ETV Bharat / assembly-elections

દક્ષિણ ગુજરાતમાં નિર્ધારિત મતદાન પૂર્ણ;આદિવાસી વિસ્તારોમાં લોકોએ લીધો ઉત્સાહભેર ભાગ

author img

By

Published : Dec 1, 2022, 7:25 AM IST

Updated : Dec 1, 2022, 5:37 PM IST

ગુજરાત વિધાનસભા ચૂંટણી( Gujarat Assembly Election 2022 )માં પ્રથમ તબક્કાના મતદાન ( First Phase poll ) પૂર્ણ થઇ ચૂક્યું છે.દક્ષિણ ગુજરાતની 35 બેઠકો પર (South Gujarat Assembly Seats) મતદાન ઓક્સિજયું હતું.જેમાં જનતાનો મિજાજ 281 ઉમેદવારોનું ભાવિ EVM માં કેદ થઇ ગયું છે.

દક્ષિણ ગુજરાતમાં મતદાન શરુ; 281 ઉમેદવારોનું ભાવિ EVMમાં થશે કેદ
gujarat-assembly-election-2022-first-phase-of-poling-voting-in-south-gujart

ન્યુઝ ડેસ્ક: ગુજરાત વિધાનસભા અંતર્ગત યોજાયેલા પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ચૂક્યું છે. આ વખતે શહેરી વિસ્તારો કરતા ગ્રામ્ય વિસ્તારોમાં મતદાનમાં વધારો થયો છે. આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લાઓમાં લોકોએ ઉત્સાહભેર લોકશાહીના પર્વમાં ભાગ લીધો હતો. તાપી જિલ્લામાં સૌથી વધુ મતદાન થયું હોવાનું અનુમાન છે

તાપી જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું. વ્યારા 171 વિધાનસભા બેઠક પર 7 ઉમેદવારના ભાવિ ઈવીએમ મશીનમાં સિલ થયા.નિઝર 172 વિધાનસભા બેઠક પર 6 ઉમેદવાર ના ભાવિ ઈવીએમમાં સિલ થયા.જિલ્લા ના 5 લાખથી વધુ મતદારોએ કુલ 13 ઉમેદવારના ભાવિ સિલ કર્યો

ગ્રામજનોની માંગ ન સંતોષાતા ચુંટણી બહિષ્કાર: ડાંગના બિલમાળ ગામે આદિવાસી એકતાના નારા સાથે રોડ રસ્તા, પાણી સહીત અનેક માંગોને લઈને પોતાના હક માટે મહિલાઓનો હલ્લાબોલ કર્યો હતો. તંત્રને અનેક વખત રજૂઆતો કરવામાં આવી પરતું ગ્રામજનોની માંગ ન સંતોષાતા આજે ચુંટણી બહિષ્કાર કરવામાં આવ્યો હતો. ડાંગ જિલ્લામાં વિધાનસભાની ચુંટણી બહિષ્કારને લઈને વહીવટી તંત્ર દોડતું થયું હતું. આવનારા સમયમાં બિલમાળ ગામમાં રસ્તા રોકી અધિકારી અને નેતાઓ માટે ગામમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ લગાવવાની ચીમકી આપી છે.

સપ્તપદીના સાત ફેરા પહેલા મતદાન કરવા ઢોલ નગાડા સાથે કન્યા મતદાન મથકે મતદાન આપવા પહોંચી હતી. પરિવાર લગ્ન ગીત સાથે નાચતા ઢોલ વગાડતા મતદાન મથકે પહોંચ્યા હતા.મતદાન માટે પરિવારમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. અંજલિ પટેલ નામની યુવતીના લગ્ન હતા. દુલ્હને લોકોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ પણ કરી હતી

તાપીમાં મતદાન બહિષ્કાર

તાપીમાં મતદાન બહિષ્કાર: તાપી જિલ્લામાં આવતા સોનગઢ તાલુકાના સિંગલખાંચ ગામ અને પાઠરદા ગામે આવેલા બુથમાં એક પણ મત પડ્યો નથી. ગામ લોકોએ પોતાની માંગને લઈને મતદાનનો બહિષ્કાર કર્યો છે. આ ગામો સુરત જિલ્લાની માંડવી વિધાનસભા બેઠકમાં આવે છે.એક તરફ તાપી જિલ્લામાં સૌથી વધુ મતદાન અત્યાર સુધી નોંધાયું છે તો બીજી તરફ તાપી જિલ્લામાં આવતા બે ગામોમાં મતદાન થયું નથી

