ETV Bharat / assembly-elections

અબડાસા વિધાનસભા: નેતાએ આપ્યો ગ્રાન્ટનો હિસાબ, કરોડો અહીં વાપર્યા

author img

By

Published : Nov 8, 2022, 7:08 PM IST

Updated : Nov 16, 2022, 4:09 PM IST

વર્ષ 2019માં પેટા ચુંટણીમાં કચ્છની અબડાસા વિધાનસભા (Gujarat Assembly Election 2022) બેઠક પર ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા આ બેઠક પર ચુંટાઈ આવ્યા હતા. ત્યારે આ વિધાનસભા મતવિસ્તારમાં (Kutchh Assembly Seat) અહીં કેવા પ્રકારનો વિકાસ થયો છે. તેમ જ ધારાસભ્યની ફાળવેલી ગ્રાન્ટમાંથી કેટલા રૂપિયાનો ઉપયોગ કર્યો છે અને ક્યાં કાર્યોમાં કર્યો છે તે અંગે જોઈએ આ અહેવાલ.

અબડાસા વિધાનસભાનું સરવૈયું, ધારાસભ્યએ કેટલી ગ્રાન્ટનો ઉપયોગ ક્યાં કર્યો જૂઓ
અબડાસા વિધાનસભાનું સરવૈયું, ધારાસભ્યએ કેટલી ગ્રાન્ટનો ઉપયોગ ક્યાં કર્યો જૂઓ

કચ્છ: ચાર વર્ષનો હિસાબની વાત કરવામાં આવે તો છેલ્લા 4 વર્ષમાં પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા ધારાસભ્ય ગ્રાન્ટ ફન્ડિંગનો ઉપયોગ ક્યાં ક્યાં વિકાસના કાર્યોમાં કર્યો કેટલી રકમનો ઉપયોગ કર્યો, કેટલી સમસ્યાઓ હલ કરી તે અંગેનો વર્ષ મુજબનો અહેવાલ છે. અબડાસા વિધાનસભા (Gujarat Assembly Election 2022) બેઠકના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા અબડાસા મતવિસ્તારમાં આવતા 3 તાલુકાઓ અબડાસા, લખપત અને નખત્રાણા તાલુકાના વિસ્તાર માટે 460 ગામોમાં જુદાં જુદાં 5,94,41,870ની રકમની દરખાસ્ત (MLA Grant Expense) કરવામાં આવી હતી જે પૈકી 3,43,19193 રકમના વિકાસના કામો કરવામાં આવ્યા છે.

અબડાસા વિધાનસભાનું સરવૈયું, ધારાસભ્યએ કેટલી ગ્રાન્ટનો ઉપયોગ ક્યાં કર્યો જૂઓ

સ્થાનિકોનો ફાયદો: અબડાસા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ ETV Bharat સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે અનેક મુદ્દાઓ હતા પરંતુ તેમના દ્વારા મોટા પ્રમાણમાં સ્થાનિક પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો અનેરો પ્રયાસ કરવામાં આવ્યો છે. અબડાસા એટલે વિધાનસભા સીટ 1 ના 460 ગામોમાં ઘણી બધી ખૂટતી કડીઓ હતી જે જે રજૂઆતો હતી તે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આવ્યા બાદ તમામ પુરી થઈ ગઈ છે.

અબડાસા વિધાનસભાનું સરવૈયું, ધારાસભ્યએ કેટલી ગ્રાન્ટનો ઉપયોગ ક્યાં કર્યો જૂઓ
અબડાસા વિધાનસભાનું સરવૈયું, ધારાસભ્યએ કેટલી ગ્રાન્ટનો ઉપયોગ ક્યાં કર્યો જૂઓ

