ETV Bharat / assembly-elections

સુરતમાં મેગા રોડ શો બાદ પીએમ મોદીએ વિશાળ જનસભાને સંબોધી

author img

By

Published : Nov 27, 2022, 7:02 AM IST

Updated : Nov 27, 2022, 9:56 PM IST

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections 2022) માટે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાત રાજકારણમાં મેગા શો કરવા માટે પોતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત પહોંચ્યા હતા. 31 કિલોમીટર સુધીના રોડ શો બાદ વરાછામાં તેમણે વિશાળ જનસભાને સંબોધી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મને વિશ્વાસ છે કે સુરત સમગ્ર ગુજરાતને ITમાં ખેંચી શકે છે.

ભાજપના ગઢ ગણાતી કામરેજ બેઠક પર 'આપ' આપી શકશે ટક્કર?; PM મોદીની સભા યોજાઈ
gujarat-assembly-election-2022-pm-modi-railly-in-surat-know-the-details-of-kamrej-assembly-seat

સુરતાઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections 2022) માટે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાત રાજકારણમાં મેગા શો કરવા માટે પોતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત પહોંચ્યા હતા એરપોર્ટથી લઈને કામરેજ વિસ્તારમાં ગોપીન ફાર્મ સભાસ્થળ સુધી આશરે 31 કિલોમીટર સુધીના રોડ કરી તેઓએ અત્યાર સુધીનો સૌથી મોટો રોડ શો કર્યો હતો. રોડ શો બાદ વરાછામાં તેમણે વિશાળ જનસભાને સંબોધી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મને વિશ્વાસ છે કે સુરત સમગ્ર ગુજરાતને ITમાં ખેંચી શકે છે.

અંગ્રેજો સુરતમાં પહેલા કેમ આવ્યાઃ આ શહેર જેટલું પ્રાચીન છે એટલું જ ભવિષ્યવાદી પણ છે. સુરતની તાકાત શું છે મને હવે સમજાયું કે અંગ્રેજો સુરતમાં પહેલા કેમ આવ્યા. ત્યાં બેઠેલા અંગ્રેજો પણ જોઈ શકતા હતા કે સુરતમાં કંઈક છે. ડબલ એન્જિન સુરત ફીચર તૈયાર કરવા સરકાર કામ કરી રહી છે. જો સુરતમાં આટલા રસ્તાઓ, આટલા બ્રીજ ન બન્યા હોત તો અહીં જીવન સુલભ બની ગયું હોત? વડાપ્રધાને કહ્યું કે, આજે કાપડ ઝડપથી આગળ વધી રહ્યું છે. એક સમય હતો જ્યારે ગુજરાતને માત્ર વેપારી રાજ્ય તરીકે ગણવામાં આવતું હતું પરંતુ આજે ગુજરાત દેશનું સૌથી મહત્વપૂર્ણ ઉત્પાદન રાજ્ય તરીકે ગણવામાં આવે છે. આજે ગુજરાતમાં 16 લાખ કરોડનું મેન્યુફેક્ચરિંગ થાય છે.

સુરત ટેક્સટાઈલ હબઃ પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા 20 વર્ષમાં સુરત ટેક્સટાઈલ હબ બની ગયું છે. 20 વર્ષ પહેલા સુરતમાં 2.5 લાખ ટેક્સટાઈલ મિલો હતી, આજે 7 લાખ મિલો છે. અમે આતંકવાદીઓને છોડતા નથી અને અમે આતંકવાદીઓના નેતાઓને તેમના ઘરમાં ઘુસીને મારી નાખીએ છીએ. સર્જિકલ સ્ટ્રાઈક ભાજપ સરકાર દ્વારા કરવામાં આવી હતી. અમે ક્યારેય વોટબેંક માટે તુષ્ટિકરણની રાજનીતિ કરતા નથી. ભારતના ઝડપી વિકાસ માટે ભારતના ગરીબોનું સશક્તિકરણ પણ એટલું જ જરૂરી છે. કોરોનાની આટલી મોટી મહામારીના સમયે ગરીબોના ઘરોમાં ચૂલો સળગતો રાખવા માટે મફત રાશન આપવાનું કામ કર્યું. મફત રસીકરણ આપવાનું કામ કર્યું. આજે દેશના 80 કરોડ લોકોને મફતમાં અનાજ આપવામાં આવી રહ્યું છે. મફત રાશન પાછળ 3 લાખ કરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં 125 દેશોની કુલ વસ્તીને 3 લાખ કરોડથી વધુનું મફત અનાજ પહોંચાડવામાં આવી રહ્યું છે. જેના માટે સરકારે સાડા બાર હજાર કરોડ રૂપિયા ખર્ચ્યા છે.

