ETV Bharat / bharat

ભારત અને ચીન વચ્ચે કોર્પ્સ કમાન્ડર મંત્રણાનો 12મો રાઉન્ડ 9 કલાક સુધી ચાલ્યો, ગોગરા-હોટ સ્પ્રિંગ પર ચર્ચા

author img

By

Published : Aug 1, 2021, 8:12 AM IST

ગયા વર્ષે એપ્રિલથી પૂર્વ લદ્દાખમાં લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારત અને ચીન વચ્ચે કોર્પ્સ કમાન્ડર સ્તરની વાતચીત થઈ હતી. બંને દેશોના સૈન્ય અધિકારીઓ વચ્ચે વાતચીતનો આ 12મો રાઉન્ડ હતો.

ભારત
ભારત

  • ભારત અને ચીન વચ્ચે કોર્પ્સ કમાન્ડર સ્તરની 12માં રાઉન્ડની વાતચીત
  • સાંજે 7:30 વાગ્યે બેઠક સમાપ્ત થઈ
  • સેક્ટરમાં ચાલી રહેલા લશ્કરી વિવાદને ઉકેલવાના મુદ્દાઓ પર ચર્ચા

નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે કોર્પ્સ કમાન્ડર સ્તરની 12માં રાઉન્ડની વાતચીત વાસ્તવિક નિયંત્રણ રેખાની ચીની પક્ષના ઓલ્ડીમાં થઈ હતી. સાંજે 7:30 વાગ્યે બેઠક સમાપ્ત થઈ. સેનાના સૂત્રો પાસેથી પ્રાપ્ત સમાચાર અનુસાર, નવ કલાક સુધી ચાલેલી બેઠકમાં બંને પક્ષોએ પૂર્વ લદ્દાખ સેક્ટરમાં ચાલી રહેલા લશ્કરી વિવાદને ઉકેલવાના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

ભારત અને ચીન વચ્ચે કોર્પ્સ કમાન્ડર સ્તરની વાતચીત થઈ

ગયા વર્ષે એપ્રિલથી પૂર્વી લદ્દાખની લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારત અને ચીન વચ્ચે કોર્પ્સ કમાન્ડર સ્તરની વાતચીત થઈ હતી. બંને દેશોના સૈન્ય અધિકારીઓ વચ્ચે વાતચીતનો આ 12 મો રાઉન્ડ હતો. નવ કલાક ચાલેલી મેરેથોન બેઠકમાં તણાવ ઓછો કરવા મંત્રણા કરવામાં આવી હતી. તાજેતરમાં ચીને LAC વિવાદને સમાપ્ત કરવા માટે 26 જુલાઈએ મંત્રણા કરવાનું સૂચન કર્યું હતુ. જે ભારતે કારગીલ વિજય દિવસને કારણે નકારી કાઢયું હતું. બાદમાં વાતચીત માટે 31 જુલાઈની તારીખ નક્કી કરવામાં આવી હતી.

આ પણ વાંચો: India China LAC Dispute : આજે યોજાશે કોર કમાન્ડર સ્તરીય બેઠક

છેલ્લા એપ્રિલથી LAC પર બંને દેશો વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ

છેલ્લા એપ્રિલથી LAC પર બંને દેશો વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ છે. જોકે, અનેક મંત્રણાઓ પછી પરિસ્થિતિમાં થોડો સુધારો થયો છે, પરંતુ હજુ પણ ગોગરા સહિત ઘણા એવા મુદ્દાઓ છે. જ્યાં બંને દેશોની સેના સામ સામે છે. ગયા વર્ષે જૂનમાં ગલવાન ખીણમાં હિંસક અથડામણ થઈ હતી. જેમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા હતા. તેમજ ચીનના ઘણા સૈનિકો પણ માર્યા ગયા હતા.

આ પણ વાંચો: ભારત અને ચીન વચ્ચે વણસેલા સંબંધોને લઈને કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કરતા અનેક સવાલો કર્યા

શી જિનપિંગે 23 જુલાઈએ તિબેટીયન શહેર નિંગચીની મુલાકાત લીધી હતી

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે 23 જુલાઈના રોજ અરુણાચલ પ્રદેશની સરહદે આવેલા તિબેટીયન શહેર નિંગચીની મુલાકાત લીધી હતી. જિનપિંગ લતામાં દલાઈ લામાના સત્તાવાર નિવાસસ્થાન પોટાલા પેલેસ નજીક દેખાયા. એક દાયકામાં તિબેટની રાજધાનીની આ તેમની પ્રથમ મુલાકાત હતી. નિંગચી અને લ્હાસાની ત્રણ દિવસની અચાનક મુલાકાત ભારતે ચિંતા સાથે જોવી જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.