ETV Bharat / bharat

Andhra Pradesh Crime: વિશાખાપટ્ટનમમાં 14 વર્ષની સગીરા પર સામુહિક બળાત્કાર

author img

By

Published : Jul 10, 2023, 3:30 PM IST

વિશાખાપટ્ટનમમાં 14 વર્ષની બાળકી સાથે ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે સ્કૂલ એટેન્ડન્ટ વિદ્યાર્થિનીને ધમકાવીને ઘણા સમયથી રેપ કરી રહ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી તેના સાથીદારોની શોધખોળ હાથ ધરી છે.

Etv Bharat
Etv Bharat

વિશાખાપટ્ટનમઃ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં એક સગીરા સાથે ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. પીડિતાના પરિવારની ફરિયાદના આધારે પોલીસે આરોપી શાળાના પરિચારકની ધરપકડ કરી છે. આરોપી છેલ્લા કેટલાક સમયથી યુવતીને ખોટું બોલીને અને ધમકી આપીને બળાત્કાર કરતો હતો. આ ઘટના શહેરમાં ચર્ચાનો વિષય બની છે.

સગીરાને ખોટું બોલીને બળાત્કાર: પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર યુવતીના પિતાએ 6 જૂને એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે પીડિતાના પિતા તેની પત્ની અને 14 વર્ષની પુત્રી સાથે વિશાખાપટ્ટનમના એક એપાર્ટમેન્ટમાં રહે છે. આરોપી સત્ય રાવ પણ એ જ ફ્લોર પર રહે છે અને તે જ સ્કૂલમાં એટેન્ડન્ટ તરીકે કામ કરે છે જ્યાં છોકરી ભણે છે. આરોપી છેલ્લા કેટલાક સમયથી સગીરાને ખોટું બોલીને બળાત્કાર ગુજારતો હતો.

આરોપી વિરુદ્ધ ફરિયાદ: આરોપીએ તેના બળાત્કારની તસવીરો અને વીડિયો બનાવ્યો હતો અને તેને કોઈને ન કહેવાની ધમકી આપતો હતો. તેણે તેના ચાર મિત્રોને પણ સામેલ કર્યા હતા. બીજી તરફ શાળાના પ્રિન્સિપાલે પીડિતાની માતાને કહ્યું કે તેની પુત્રી શાળામાં ઉદાસ રહે છે અને અભ્યાસમાં તેનું પ્રદર્શન સારું નથી. ત્યારબાદ માતાએ બાળકીને વારંવાર આ વિશે પૂછ્યું તો તેણે સત્ય કહ્યું. બાળકીને કેજીએચમાં સારવાર આપવામાં આવી હતી. સ્વસ્થ થયા પછી તેણીએ તેની સાથે થયેલા જાતીય સતામણી વિશે પોલીસને જાણ કરી અને આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.

ગેંગ રેપ અને પોક્સો હેઠળ કેસ: પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર પીડિતાના પિતાની ફરિયાદના આધારે ગેંગ રેપ અને પોક્સો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. તેના મિત્રોની પણ પોલીસે અટકાયત કરી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે. પોલીસે સત્ય રાવના તમામ સહયોગીઓની ઓળખ ગુપ્ત રાખી છે. તેની વિગતો પણ FIRમાં સામેલ કરવામાં આવી નથી.

  1. ઉત્તર પ્રદેશઃ સામુહિક દુષ્કર્મના કેસના આરોપીઓને 20 વર્ષની કેદ સહિત 50 હજારનો દંડ
  2. Maharashtra Crime: સતારામાં આદિવાસી મહિલાએ 11 લોકો પર સામુહિક દુષ્કર્મનો આરોપ લગાવ્યો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.