ETV Bharat / bharat

મુંબઈમાં કોરોના બ્લાસ્ટ : 29 MBBS વિદ્યાર્થીઓ થયા સંક્રમિત, 27એ લીધા હતા રસીના બન્ને ડોઝ

author img

By

Published : Sep 30, 2021, 5:09 PM IST

Updated : Sep 30, 2021, 9:35 PM IST

મુંબઈની KEM મેડિકલ કોલેજ(KEM and Seth GS Medical College )માં 29 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત (Corona Positive) હોવાનું બહાર આવ્યું છે. આમાંથી 27 વિદ્યાર્થીઓએ રસીના બન્ને ડોઝ લીધા છે. આ ઉપરાંત, બે વિદ્યાર્થીઓને સેવન હિલ્સ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા અને બાકીનાને ક્વોરન્ટાઇન (Corona Cases In Maharashtra ) રાખવામાં આવ્યા છે.

29 students tested positive corona in Mumbai
29 students tested positive corona in Mumbai

  • KEM અને શેઠ GS મેડિકલ કોલેજમાં 29 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ
  • કોલેજના 27 વિદ્યાર્થીઓએ કોરોના રસીના બન્ને ડોઝ લીધા હતા
  • બે વિદ્યાર્થીઓને સેવન હિલ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા

મુંબઈ, મહારાષ્ટ્ર : KEM અને શેઠ GS મેડિકલ કોલેજ(KEM and Seth GS Medical College )માં અભ્યાસ કરતા 29 MBBS વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ (Corona Positive) હોવાનું સામે આવ્યું છે. 29 માંથી 23 વિદ્યાર્થીઓ બીજા વર્ષમાં અને 6 વિદ્યાર્થીઓ પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. 29 વિદ્યાર્થીઓ પૈકી 27 વિદ્યાર્થીઓએ કોરોના રસી(Corona Vaccine)ના બન્ને ડોઝ લીધા હતા.

હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા

અધિકારીએ માહિતી આપી હતી કે, બે વિદ્યાર્થીઓને સેવન હિલ્સ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય વિદ્યાર્થીઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. આ તમામ વિદ્યાર્થીઓ કેવી રીતે કોરોનીની પકડમાં આવ્યા તેની તપાસ કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્રના થાણેમાં કોરોના વાઇરસના 315 નવા કેસ નોંધાયા બાદ જિલ્લામાં સંક્રમણના કેસ વધીને 5,59,110 થઈ ગયા છે.

મુંબઈમાં બ્રેકથ્રુ ઈન્ફેક્શન પર સર્વે કરાયો

બ્રેકથ્રુ ઇન્ફેક્શન પર સર્વે રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, મુંબઈમાં લગભગ 25 લાખ લોકોએ બન્ને ડોઝ લીધા છે, પરંતુ આમાંથી 7,057 લોકો કોરોનાથી પણ સંક્રમિત થઈ ચૂક્યા છે. BMC ટાસ્ક ફોર્સે કહ્યું કે, જેઓ બન્ને રસીઓ લઈ રહ્યા છે, તેઓને કોરોના થઈ રહ્યો છે, તેમને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે, પરંતુ તેમને ઓક્સિજન અથવા ખૂબ ભારે દવાઓની જરૂર નથી. રસીના બન્ને ડોઝ લીધા બાદ 7,057 લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા. આમાંથી 52 ટકા લોકો 60 વર્ષથી વધુ ઉંમરના છે.

આ પણ વાંચો:

Last Updated :Sep 30, 2021, 9:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.