ETV Bharat / assembly-elections

પંચમહાલ હાલોલ બેઠક પર કોંગ્રેસ રાતો રાત બદલ્યો ઉમેદવાર, અનીશ બારીયા પર પસંદગીનો કળશ

author img

By

Published : Nov 19, 2022, 9:09 PM IST

પંચમહાલ હાલોલ બેઠક પર કોંગ્રેસ રાતો રાત બદલ્યો ઉમેદવાર, અનીશ બારીયા પર પસંદગીનો કળશ
પંચમહાલ હાલોલ બેઠક પર કોંગ્રેસ રાતો રાત બદલ્યો ઉમેદવાર, અનીશ બારીયા પર પસંદગીનો કળશ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે અનીશ બારીયા નામના નવા ચેહરાને કોંગ્રેસે ટિકિટ આપી છે. કોઇ કારણોસર રાજેન્દ્રસિંહ પરમારએ કોંગ્રેસનું મેન્ડેટ લેવાનો ઇન્કાર કરી ચૂંટણી લડવાનો ઇન્કાર કરવામાં આવ્યો હતો. જે બાદ અનીશ બારીયાના નામની જાહેરાત કરવામાં આવી છે.

પંચમહાલ હાલોલ વિધાનસભા બેઠક (Halol Assembly Seat) પર કોંગ્રેસના ઉમેદવારે છેલ્લી ઘડીએ ના પાડતા કોંગ્રેસને ઉમેદવાર બદલવાની ફરજ પડી હતી. અનીશ બારીયા નામના નવા ચેહરાને કોંગ્રેસે ટિકિટ આપી હતી. હાલોલ 128 વિધાનસભા બેઠક (Gujarat Assembly Election 2022) પર કોંગ્રેસને મુશ્કેલીમાં મુકાઈ હતી.

વિરુદ્ધ પોસ્ટરો ગઈકાલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મોવડી મંડળ દ્વારા જાહેર કરાયેલ 37 ઉમેદવારોમાં હાલોલ બેઠક પર પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારે ટીકીટ આપી હતી .જો કે પરમારે ગોધરા બેઠક પરથી ટીકીટ માંગી હતી. પરંતુ ગોધરાના વિસ્તારોમાં તેમના વિરુદ્ધ પોસ્ટરો લાગ્યા હતા. જેમાં "હારી જાય અને વેચાય જાય તેવા ઉમેવાર નહિ ચાલે " ત્યારે હાલોલ વિધાનસભામાં (Halol Assembly Seat) કોંગ્રેસે ટિકિટ ફાળવી હતી .પરંતુ મોડી રાત્રે તેમને હાલોલ બેઠક (Halol Assembly Seat) પર ચૂંટણી લડવાનો ઇનકાર કરતા છેલ્લી ઘડીએ કોંગ્રેસ દ્વારા ઉમેદવાર બદલવાની ફરજ પડી હતી.

સસ્પેન્સથી અકળાઈ ઊઠ્યા જેમાં હાલોલ વિધાનસભા બેઠક પર છેલ્લા કેટલાય દિવસોથી કોંગ્રેસ દ્વારા ઉમેદવારનું નામ જાહેર કરવામાં વિલંબ સર્જાતા હોવાના લઈને અનેક તર્ક વિતર્કો સાથે ચર્ચાઓ ઉઠવા પામી હતી. જેમાં કોંગ્રેસ કાર્યકરો પણ ઉમેદવારનું નામ જાહેર ન કરાતા મોવડી મંડળ દ્વારા સર્જેલ સસ્પેન્સને લઈને અકળાઈ ઊઠ્યા હતા. જેમાં ગત રોજ અનેક અટકળો અને ચર્ચા બાદ આખરે કોંગ્રેસ દ્વારા જુના જોગી એવા રાજેન્દ્રસિંહ પરમારનું નામ હાલોલ વિધાનસભા બેઠક માટે ફાયનલ કરવામાં આવ્યું હતું. પરંતુ કોઈ કારણોસર રાજેન્દ્રસિંહ પરમારએ કોંગ્રેસનું મેન્ડેટ લેવાનો ઇન્કાર કરી ચૂંટણી લડવાનો ઇન્કાર કરી ફોર્મ ભરવાની જાહેરાત કરાયા બાદ ઉમેદવારી ફોર્મ ભરવાનો ઇન્કાર કર્યો હતો. જેને કોંગ્રેસમાં છેલ્લી ઘડીએ દોડધામ સાથે ઉમેદવાર પસંદ કરવાની કવાયત હાથ ધરાઈ હતી.

રાજકીય મોરચે અનેક ચર્ચાઓઅને સમગ્ર હાલોલ સહિત પંચમહાલના રાજકીય મોરચે અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું. જ્યારે છેલ્લી ઘડી ઉમેદવાર બદલાતા કોંગ્રેસ પાર્ટી દ્વારા કોંગ્રેસના યુવા કાર્યકર અનીશ બારીયા પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો હતો. ઉમેદવારી ભરવાના છેલ્લા દિવસે તેઓનું નામ જાહેર કરી ઉમેદવારી નોંધાવવા તજવીજ હાથ ધરી છે. જોકે હાલોલ વિધાનસભા બેઠક માટે નવો ચેહરા ગણાતા કોંગ્રેસના ઉમેદવાર અનીશ બારીયાનું હાલોલ વિધાનસભા મતવિસ્તારના મતદારોમાં કેવું પ્રભુત્વ રહેશે એતો પરિણામ ના દિવસે જ ખબર પડશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.