ETV Bharat / assembly-elections

ચૂંટણીનો બીજો તબક્કો ક્રિમિનલ રેકોર્ડ ધરાવતાં ઉમેદવારોથી ભરપૂર, 19 રેડ એલર્ટ મતક્ષેત્ર

author img

By

Published : Nov 28, 2022, 8:11 PM IST

Updated : Nov 28, 2022, 9:54 PM IST

ગુજરાત ઈલેક્શન વૉચ ( Gujarat Election Watch ) અને એડીઆર દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022)ના બીજા તબક્કાની ચૂંટણી ( Second Phase Poll ) લડી રહેલા 833 ઉમેદવારોના સોંગદનામાનું વિશ્લેષણ ( ADR Survey on Criminal Record Candidates ) રજૂ કર્યું છે. ઈ ટીવી ભારતનો વિશેષ રીપોર્ટ.

ચૂંટણીનો બીજો તબક્કો ક્રિમિનલ રેકોર્ડ ધરાવતાં ઉમેદવારોથી ભરપૂર, 19 રેડ એલર્ટ મતક્ષેત્ર
ચૂંટણીનો બીજો તબક્કો ક્રિમિનલ રેકોર્ડ ધરાવતાં ઉમેદવારોથી ભરપૂર, 19 રેડ એલર્ટ મતક્ષેત્ર

અમદાવાદ ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022) ના બીજા તબક્કાની 93 વિધાનસભા બેઠકનું મતદાન ( Second Phase Poll ) 5 ડિસેમ્બરે થશે. જેમાં કુલ 833 ઉમદવારોએ ઉમેદવારી નોંધાવી હતી અને આજે ગુજરાત ઈલેક્શન વૉચ ( Gujarat Election Watch ) એડીઆર દ્વારા ઉમેદવારોના સોંગદનામાનું વિશ્લેષણ ( ADR Survey on Criminal Record Candidates ) કર્યું છે.

20 ટકા ઉમેદવારો ક્રિમિનલ રેકોર્ડ ધરાવે છે બીજા તબક્કામાં ચૂંટણી લડતાં કુલ 833 ઉમેદવારોમાંથી 163(20 ટકા) ઉમેદવારો ગુનાઓ ધરાવે છે. એવું એમના સોંગદનામામાં જણાવ્યું છે કે 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં ઉભા રહેલા 822 ઉમેદવારોમાંથી 101(12 ટકા) ઉમેદવારો ગુનાઈત ઈતિહાસ ધરાવતા હતાં. એટલે કે 2022ની વિધાનસભા ચૂંટણીમાં ગુનો દાખલ થયલા વધુ ઉમેદવારો ચૂંટણી ( ADR Survey on Criminal Record Candidates )લડી રહ્યા છે.

બીજા તબક્કાના ઉમેદવારોના ક્રિમિનલ રેકોર્ડ ચૂંટણી લડી રહેલા ઉમેદવારોની ગત ચૂંટણીના આંકડાઓ સાથે સરખામણી કરીએ તો જણાય છે કે 2022માં ( Gujarat Assembly Election 2022) 833માંથી 163 ઉમેદવારો સામે ક્રિમિનલ કેસ ( Candidates with serious crime ) છે જ્યારે 2017માં 822માંથી 101 ઉમેદવારો સામે ક્રિમિનલ કેસ હતાં. 2022માં 163માંથી 92 ઉમેદવાર સામે ગંભીર ગુના નોંધાયેલા હતાં જ્યારે 2017માં 101માંથી 64 ઉમદવાર સામે ગંભીર ગુના દાખલ થયેલાં હતાં.