શિક્ષણ વ્યવસ્થા: નખત્રાણા તાલુકામાં કોલેજમાં 500 દીકરા દીકરીઓ ભણે છે તે ગ્રાન્ટેબલ કોલેજ ના હતી ધારાસભ્યની રજૂઆતને પગલે આજે તે ગ્રાન્ટેબલ થઈ ગઈ છે. નખત્રાણામાં ખેડૂતો માટે એપીએમસી પણ થઈ ગઈ. ગુજરાતની મોટામાં મોટી પંચાયત એટલે નખત્રાણાની નગરપાલીકાની મંજૂરી પણ મેળવી છે. મુખ્ય રસ્તા પર ટ્રાફિક સમસ્યા રહેતી અને તેના માટે બાયપાસ રોડની માંગણી કરવામાં આવી હતી તે રજુઆત પણ મુખ્યપ્રધાને સાંભળી હતી.તો વરસાદના સમયે પુલ ના હોવાને લીધે ટ્રાફિક સમસ્યા સર્જાતી અને લોકોને અને વિદ્યાર્થીઓને મુશ્કેલી થતી ત્યારે પુલની મંજૂરી પણ મેળવવામાં આવી છે.

અબડાસા વિધાનસભાનું સરવૈયું, ધારાસભ્યએ કેટલી ગ્રાન્ટનો ઉપયોગ ક્યાં કર્યો જૂઓ
અબડાસા વિધાનસભાનું સરવૈયું, ધારાસભ્યએ કેટલી ગ્રાન્ટનો ઉપયોગ ક્યાં કર્યો જૂઓ

કસ્તુરબા ગાંધી વિદ્યાલય-છાત્રાલય: કસ્તુરબા ગાંધી વિદ્યાલય નખત્રાણામાં મળતી ના હતી. તો એ નબળા વર્ગના જે આપણા દીકરી હોશિયાર હોય ભણવામાં પરંતુ એની વ્યવસ્થા ન હોય એને રહેવા માટે ભણવા માટે તો એ પણ મંજૂર કરી આપી અને શરૂ થઈ ગઈ. નખત્રાણા બસ સ્ટેશન હતું પરંતુ એની બાઉન્ડ્રી ન હોતી. બાઉન્ડ્રી ઉભી કરાવી હતી.આ સિવાય પ્રવાસન ધામો તેમજ પ્રાચીન મંદિરોમાં વિકાસ કામ અર્થે ગ્રાન્ટ મેળવવામાં આવી. મામલતદાર ઓફિસ જે આરોગ્ય ખાતામાં ચાલુ હતી.

અબડાસા વિધાનસભાનું સરવૈયું, ધારાસભ્યએ કેટલી ગ્રાન્ટનો ઉપયોગ ક્યાં કર્યો જૂઓ
અબડાસા વિધાનસભાનું સરવૈયું, ધારાસભ્યએ કેટલી ગ્રાન્ટનો ઉપયોગ ક્યાં કર્યો જૂઓ

અકસ્માતનો ભય: નલિયા નખત્રાણા અને લખપત સર્કિટ હાઉસ ના હતા તે પણ આજે કાર્યરત છે.જે જે રસ્તાઓ પર અકસ્માત થવાનો ભય હતો તે રસ્તા પર એન્જીનીયર સાથે રહીને રસ્તાના કામો કરાવ્યા.નર્મદાના પાણીની સમસ્યા હવે હલ થવા આવી છે.નખત્રાણા તાલુકામાં દલિત સમાજ માટે છાત્રાલય પણ બનાવવામાં આવ્યો હતો.

કેમ્પની સમસ્યાઓ દૂર: આ ઉપરાંત લખપત અને અબડાસા તાલુકો કે જે સરહદી વિસ્તાર છે ત્યાં બીએસએફના 50 જેટલા કેમ્પ આવેલા છે ઉપરાંત સંવેદનશીલ વિસ્તાર જેવા કે હરામીનાળા અને લક્કી નાળા તેમજ BOP પણ આ વિધાનસભા મતવિસ્તારમાં આવેલી છે ત્યાંની રોડ,રસ્તા, પાણીની સમસ્યાની રજુઆત પણ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી અને સમસ્યાઓનો ઉકેલ લાવવામાં આવ્યો હતો.તો ગુજરાત સરકાર અબડાસા વિધાનસભા વિસ્તાર ખૂબ મોટો હોવાથી તથા 3-3 મોટા તાલુકા હોવાથી ગ્રાન્ટ વધારે આપે તેવી રજૂઆત પણ ધારાસભ્ય દ્વારા કરવામાં આવી છે.

Last Updated :Nov 16, 2022, 4:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.