આખું નવું ઓસ્ટ્રેલિયાઃ 3 કરોડથી વધુ પાકા મકાનો બનાવવાનું કામ કર્યું. ભાજપ સરકારે એટલા બધા મકાનો બનાવ્યા કે એક આખું નવું ઓસ્ટ્રેલિયા ઊભું થયું. આઝાદી બાદ પ્રથમ વખત મધ્યમ વર્ગ માટે ઘર બનાવવાનું સ્વપ્ન સાકાર થયું છે. મધ્યમ વર્ગના લોકો માટે ઘર બનાવવા માટે 12 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. મોબાઈલ ડેટાના ભાવમાં ઘટાડાથી સરકારની તિજોરીમાં એક પણ રૂપિયાનો ઘટાડો થયો નથી, પરંતુ ડેટા ચાર્જ ઘટાડવાની નીતિઓ બનાવવામાં આવી છે. સંવેદનશીલ ભાજપ સરકાર પદયાત્રીઓને ભૂલી નથી. પીએમ સ્વાનિધિ યોજના દ્વારા, પઠારણવાલાઓને નજીવા વ્યાજ પર બેંકો પાસેથી લોન પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. એકલા સુરતમાં જ 40,000 પઠારણવાલાને PM સ્વાનિધિ હેઠળ લોન આપવામાં આવી છે.

સુરત રાજનીતિનું એપિસેન્ટરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં (Gujarat assembly election 2022) આ વખતે સુરત રાજનીતિનું એપિસેન્ટર (epicenter of politics) બનાવ્યું હોય તેમ લાગી રહ્યું છે.સુરત વિધાનસભાની (surat assembly election 2022) 12 બેઠક પર આમ આદમી પાર્ટીના સુરતના ચહેરાઓ કોંગ્રેસ માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે કારણ કે જે પાલિકાની 27 બેઠક પર આમ આદમી પાર્ટીએ વિજય મેળવી છે આ તમામ કોંગ્રેસની બેઠક છે જેથી આમ આદમી પાર્ટી ભાજપ કરતાં કોંગ્રેસને નુકસાન પહોંચાડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. શહેરમાં બાર વિધાનસભાની બેઠક આવે છે જેમાંથી આજે અમે તમને સૌથી મહત્વની ગણાતી કામરેજ વિધાનસભા (Kamrej assembly constituency) બેઠકના લેખાજોખા...

2017 વિધાનસભા ચૂંટણીનું પરિણામ
2017 વિધાનસભા ચૂંટણીનું પરિણામ

રાજકીય ઇતિહાસ: કામરેજ વિધાનસભા બેઠક પર વર્ષ 2017માં પણ ભારે રસાકસી ભરી સ્થિતિ હતી. સુરતની મોટા ભાગની બેઠકોમાં પાટીદાર ફેક્ટર સૌથી મોટું પરીબળ છે તે વાત સૌ કોઇ જાણે છે. ત્યારે 2017માં સત્તાના સંગ્રામમાં ભાજપે વીડી ઝાલાવડીયાને મેદાને ઉતાર્યા હતા. જ્યારે કોંગ્રેસ તરફથી અશોક જીરાવાલાએ ઉમેદવારી નોંધાવી હતી. જોકે, આ બેઠક પર ભાજપના વી.ડી ઝાલાવડીયાએ 1,47,371 મતોથી જીત મેળવી હતી. જ્યારે અશોક જીરાવાલાને 1,19,180 મત મળ્યા હતા.પહેલી વિધાનસભા ચૂંટણી 1975માં યોજાઈ હતી. જેમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ ઓર્ગનાઇઝેશન(NCO)ના ધનજીભાઈ રાઠોડનો વિજય થયો હતો. જોકે 1980થી આ બેઠક પર કોંગ્રેસ જીતતું આવતું હતું પરંતુ 1995માં ધનજીભાઈ રાઠોડ ભાજપની ટિકિટ પર ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. 2002થી આ બેઠક પર ભાજપનો વિજય થતો આવ્યો છે.

