ETV Bharat / assembly-elections

ગુજરાત ચૂંટણીમાં પ્રથમ તબક્કાના 788 ઉમેદવારમાંથી 211 કરોડપતિ મુરતિયા, સૌથી વધુ કોના જૂઓ

author img

By

Published : Nov 24, 2022, 10:32 PM IST

Updated : Nov 24, 2022, 10:43 PM IST

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ( Gujarat assembly election 2022 ) માં પ્રથમ તબક્કાના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પત્ર ભર્યા હતાં. તેમાં ઉમેદવારોના સોંગદનામાં ભરવામાં ( Phase one Candidate Affidavit Analysis ) આવ્યાં હતાં. આ સોગંદનામા વિશ્લેષણમાં તેમની પાસે કેટલી સંપત્તિ ( ADR Survey of Candidates Assets ) છે તેની વિગતો બહાર આવી છે. ઈ ટીવી ભારતનો ઉમદવારોની સંપત્તિ પર રીપોર્ટ.

ગુજરાત ચૂંટણીમાં પ્રથમ તબક્કાના 788 ઉમેદવારમાંથી 211 કરોડપતિ મુરતિયા, સૌથી વધુ કોના જૂઓ
ગુજરાત ચૂંટણીમાં પ્રથમ તબક્કાના 788 ઉમેદવારમાંથી 211 કરોડપતિ મુરતિયા, સૌથી વધુ કોના જૂઓ

અમદાવાદ ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat assembly election 2022 )ના પ્રથમ તબક્કામાં કુલ 788 ઉમદવારોએ ઉમેદવારી પત્ર ( Phase one Candidate Affidavit Analysis ) ભર્યા છે. જેમાંથી 211 ઉમેદવાર કરોડપતિ ( ADR Survey of Candidates Assets )છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કુલ 923 ઉમેદવારોમાંથી 198 ઉમેદવારો જ કરોડપતિ હતાં.

રાજકીય પક્ષો દ્વારા ધનકુબેર ઉમેદવારોની પસંદગી

પ્રથમ તબક્કાના સંપત્તિવાન ઉમેદવાર આમાં જોઇએ તો કરોડપતિની સંખ્યા વધી છે. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કરોડપતિ ઉમેદવારોની સંખ્યા વધી છે. 2017માં 21 ટકા કરોડપતિ ઉમેદવારો હતા, જ્યારે 2022માં 27 ટકા કરોડપતિ ઉમેદવારો ( ADR Survey of Candidates Assets )છે.

પક્ષ પ્રમાણે કરોડપતિ પ્રમાણે ઉમેદવારોની સંપત્તિ પર એક નજર કરીએ તો મોટા ભાગના રાજકીય પક્ષો વધુ પૈસા ધરાવતાં ઉમેદવારોને જ ટિકિટ આપે છે. મુખ્ય પક્ષોની વાત કરીએ તો ભાજપના 89 ઉમેદવારોમાંથી 79(89 ટકા) કરોડપતિ છે. જ્યારે કોંગ્રેસના 89 ઉમેદવારોમાંથી 65(73 ટકા) કરોડપતિ છે. અને આમ આદમી પાર્ટીના 88 ઉમેદવારોમાંથી 33(38 ટકા) ઉમેદવાર કરોડ ઉપરની સંપત્તિ ( ADR Survey of Candidates Assets )ધરાવે છે. પ્રથમ તબક્કામાં ચૂંટણી લડતાં ઉમેદવારોની સરેરાશ મિલકત 2.88 કરોડ છે. 2017માં 2.16 કરોડ હતી.

ભાજપના ઉમેદવારો સૌથી વધુ ધનિક પક્ષ પ્રમાણે સરેરાશ મિલકત જોઈએ તો ભાજપના કુલ 89 ઉમેદવારોની સરેરાશ મિલકત 13.40 કરોડ થાય છે. જ્યારે કોંગ્રસના 89 ઉમેદવારોની સરેરાશ મિલકત 8.38 કરોડ થાય છે. આપના 88 ઉમેદવારોની સરેરાશ મિલકત 1.99 કરોડ થાય છે. જ્યારે બીટીપીના 14 ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 23.39 કરોડ થાય છે.

ભાજપના ઉમેદવારો પાસે વધુ મિલકત
ભાજપના ઉમેદવારો પાસે વધુ મિલકત

ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળા સૌથી વધુ ધનિક સૌથી વધુ મિલકત ધરાવતા ભાજપના રમેશ ટીલાળા કે જેઓ ખોડલધામના ટ્રસ્ટી ( ADR Survey of Candidates Assets )પણ છે. તેઓને રાજકોટ દક્ષિણ પરથી ટિકિટ મળી છે, તેમણે રજૂ કરેલ સોંગદનામામાં કુલ 175 કરોડની સંપત્તિ હોવાનું દર્શાવ્યું છે. તેમજ કોંગ્રેસના રાજકોટ પૂર્વ બઠક પર ઉમેદવારી નોંધાવનાર ઈન્દ્રનિલ રાજગુરુની પાસે રૂપિયા 162 કરોડની સરેરાશ મિલકત છે. તેમજ ભાજપના ઉમેદવાર માણાવદર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે, તેમની કુલ સરેરાશ મિલકત રૂપિયા 130 કરોડ દર્શાવે છે.

