ETV Bharat / assembly-elections

અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો નરોડાથી ચાંદખેડા સુઘીનો રોડ શો

author img

By

Published : Dec 1, 2022, 6:47 PM IST

અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો 32 કિ.મી. લાંબા રોડ શોમાં લોકો હાથ હલાવી PM મોદીનું અભિવાદન કરી રહ્યા હતા. ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પીએમ મોદીએ અત્યાર સુધીમાં 20 રેલીઓ કરી છે.

અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો નરોડાથી ચાંદખેડા સુઘીનો રોડ શો
અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો નરોડાથી ચાંદખેડા સુઘીનો રોડ શો

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજા તબક્કાનો પ્રચાર કરવા ફરી ગુજરાત આવી ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમદાવાદમાં ભવ્ય રોડ શૉ ચાલી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતની જેમ જ અમદાવાદમાં પણ દમદાર પ્રચાર કરી રહ્યા છે. આજે સાંજે 5 વાગે રોડ શૉ શરૂ થયો છે. નરોડાથી શરૂ કરીને ચાંદખેડા સુધી રોડ શૉ ચાલશે. અમદાવાદ શહેરની તમામ બેઠક આવરી લેવાય એ રીતે PMના રોડ શૉનું (PM Modi road show at ahmadabad) આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો નરોડાથી ચાંદખેડા સુઘીનો રોડ શો

સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પ અર્પણ: વડાપ્રધાનને જોવા માટે મોદીના ફોટો સાથે પ્લે કાર્ડ લઇને લોકો પહોંચ્યા છે. ત્યારે મોદીનો રોડ શો કૃષ્ણનગર ચાર રસ્તાથી હીરાવાડી તરફ પહોંચ્યો છે. ત્યારે હીરાવાડીથી બાપુનગર તરફ સ્પીડમાં રોડ શો આગળ વધી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્યામશિખર ચાર રસ્તા પહોંચ્યા હતા, જ્યાં તેમણે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પ અર્પણ કર્યા હતા.

PMનો કાર્યક્રમ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજા તબક્કા માટે પ્રચાર કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદ, પંચમહાલના કલોલ, છોટા ઉદેપુરના બોડેલી, સાબરકાંઠાના હિંમતનગરમાં રેલી કરી. આવતી કાલે 2 ડિસેમ્બરે વડાપ્રધાન મોદી બનાસકાંઠાના કનકરાજ, પાટણ, સોજિત્રા અને અમદાવાદમાં જાહેરસભાઓ કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શોનો રૂટ: નરોડા ગામ- બેઠક -નરોડા પાટિયા સર્કલ - કૃષ્ણનગર ચાર રસ્તા હીરાવાડી -સુહાના રેસ્ટોરન્ટ- શ્યામ શિખર ચાર રસ્તા - બાપુનગર ચાર રસ્તા- ખોડિયારનગર - BRTS રૂટ વિરાટનગર - સોનીની ચાલી- રાજેન્દ્ર ચાર રસ્તા -રબારી કોલોની- CTM થી જમણી બાજુ - હાટકેશ્વર ચાર રસ્તા- ખોખરા સર્કલ- અનુપમ બ્રિજ- પંડિત દિન દયાલ ઉપાધ્યાય પ્રતિમા - ફૂટબોલ ગ્રાઉન્ડ- ભુલાભાઈ ચાર રસ્તા- ડાબી બાજુ- શાહ - આલમ ટોલનાકા - દાણીલીમડા ચાર રસ્તા- મંગલ વિકાસ ચાર રસ્તા- ખોડિયારનગર બહેરામપુરા- ચંદ્રનગર - ધરણીધર ચાર રસ્તા- જીવરાજપાર્ક ચાર રસ્તા- શ્યામલ ચાર રસ્તા- શિવરંજની ચાર રસ્તા- હેલ્મેટ ચાર રસ્તા AEC ચાર રસ્તા- પલ્લવ ચાર રસ્તા- પ્રભાત ચોક - પાટીદાર ચોક અખબારનગર ચાર રસ્તા- વ્યાસવાડી - ડી માર્ટ – આર.ટી.ઓ સર્કલ સાબરમતી પાવર હાઉસ - સાબરમતી પોલીસ સ્ટેશન - વિસત ચાર રસ્તા - જનતાનગર ચાર રસ્તા - IOC ચાર રસ્તા ચાંદખેડા

અત્યાર સુધી PMની 20 રેલી યોજાઈ: ગુજરાત ચૂંટણી માટે પીએમ મોદીએ 20 નવેમ્બરે સોમનાથ મંદિરની મુલાકાત લઈને ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. 2 ડિસેમ્બરે અમદાવાદમાં રોડ શો અને રેલી સાથે બીજેપી પ્રચારનો અંત આવશે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે અત્યાર સુધીમાં 20 રેલીઓ કરી છે. આ સાથે તેણે બે કાર્યક્રમોમાં ભાગ લીધો છે. આ રીતે બીજા તબક્કાના મતદાન પહેલા પીએમ મોદીએ ગુજરાતમાં 27 સભાઓ સંબોધી હશે. ગત વિધાનસભા ચૂંટણી 2017માં વડાપ્રધાન મોદીએ 34 સભાઓ સંબોધી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.