ETV Bharat / assembly-elections

વડાપ્રધાન મોદી ફરી ગુજરાતમાં; સૌરાષ્ટ્ર, મધ્ય-દ.ગુજરાતના પ્રવાસે રેલી અને સભા

author img

By

Published : Nov 27, 2022, 8:47 PM IST

વડાપ્રધાન મોદી ફરી ગુજરાતમાં
pm-modi-likely-to-address-rallies-in-kutch-jamnagar-bhavnagar-and-rajkot

વડાપ્રધાન મોદી ભાજપના ઉમેદવારોના પ્રચાર માટે ફરી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. મોદી બે દિવસ દરમિયાન કચ્છ- સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતનો પ્રવાસ કરશે અને કુલ સાત સ્થળોએ સભા સંબોધશે. તેઓ સુરત ખાતે રાત્રિ રોકાણ કરશે.ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના (gujarat assembly election 2022) પ્રચારનો આ અંતિમ સમય ચાલી રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ સભાઓ ખુબ જ મહત્વની છે

હૈદરાબાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી (gujarat assembly election 2022) પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે કચ્છના અંજાર(pm railly in anjar of kutch), જામનગરના ગોરધનપુર(pm modi railly in gordhanpur of jamanagar), ભાવનગરના પાલિતાણા(pm modi railly in palitana of bhavnagar) અને રાજકોટમાં રેલીઓને (pm modi railly in several places of gujarat) સંબોધિત કરશે. ગુજરાતમાં હાલ વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. દરેક પાર્ટીના નેતાઓ હાલ ગુજરાતમાં ધામા નાખીને બેઠા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સમગ્ર ગુજરાતમાં ઠેર-ઠેર સભાઓ અને રેલીઓ કરી રહ્યા છે.

રાજકોટ માટે વિશેષ લગાવ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજી વખત રાજ્કોય ખાતે આવી રહ્યા છે. મોદીની સભાને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામા આવી છે. સભામાં મોટી સંખ્યામાં જોડાશે તેવી ભાજપની આશા છે ભાજપે રાજકોટની તમામ બેઠક પર ભગવો લહેરાશે તેવી આશા વ્યક્ત કરી છે.ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવે રવિવારે જણાવ્યું હતું કે, "PM રાજકોટ માટે ખૂબ જ સોફ્ટ કોર્નર ધરાવે છે કારણ કે તેઓ રાજકોટમાંથી તેમની પ્રથમ ચૂંટણી લડ્યા છે અને તેમણે રાજકોટ માટે પણ ઘણું કર્યું છે. અમે અહીં સારી જાહેરસભાની અપેક્ષા રાખીએ છીએ અને ભારતીય જનતા પાર્ટી રાજકોટથી ફરી સફર કરશે.

વડાપ્રધાન રેલીને સંબોધશે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે 6 વાગ્યે રાજકોટના ઉમેદવારો માટેની રેલીને સંબોધશે.ઓક્ટોબરની શરૂઆતમાં, પીએમ મોદીએ તેમની ગુજરાત મુલાકાત દરમિયાન રાજકોટમાં રૂ. 4,309 કરોડ અને મોરબી જિલ્લામાં રૂ. 2,738 કરોડના પ્રોજેક્ટ માટે સમર્પિત અને શિલાન્યાસ કર્યો હતો.ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરના રોજ બે તબક્કામાં યોજાવાની છે, જેના પરિણામો 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

વડાપ્રધાન બે દિવસીય ગુજરાતના પ્રવાસે:ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણી આડે માત્ર ચાર દિવસ બાકી રહ્યા છે ત્યારે બંને તબક્કાની બેઠકો પર તમામ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર વેગવંતો બનાવી દેવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદી ભાજપના ઉમેદવારોના પ્રચાર માટે આજથી ફરી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. મોદી બે દિવસ દરમિયાન કચ્છ- સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતનો પ્રવાસ કરશે અને કુલ સાત સ્થળોએ સભા સંબોધશે. તેઓ સુરત ખાતે રાત્રિ રોકાણ કરશે. આ દરમિયાન તેઓ અનેક જગ્યાએ રેલીઓ કરશે સાથે સભાઓ પણ સંબોધિત કરશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.