. બેઠકમાં જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનું સંબોધન આપ્યું હતું તો જે. પી. નડ્ડાએ પણ તમામ પદાધિકારિઓને એકજુટ થઈને સાથે કામ કરવા માટે જણાવ્યું હતું.

મોદી અને નડ્ડાની સામે પ્રદેશ અધ્યક્ષને રાજ્ય મુજબ રિપોર્ટ રજૂ કર્યો

બેઠક દરમિયાન બપોરના 2.15 કલાકથી લઈને 3.45 કલાક સુધી મોદી અને નડ્ડાની સામે પ્રદેશ અધ્યક્ષને રાજ્ય મુજબ રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં રાજ્યો મુજબના સંગઠનની સંરચના અને કાર્ય યોજનાને લઈને જાણકારી આપી હતી. રાજસ્થાન ભાજપ પ્રદેશ અધ્યક્ષ ડૉ. સતીશ પૂનિયાએ રાજસ્થાન ભાજપના કાર્યોનો રિપોર્ટ રજૂ કર્યો હતો. તેમણે પ્રદેશમાં પાર્ટીની સંરચના, સેવા કાર્યો, પંચાયતીરાજ, સ્થાનિક ચૂંટણી અને આગામી એક્શન પ્લાન વિશે માહિતી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નડ્ડાએ રાજ્યની ટીમના કાર્યની પ્રશંસા કરી. જો કે, આ પહેલા પણ, બંને નેતાઓએ કોવિડ -19ના સમયગાળામાં વર્ચુઅલ માધ્યમ દ્વારા રાજસ્થાન ભાજપના સેવા કાર્યની પ્રશંસા કરી છે. આ બેઠકના માધ્યમથી પૂર્વ મુખ્યપ્રધાન વસુંધરા રાજે અને સતીષ પૂનીયા પણ ઘણા સમય પછી સામ-સામે આવ્યાં હતા. કાર્યક્રમ અંતર્ગત સાંજે રાજ્યોની જૂથવાર બેઠક પણ મળી હતી. આ બેઠકમાં રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા તમામ રાજ્યોને વિશેષ સૂચના આપવામાં આવી છે.

રાજસ્થાન જૂથવાદ અંગે ચર્ચા થવાની સંભાવના હતી

સામાન્ય નેતાને લઈને રાજસ્થાનમાં યુદ્ધ ચાલી રહ્યું છે. આ સંદર્ભે પણ હાઈકમાન્ડ દ્વારા નેતાઓને એકતા સાથે કામ કરવાના નિર્દેશ આપવાની સંભાવના રાખવામાં આવી હતી. પરંતુ મીટિંગમાં આવું કંઈ થયું નથી. આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રદેશ પ્રમુખ અને અન્ય રાજ્યોના સંગઠન મહામંત્રી પણ હાજર રહ્યાં હતા. આ પછી જ્યારે વિવિધ રાજ્યોની બેઠક મળી હતી, ત્યારે દરેક સભામાં 4 થી 5 રાજ્યોના અધ્યક્ષ અને સંગઠન મહામંત્રી તથા સંબંધિત પદાધિકારીઓ સાથે બેઠક યોજાતી હતી. આવી સ્થિતિમાં રાજ્યમાં પાર્ટી સાથે સંબંધિત કામની વિગતો જ લેવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.