ETV Bharat / bharat

અફઘાનિસ્તાનથી ભારત પરત આવેલા 78 લોકોમાંથી 16 લોકો કોરોના પોઝિટિવ

author img

By

Published : Aug 25, 2021, 10:17 AM IST

મંગળવારના રોજ અફઘાનિસ્તાનથી ભારત પરત આવેલા 78 લોકોમાંથી 16 લોકો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે તેના સ્વાગત માટે કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પુરી, ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી દુષ્યંત ગૌતમ, વિદેશ રાજ્યપ્રધાન વી મુરલીધરન અને રાષ્ટ્રીય પ્રવક્તા સરદાર આર. પી. સિંહ એરપોર્ટ પર પહોંચ્યા હતા. જેથી તેઓ કોરોના પોઝિટિવ લોકોના સંપર્કમાં આવતા તેમને ક્વોરેન્ટાઇન રહેવાની સૂચના આપવામાં આવી છે.

અફઘાનિસ્તાનથી ભારત પરત આવેલા 78 લોકોમાંથી 16 લોકો કોરોના પોઝિટિવ
અફઘાનિસ્તાનથી ભારત પરત આવેલા 78 લોકોમાંથી 16 લોકો કોરોના પોઝિટિવ

  • અફઘાનિસ્તાનથીદિલ્હી આવેલા લોકોનું કરવામાં આવ્યું કોરોના પરિક્ષણ
  • અફઘાનિસ્તાનથી ભારત આવેલા 78 લોકોમાંથી 16 લોકો કોવિડ પોઝિટિવ
  • કાબુલથી ઇતિહાસિક અને હસ્તલિખિત ગુરુ ગ્રંથ સાહિબના ત્રણેય સ્વરૂપો લાવ્યા

નવી દિલ્હી: અફઘાનિસ્તાનથી મંગળવારના રોજ દિલ્હી આવેલા 78 લોકોમાંથી 16 લોકો કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આ તમામ લોકો મંગળવારના રોજ બપોરે 12 વાગ્યાની આસપાસ દિલ્હી એરપોર્ટ પર આવ્યા હતા. જ્યાં દરેકની તપાસ કરવામાં આવી હતી. જેઓ કોવિડ પોઝિટિવ આવ્યા હતા, તેમાં એવા ત્રણ લોકો છે જે કાબુલથી ઇતિહાસિક અને હસ્તલિખિત ગુરુ ગ્રંથ સાહિબના ત્રણેય સ્વરૂપો લાવ્યા હતા.

આ પણ વાંચો: શ્રી ગુરુ ગ્રંથ સાહિબજીને લઇ 78 લોકો કાબુલથી ભારત પહોંચ્ચા, કેન્દ્રીય પ્રધાન હરદીપ પુરીએ કર્યા રિસીવ

સ્વાગત કરવા પહોંચેલા નેતાઓને ક્વોરેન્ટાઇની અપાઇ સૂચના

આ બધાને આવકારવા માટે કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પુરી, ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી દુષ્યંત ગૌતમ, વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરન અને રાષ્ટ્રીય પ્રવક્તા સરદાર આર. પી. સિંહ દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યા હતા. દરેકને ક્વોરેન્ટાઇનમાં રહેવાની સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો: ગુરુ ગ્રંથ સાહેબ જીને લઈને આઈએએફ વિમાન કાબુલથી ભારત માટે રવાના થયું

ભારત 16 લોકો પોઝિટિવ

અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયો, હિન્દુઓ અને શીખો જે અહીં આવવા માગે છે. તેમને લાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. અહીં પરત આવતાં એરપોર્ટ પર દરેકનો કોવિડ ટેસ્ટ કરવામાં આવે છે. મંગળવારના રોજ પણ પરત આવેલા લોકોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં 16 લોકો પોઝિટિવ મળી આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.