11 ટકા ઉમેદવાર સામે ગંભીર પ્રકારના ગુનાઓ દાખલ થયેલા છે
11 ટકા ઉમેદવાર સામે ગંભીર પ્રકારના ગુનાઓ દાખલ થયેલા છે

ગંભીર ગુનાવાળા ઉમેદવારો બીજુ સર્વેક્ષણ ( ADR Survey on Criminal Record Candidates )એવું છે કે કુલ 163 ગુનાઈતિ ઈતિહાસ ધરાવતાં ઉમેદવારોમાંથી 92(11 ટકા) સામે ગંભીર પ્રકારના ગુનાઓ દાખલ થયેલા છે. 2017માં આ સંખ્યા 64(8 ટકા) હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગંભીર ગુનાઓ એટલે કે 5 વર્ષ કે તેથી વધુ સજા થઈ શકે તેવા ગુનાઓ, નોન બેલેબલ ગુનાઓ, ચૂંટણીને લગતાં ગુનાઓ, આઈપીસી 171 ઈ, લાંચ રૂશ્વત, સરકારી તિજોરીને નુકસાન થાય તેવા ગુનાઓ, લોકપ્રતિનિધિત્વ ધારા અંતર્ગત ગુનાઓ, લાંચ રૂશ્વત પ્રતિબંધક ધારો અને મહિલાઓ સામેના ગુનાઓનો સમાવેશ થાય છે.

પક્ષવાર સ્થિતિ જોઈએ પક્ષ પ્રમાણે ગુનાઈત ઈતિહાસ ધરાવતા ઉમેદવારોની સંખ્યા પર નજર ( ADR Survey on Criminal Record Candidates )કરીએ તો મુખ્ય પક્ષોમાં કોંગ્રેસ પક્ષના કુલ 90 ઉમેદવારોમાંથી 29(32 ટકા) ઉમેદવારોએ તેમની સામે ગુના છે( Party wise Candidates with serious crime ) એવું સોંગદનામામાં જણાવ્યું છે. તેમજ આમ આદમી પાર્ટીના કુલ 93 ઉમેદવારોમાંથી 29 (31 ટકા) ઉમેદવારોની સામે ગુનાઓ દાખલ થયેલા છે. અને ભારતીય જનતા પાર્ટીના કુલ 93 ઉમેદવારોમાંથી 18(19 ટકા) ઉમેદવારો સામે ગુના દાખલ ( Gujarat Assembly Election 2022) થયેલા છે. વધુમાં ભારતીય ટ્રાયબલ પાર્ટી(બીટીપી)ના કુલ 12 ઉમેદવારો પૈકી 4(33 ટકા) ઉમેદવારો ગુનાઈત ઈતિહાસ ધરાવે છે.

પક્ષવાર ગંભીર ગુના ગંભીર ગુનાવાળા પક્ષવાર ઉમેદવારો જોઈએ તો આમ આદમી પાર્ટીના કુલ 29 ગુનાવાળા ઉમેદવારોમાંથી 17(18 ટકા) ગંભીર ગુના દાખલ થયેલા છે. ભાજપના કુલ 18 ગુનાવાળા ઉમેદવારોમાંથી 14(15 ટકા) સામે ગંભીર પ્રકારનો ગુનો ધરાવે છે. કોંગ્રેસના 29 ગુનાવાળા ઉમેદવારોમાંથી 10(11 ટકા) ગંભીર ગુનો ધરાવે છે. તેવી જ રીતે બીટીપીના કુલ 4 ગુનાવાળા ઉમેદવારોમાંથી એક(8 ટકા) સામે ગંભીર ગુનો નોંધાયેલ ( ADR Survey on Criminal Record Candidates )છે.

મહિલાઓ સામેના ગુના મહિલાઓ સામેના ગુનાઓ ધરાવતા ઉમેદવારોની સંખ્યા જોઈએ તો કુલ 9 ઉમેદવારની મહિલાઓ સામે અત્યાચારના ગુનાઓ દાખલ થયેલા છે. તેમાંના એક ઉમેદવાર પર બળાત્કારને લગતો ગુનો(આઈપીસી 376) દાખલ થયેલ છે.

હત્યાના ગુનાની કલમ હત્યાને લગતા ગુનાની વાત કરીએ તો બે ઉમેદવારો સામે આઈપીસી 302 મુજબ ગુનો દાખલ થયેલ છે. જ્યારે 8 ઉમેદવાર સામે આઈપીસી 307 મુજબ ગુનાઓ દાખલ ( ADR Survey on Criminal Record Candidates ) થયેલા છે.

