ETV Bharat / bharat

શિલ્પા શેટ્ટી અને પતિ રાજ કુન્દ્રા સામે છેતરપિંડીનો કેસ, બાંદ્રા પોલીસે નોંધી FIR

author img

By

Published : Nov 14, 2021, 12:49 PM IST

અભિનેત્રી શિલ્પા શેટ્ટી (Shilpa Shetty), તેના પતિ રાજ કુન્દ્રા (Raj Kundra) અને કાશિફ ખાન વિરુદ્ધ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં (Bandra Police Station) કેસ નોંધવામાં આવ્યો છે. નીતિન બારાઈ નામના વ્યક્તિ દ્વારા છેતરપિંડી (Fraud Case) અને ધાકધમકીનો કેસ નોંધવામાં આવ્યો છે. ફરિયાદીએ આક્ષેપ કર્યો હતો કે, આરોપીઓએ તેમની સાથે 1 કરોડ 59 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે.

શિલ્પા શેટ્ટી અને પતિ રાજ કુન્દ્રા સામે છેતરપિંડીનો કેસ
શિલ્પા શેટ્ટી અને પતિ રાજ કુન્દ્રા સામે છેતરપિંડીનો કેસ

  • શિલ્પા શેટ્ટી ઇઅને તેના પતિ રાજ કુન્દ્રા વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
  • બાંદ્રા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો
  • 1 કરોડ 59 લાખ 27 હજાર રૂપિયાની છેતરપિંડીનો કેસ નોંધાયો

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) અને તેના પતિ રાજ કુન્દ્રા (Raj Kundra) વિરુદ્ધ મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો (Fraud Case) કેસ નોંધવામાં આવ્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, નીતિન બારાઈ નામના ફરિયાદીએ બાંદ્રા પોલીસને (Bandra Police Station) માહિતી આપતાં જણાવ્યું હતું કે, જુલાઈ 2014 થી અત્યાર સુધી મેસર્સ SFL પ્રાઈવેટ કંપનીના ડિરેક્ટર્સ, શિલ્પા શેટ્ટી, રાજ કુન્દ્રા, કાશિફ ખાન, દર્શિત શાહ અને તેમના સહયોગીઓએ છેતરપિંડી કરી છે.

શિલ્પા શેટ્ટી અને પતિ રાજ કુન્દ્રા સામે છેતરપિંડીનો કેસ
શિલ્પા શેટ્ટી અને પતિ રાજ કુન્દ્રા સામે છેતરપિંડીનો કેસ

1.59 કરોડથી વધુની છેતરપિંડી

બારાઈએ પોલીસને જણાવ્યું હતું કે, તેને કહેવામાં આવ્યું હતું કે જો તે તેની કંપનીની ફ્રેન્ચાઈઝી (Company franchise ) લઈને પુણેના કોરેગાંવ વિસ્તારમાં સ્પા અને જીમ ખોલે તો ઘણો ફાયદો થશે. આ બાદ બારાઈને 1 કરોડ 59 લાખ 27 હજાર રૂપિયાનું રોકાણ કરાવવામાં આવ્યું, ત્યારબાદ આરોપીએ બારાઈના પૈસા પોતાના ફાયદા માટે વાપર્યા અને જ્યારે તેણે તેના પૈસા પાછા માંગ્યા તો તેને ધમકી આપવામાં આવી હતી.

પોલીસ દ્વારા કરવામાં આવશે તપાસ

બરાઈની ફરિયાદ બાદ બાંદ્રા પોલીસે શિલ્પા શેટ્ટી, રાજ કુન્દ્રા અને અન્ય આરોપીઓ (fraud case section) વિરુદ્ધ IPCની કલમ 406, 409, 420, 506, 34 અને 120 (બી) હેઠળ કેસ નોંધ્યો અને તપાસ શરૂ કરી છે. મુંબઈ પોલીસ પણ જલ્દી જ આ કેસમાં આરોપીઓની પૂછપરછ કરી શકે છે, રાજ કુન્દ્રા, શિલ્પા શેટ્ટીનો પક્ષ જાણવા પોલીસ જલ્દી જ તેમનો સંપર્ક કરી શકે છે.

આ પણ વાંચો:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.