બીએસપીના ઉમેદવારની સૌથી ઓછી મિલકત
બીએસપીના ઉમેદવારની સૌથી ઓછી મિલકત

એક ઉમેદવારની મિલકત રૂ.1000 સૌથી ઓછી મિલકત ધરાવતાં ઉમેદવારોમાં બહુજન સમાજ પાર્ટી(બીએસપી)ના ઉમેદવાર રાકેશભાઈ ગામીત જે તાપી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે, તેમની પાસે માત્ર રૂપિયા 1000ની તેમના નામે મિલકત છે. તેમજ ભાવનગર બેઠકના અપક્ષ ઉમેદવાર જયાબહેન બોરિચા પાસે રૂપિયા 3000 અને સુરત બેઠક પર ચૂંટણી લડતાં અપક્ષ ઉમેદવાર સમીર ફકરુદ્દીન શેખ પાસે કુલ રૂ.6000ની મિલકત છે. રાજકોટ પશ્ચિમ બેઠકના અપક્ષ ઉમેદવાર ભૂપેન્દ્રભાઈ ભવાનભાઈ પટોળિયા દ્વારા તેમની પાસે ઝીરો મિલકત હોવાનું દર્શાવ્યું છે. પાન કાર્ડ નંબર જાહેર કર્યા નથી તેવા ઉમેદવારોમાં પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 788 ઉમેદવારોમાંથી 37(5 ટકા) ઉમેદવાર એવા છે કે જેમણે પાન કાર્ડ નંબર જાહેર કર્યો નથી.

કોંગ્રેસના ઇન્દ્રનીલનું દેવું સૌથી વધારે
કોંગ્રેસના ઇન્દ્રનીલનું દેવું સૌથી વધારે

ઈન્દ્રનીલ રાજગુરુ સૌથી વધુ દેવાદાર સૌથી વધુ જવાબદારી(દેવું) હોય તેવા ઉમેદવારો પર એક નજર કરીએ તો રાજકોટના ઈન્દ્રનીલ રાજગુરુ પાસે કુલ 162 કરોડની મિલકત સામે કુલ રૂ. 76 કરોડનું દેવું છે. રાપર કચ્છના ઉમેદવાર ભચુભાઈ અરેઠિયા પાસે 97 કરોડની મિલકત છે, તેની સામે 30 કરોડનું દેવું છે. અને ગીર સોમનાથના ઉમેદવાર આમ આદમી પાર્ટીના જગમાલ વાળા પાસે કુલ રૂ.25 કરોડની મિલકત છે, તેની સામે રૂ.22 કરોડનું દેવું છે.

રીવાબા સૌથી વધુ આવક દર્શાવે છે વાર્ષિક ઈન્કમટેક્સ રિર્ટન ફાઈલ કર્યા છે, તે મુજબ ભાજપના જામનગર ઉત્તર બેઠકના ઉમેદવાર અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબાએ તેમના આવકવેરાના રિટર્નમાં કુલ રૂપિયા 18 કરોડની આવક દર્શાવી છે, તેમાં પોતાની આવક માત્ર 6 લાખ દર્શાવી છે. ભાજપના દ્વારકા બેઠકના ઉમેદવાર પબુભા માણેકે વાર્ષિક રિટર્ન ફાઈલ કર્યું છે, તેમાં રૂ.5 કરોડની આવક દર્શાવી છે. તેવી જ રીતે ભાજપના વલસાડ પારડી બેઠકના ઉમેદવાર કનુભાઈ દેસાઈએ પોતાના રિટર્નમાં કુલ 2 કરોડની વાર્ષિક આવક દર્શાવી છે.

પૈસા અને બાહુબળને સીધો સંબધ એડીઆરના સ્ટેટ કોર્ડિનેટર પંક્તિ જોગે કહ્યું હતું કે કુલ સંપત્તિ વધતી જઈ રહી છે. 2017થી 2022માં મિલકત વધી છે. ભાજપના ઉમેદવારોની સંપતિ પણ વધી છે. તો સામે કોંગ્રેસના ઉમેદવારની પણ મિલકત વધી છે. એડીઆરે તેના રીપોર્ટમાં ભલામણ કરી છે કે ચૂંટણીમાં પૈસા અને બાહુબળ કેવી રીતે વધી રહ્યું છે. 38 ટકાથી માંડીને 89 ટકા સુધી ઉમેદવારો કરોડપતિ છે, અને 16 ટકાથી માંડીને 36 ટકા સુધી ગુનાઓ દાખલ થયેલા છે. પૈસા અને બાહુબળને સીધો સંબધ ( Phase one Candidate Affidavit Analysis ) છે.

Last Updated : Nov 24, 2022, 10:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.