ETV Bharat / assembly-elections

મહેસાણા વિધાનસભા બેઠક પર ત્રણ પાટીદારો વચ્ચે જંગ

author img

By

Published : Dec 3, 2022, 4:34 PM IST

ગુજરાત વિધાનસભા ચૂંટણીના(Gujarat Assembly Election 2022 second phase) પ્રથમ તબક્કાના મતદાન બાદ હવે સૌની નજર બીજા તબક્કાના મતદાન પર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું (PM Narendra Modi) માદરે વતન મહેસાણા રાજકીય મામલે જાણીતું છે. મહેસાણાને રાજકીય લેબોરેટરી (Political Laboratory) તરીકે પણ ઓળખવામાં આવે છે. આવો જાણીએ મહેસાણાના રાજકીય લેખાજોખા...

મહેસાણા વિધાનસભા બેઠક પર ત્રણ પાટીદારો વચ્ચે જંગ
gujarat-assembly-electuin-2022-second-phase-mahesana-assembly-seat-details-political-analysis

મહેસાણા: ગુજરાતના રાજકારણમાં મહેસાણા વિધાનસભા(Gujarat Assembly Election 2022 second phase) બેઠક પરની ચુંટણી તમામ રાજકીય પક્ષો માટે રસાકસીભરી બની રહેશે. રાજ્યમાં રાજકીય હલચલ મચાવી દેનાર પાટીદાર અનામત આંદોલનના એપી સેન્ટર એવા મહેસાણા(AP center of the Patidar reservation movement mahesana) પર હાલ તમામ રાજકીય પક્ષોની નજર છે. મહેસાણા વિધાનસભા બેઠકમાં મહેસાણા(mahesana assembly seat) તાલુકાના મોટાભાગના ગામનો સમાવેશ થાય છે. આ બેઠક 1990થી ભાજપના કબજામાં (bjp rilling since 1990)છે.

મતદારોની સંખ્યા
મતદારોની સંખ્યા

મતદારોની સંખ્યા: મહેસાણા વિધાનસભા બેઠકના (mahesana assembly seat) જાતિગત ગણિતની વાત કરીએ તો જણાશે કે કુલ મતદારોમાં અંદાજિત પાટીદાર 22.6 ટકા, ઠાકોર 15.8 ટકા, સવર્ણ 12.9 ટકા, ક્ષત્રિય 2.3 ટકા, ચૌધરી 3.4 ટકા. ઓબીસી 14.2 ટકા, મુસ્લિમ 5.6 ટકા, દલિત 11.7 ટકા છે. જોવા જઈએ તો આ બેઠક પાટીદાર ઉપરાંત સવર્ણ મતદારો પણ એટલાં જ પ્રભાવી જોવા મળે છે. આ બેઠક પર કુલ 2,80,634 મતદારો છે. જેમાં 1,45,210 પુરુષ મતદારો અને 1,35,422 મહિલા મતદારો છે. જેમાં 229 પોલીંગ બુથ છે.

ભાજપના ઉમેદવાર: મહેસાણા વિધાનસભા બેઠકની(mahesana assembly seat) આ ચૂંટણીમાં મહત્વની 3 રાષ્ટ્રીય રાજકીય પાર્ટીઓમાંથી પાટીદાર ઉમેદવારો મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જેમાં ભાજપમાંથી 57 વર્ષીય મુકેશ પટેલ જેઓ બી. ઈ. સિવિલ એન્જીનીયરીંગનો અભ્યાસ કરેલ છે. નીતિન પટેલના સમર્થક સાથે મહેસાણા ભાજપ શહેર પ્રમુખની જવાબદારીમાં સંભાળેલ છે.

કોંગ્રેસના ઉમેદવાર: જ્યારે કોંગ્રેસમાંથી 49 વર્ષીય પી.કે.પટેલ કે જેઓ ધોરણ 12 પાસ છે અને પાટીદાર સમાજમાંથી કોંગ્રેસના આગળ પાડતા નેતા રહ્યા છે.જેમની અન્ય કોઈ અન્ય વિશેષ ઓળખ આ બેઠક પરના મતદારોને રહી નથી.

આમ આદમી પાર્ટીના ઉમેદવાર: બીજી તરફ આ વખતે મહેસાણાના (mahesana assembly seat) મતદારોને સતત એક જથ્થા શાસન અને ત્રીજો યોગ્ય વિકલ્પની શોધ વચ્ચે આમ આદમી પાર્ટીએ પણ 34 વર્ષીય દિશાંત પટેલ કે જેઓ ડિપ્લોમા સિવિલ એન્જીનીયરીંગ સુધીનો અભ્યાસ કરેલ છે. જન મુદ્દાઓને સમર્થન કરતા મહેસાણાનો યુવા ચેહરો બનેલ છે.

2017 વિધાનસભા ચૂંટણી પરિણામ
2017 વિધાનસભા ચૂંટણી પરિણામ

રાજકીય ઇતિહાસ: મહેસાણા વિધાનસભા બેઠક (mahesana assembly seat) પર વર્ષ 1990 સુધી લગભગ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો દબદબો જોવા મળ્યો હતો. ત્યારબાદ વર્ષ 1990માં યોજાયેલ વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં પહેલી વખત ભાજપનું કમળ ખિલ્યું હતું. પાટીદાર સમાજમાંથી આવતાં અને ભાજપના ઉમેદવાર ખોડાભાઈ પટેલે વર્ષો બાદ કોંગ્રેસ પાસેથી બેઠક આંચકી લઈ ભાજપના પહેલાં ધારાસભ્ય તરીકે રેકર્ડ નોંધાવ્યો હતો. ત્યારબાદ ગત વર્ષ 2017 સુધી યોજાયેલ ચૂંટણીમાં ભાજપે વિજયીનો સિલસીલો ચાલુ રાખ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.