રેડ એલર્ટ મતક્ષેત્ર 93 વિધાનસભા બેઠકમાંથી 19(23 ટકા) રેડ એલર્ટ મતક્ષેત્રો ( Red Alert Constituency ) છે. એટલે કે 3થી વધુ ઉમેદવારો ગુનાઈત ઈતિહાસ ધરાવે છે. 2017માં બીજા તબક્કાની ચૂંટણીમાં રેડ એલર્ટ મતક્ષેત્રોની સંખ્યા 12(13 ટકા) હતી. રેડ એલર્ટ મતક્ષેત્રને તમામ 19 જિલ્લાવાર વિધાનસભા બેઠક પર ક્રિમિનલ કેસવાળા ઉમેદવારની સંખ્યાના આંકડા પણ જોઇએ.અમદાવાદ જમાલપુર ખાડિયા 6, પાટણ પાટણ 6, અમદાવાદ સાણંદ 6, આણંદ ઉમરેઠ 5, બનાસકાંઠા થરાદ 4, અમદાવાદ ઠક્કરબાપા નગર 4, અમદાવાદ દાણીલીમડા 4, બનાસકાંઠા ધાનેરા 4, અમદાવાદ બાપુનગર 4, આણંદ આણંદ 4, છોટા ઉદેપુર જેતપુર 4, અમદાવાદ એલિસબ્રિજ 4, વડોદરા અકોટા 3, આણંદ બોરસદ 3, અમદાવાદ વેજલપુર 3, અમદાવાદ અસારવા 3, મહેસાણા મહેસાણા 3, પંચમહાલ હાલોલ 3 અને ગાંધીનગર કલોલ 3.

રાજકીય પક્ષોએ જૂની પદ્ધતિથી જ ટિકિટ આપી છે પંક્તિ જોગ એડીઆરના સ્ટેટ કોઓર્ડિનેટર પંક્તિ જોગે ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના નિર્દેશની રાજકીય પક્ષો પર ખાસ અસર પડી નથી. બીજા તબક્કાના 833 ઉમેદવારોમાંથી 20 ટકા ઉમેદવારો ગુનાઈત ઈતિહાસ ( ADR Survey on Criminal Record Candidates ) ધરાવે છે. એટલે કે રાજકીય પક્ષોએ જૂની પદ્ધિતિથી જ ટિકિટ આપવાનું ચાલુ રાખ્યું છે. મુખ્યપક્ષોમાં 19 ટકાથી માંડીને 33 ટકા સુધીના ઉમેદવારો પર ગુના દાખલ થયેલા છે, તેમને ટિકિટ આપી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે પક્ષોએ ગુનાઈત ઈતિહાસવાળાને કેમ ટિકિટ આપી તેના કારણો કહેવા પડશે. તેમાં માત્ર જીતવાની શકયતા છે એ કારણ દર્શાવી ન શકાય. પણ મોટા ભાગના સોંગદનામામાં યોગ્ય કારણો રજૂ થયાં નથી.

ચૂંટણી સુધારામાં કોઈને રસ નથી સી-7 ફોર્મમાં દર્શાવેલા કારણો પર નજર ( Gujarat Assembly Election 2022) કરીએ તો સારુ કામ કર્યું છે, કેસિસ રાજકીય અદાવતથી કરાયા છે, ગંભીર ગુનાઓ નથી, ઉમેદવારની સ્વીકૃતિ છે, વગેરે કારણો દર્શાવ્યા છે. આ કારણો પાયાવગરના છે તેમ એડીઆરે તેમના અહેવાલમાં ( ADR Survey on Criminal Record Candidates )ટાંકયું છે. રાજકીય પક્ષોને રાજકારણમાં સ્વચ્છ છબીવાળા ઉમેદાવારો આવે તે પ્રકારના સુધારામાં રસ નથી ( Electoral Reforms ) એ આ આંકડા પરથી સ્પષ્ટ થાય છે.

Last Updated : Nov 28, 2022, 9:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.