'આપ' બની શકે છે વિકલ્પ: સુરતમાં ભાજપ કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટી પણ ઉત્સાહભેર વિધાનસભાની ચૂંટણી લડવા જઈ રહી છે. જે કોંગ્રેસ અને ભાજપ બંને માટે માથાનો દુ:ખાવો સાબિત થઇ શકે છે. જે રીતે પાટીદાર મત વિસ્તાર ગણાતા વરાછા, કરંજ ,કામરેજ વિસ્તારના વૉર્ડમાં આમ આદમી પાર્ટીના 27 જેટલા ઉમેદવાર ચૂંટાઈને આવ્યા છે. તેનાથી સ્પષ્ટ થઇ જાય છે કે, ભાજપથી નારાજ અને કોંગ્રેસને નહીં પસંદ કરનારા લોકો માટે આમ આદમી પાર્ટી એક વિકલ્પ તરીકે સામે આવી છે.

મતદારોની સંખ્યા
મતદારોની સંખ્યા

મતદારોની સંખ્યા: કામરેજ બેઠક પર 2022ના ચૂંટણી પંચના ડેટા પ્રમાણે પુરુષો મતદારોની સંખ્યા 296713, સ્ત્રી મતદારો 249641, જ્યારે અન્યોની સંખ્યા 6 છે, આમ આ બેઠક પર કુલ મતદાતાઓની સંખ્યા 546360 છે.આ બેઠક પર પાટીદારો બાદ સૌથી વધુ સંખ્યા એસસી અને એસટી સમાજની છે. જેમાં 45 હજાર મતો એસસી અને એસટી છે. તેની સાથે જ 40 હજાર જેટલા ઓબીસી મતદારો છે. તેમની સાથે 20 હજાર પશુપાલક સમાજ અને 15 હજાર મુસ્લિમ મતો છે.

કામરેજ બેઠકની ખાસિયત
કામરેજ બેઠકની ખાસિયત

કામરેજ બેઠકની ખાસિયત: કામરેજ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરત જિલ્લામાં આવેલ છે. કામરેજમાં 69 જેટલા ગામો આવેલા છે. તાલુકાની મુખ્ય નદીમાં તાપી નદીનો સમાવેશ થાય છે. મુખ્ય પાકો ડાંગર, કેળ, શેરડી, આંબાવાડી, શાકભાજી છે. આ બેઠક પર પહેલી વિધાનસભા ચૂંટણી 1975માં યોજાઈ હતી. જો કે 1980થી આ બેઠક પર કોંગ્રેસ જીતતું આવતું હતું પરંતુ 1995માં ધનજીભાઈ રાઠોડ ભાજપની ટિકિટ પર ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. 2002થી આ બેઠક પર ભાજપનો વિજય થતો આવ્યો છે.

કામરેજ બેઠકની સમસ્યાઓ
કામરેજ બેઠકની સમસ્યાઓ

કામરેજ બેઠકની સમસ્યાઓ: કામરેજ વિધાનસભામાં પાયાની સુવિધાઓ મુદ્દે વારંવારની ફરિયાદો અને ટ્રાફિક સમસ્યા પણ રહીશો માટે માથાનો દુઃખાવા સમાન છે. તાજેતરમાં શહેરનો હિસ્સો બનેલાં કામરેજના નવા ગામોમાં ગંદકી, પાણી-ડ્રેનેજ અને રસ્તા નિર્માણની પાયાની સુવિધાના અભાવનો મુદ્દો હાલની ચૂંટણીમાં મહત્વની ભૂમિકા અદા કરશે તેવી ચર્ચા છે.

Last Updated :Nov 27, 2022, 9:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.