ETV Bharat / bharat

2024ની ચૂંટણીને લઈને 19 વિપક્ષી દળોના નેતાઓએ યોજી બેઠક, જાણો કોણે શું કહ્યું...

author img

By

Published : Aug 20, 2021, 7:40 PM IST

પેગાસસ જાસૂસી, કૃષિ કાયદાઓ સહિતના અન્ય મુદ્દાઓને લઈને ભાજપ સરકારને ઘેરવાની કોશિશમાં લાગેલી કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓએ ફરી એક વખત બેઠક યોજી હતી. આ બેઠકમાં 19 વિપક્ષી પાર્ટીઓના નેતા હાજર રહ્યા હતા. બેઠકમાં આમ આદમી પાર્ટીને આમંત્રણ અપાયું ન હતું, જ્યારે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી પણ આ બેઠકમાં જોડાઈ ન હતી. બેઠકમાં 2024 લોકસભા ચૂંટણીને લઈને વિપક્ષી એકતા માટે એક વ્યવસ્થિત યોજના બનાવવા પર ચર્ચા કરવામાં આવી હતી.

2024ની ચૂંટણીને લઈને 19 વિપક્ષી દળોના નેતાઓએ યોજી બેઠક
2024ની ચૂંટણીને લઈને 19 વિપક્ષી દળોના નેતાઓએ યોજી બેઠક

  • કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના નેતૃત્વમાં યોજાઈ બેઠક
  • 19 વિપક્ષી દળોના નેતાઓ બેઠકમાં હાજર
  • સ.પા. અને બ.સ.પા. ના નેતાઓ રહ્યા ગેરહાજર

નવી દિલ્હી: સોનિયા ગાંધીના નેતૃત્વમાં વિપક્ષી પાર્ટીના નેતાઓની બેઠક યોજાઈ હતી. સૂત્રો કહે છે કે સોનિયા ગાંધી દેશને સામનો કરી રહેલા મુખ્ય મુદ્દાઓ પર વિપક્ષી દળો સાથે સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને આ પ્રયાસ હેઠળ આ બેઠક બોલાવવામાં આવી હતી.

સરકારની વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવાની અનિચ્છાએ સત્ર વ્યર્થ ગયું

વિપક્ષી દળોની બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, વિપક્ષની એકતા સંસદમાં આત્મવિશ્વાસ ધરાવે છે, પરંતુ તેની બહાર એક મોટી રાજકીય લડાઈ લડવી પડશે. તેમણે કહ્યું કે પેગાસસ જાસૂસી મુદ્દે ચર્ચા કરવા માટે સરકારની અનિચ્છાને કારણે સંસદનું ચોમાસુ સત્ર સંપૂર્ણપણે વ્યર્થ ગયું. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના મતે, અંતિમ લક્ષ્ય 2024 ની લોકસભાની ચૂંટણી છે, સ્વતંત્રતા ચળવળના મૂલ્યોમાં વિશ્વાસ ધરાવતી સરકાર આપવા માટે વ્યવસ્થિત આયોજન કરવું પડશે.

બ.સ.પા. અને સ.પા. ઉપસ્થિત ન રહ્યા

અગાઉ, બહુજન સમાજ પાર્ટી (બસપા) સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી રાજસ્થાનમાં તેમના ધારાસભ્યોને તોડવા માંગે છે, તેથી કોંગ્રેસે એવી અપેક્ષા ન રાખવી જોઈએ કે બસપા વિપક્ષી એકતાના કોંગ્રેસના નેતૃત્વના પ્રયાસોમાં જોડાશે. સમાજવાદી પાર્ટી (સપા) પણ બેઠકમાં હાજર રહી ન હતી.

કુલ 19 પાર્ટીઓના નેતા રહ્યા ઉપસ્થિત

આ બેઠકમાં પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહ, પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી, ઝારખંડના મુખ્યપ્રધાન હેમંત સોરેન, જમ્મુ -કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તીએ હાજરી આપી હતી. આ બેઠકમાં કોંગ્રેસ ઉપરાંત 18 પક્ષોના નેતાઓએ હાજરી આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.