ઝઘડિયા વિધાનસભામાં સમાવિષ્ઠ 4 થી વધુ ગામોમાં પ્રાથમિક સુવિધા નહિ મળતા ચૂંટણીનો બહિષ્કાર કર્યો, સમજાવટ બાદ મતદાન શરૂ થયું.વિધાનસભાની ચુંટણીના મતદાનનો વાલિયા તાલુકાના કેસરગામના 365 મતદારોએ ચૂંટણીઓનો બહિષ્કાર કરતા ચૂંટણી તંત્ર દોડતું થઇ ગયું હતું. કેસર ગામના મતદારો પ્રાથમિક સુવિધાના અભાવે તેમજ કીમ નદી પર પુલ અંગે તે સમયના કલેકટર અને ભરૂચના સાંસદ મનસુખ વસાવા તેમજ તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ સહિત ઉચ્ચકક્ષાએ રજૂઆત હતી પરંતુ અત્યાર સુધી 700 થી વધુના વસ્તી ધરાવતા ગામમાં પ્રાથમિક સુવિધા નહી પૂરું પાડવામાં આવતા લોકો હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે.

સરેરાશ 54 ટકા મતદાન નોંધાયું છે. 89 બેઠક પર સરેરાશ 51 ટકા મતદાન નોંધાયું છે. જિલ્લા પ્રમાણે સૌથી વધુ તાપીમાં મતદાન નોંધાયું. તાપી જિલ્લામાં 64.3 ટકા, નર્મદા જિલ્લામાં 63.9 ટકા મતદાન, ડાંગ જિલ્લામાં 58.5 ટકા, વલસાડ જિલ્લામાં 53.5 ટકા મતદાન, નવસારી જિલ્લામાં 55.1 ટકા, મોરબીમાં 53.7 ટકા મતદાન નોંધાયુ છે. બેઠક પ્રમાણે સૌથી વધુ નિઝરમાં 66.4 ટકા મતદાન, ડેડિયાપાડામાં 66.3 ટકા, કપરાડામાં 64.4 ટકા મતદાન, નાંદોદમાં 61.6 ટકા, વ્યારામાં 61.5 ટકા મતદાન, મહુવા 59.8, ડાંગમાં 58.5, વાંસદામાં 60.4 ટકા મતદાન નોંધાયુ છે.

બપોરે 3 વાગ્યા સુધીનું મતદાનની વાત કરીએ તો સૌથી વધુ તાપીમાં 64.27% અને સૌથી ઓછું જામનગર 42.26 ટકા મતદાન નોંધાયું છે. ડાંગ જિલ્લામાં 58.55 ટકા, નર્મદા જિલ્લામાં 63.88 ટકા, નવસારી જિલ્લામાં 55.10 ટકા, સુરતમાં 47.10 ટકા, તાપીમાં 64.27 ટકા અને વલસાડમાં 53.49 ટકા જેટલું મતદાન થયું છે.

વલસાડ 5 વિધાનસભા બેઠક પર 3 વાગ્યા સુધીમાં થયેલ મતદાનની ટકાવારી જોઈએ તો ધરમપુર બેઠક પર 58.96 ટકા, વલસાડ બેઠક પર 48.49 ટકા, પારડી બેઠક પર 48.98 ટકા, કપરાડા બેઠક પર 64.45 ટકા અને ઉમરગામ બેઠક પર 47.09 ટકા થયું છે.

ડાંગ જિલ્લામાં સૌથી વધુ 46.22 ટકા મતદાન: આદિવાસી બાહુલ્ય ધરાવતા ડાંગ જિલ્લામાં સૌથી વધુ 46.22 ટકા મતદાન થયું છે જયારે નર્મદા જિલ્લામાં 46.13 ટકા,નવસારીમાં 39.40 ટકા, તાપી જિલ્લામાં 46.35 ટકા અને વલસાડમાં 38.05 ટકા મતદાન થયું છે. ડાંગ જિલ્લાની એકમાત્ર બેટહક ડાંગ પર સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ મતદાન થયું છે.

હેમાલી બોઘાવાલાએ કર્યું મતદાન: દક્ષિણ ગુજરાતના સુરત ખાતે પહેલા તબક્કાના મતદાનમાં નેતાઓ અને જાણીતી હસ્તીઓના અવનવા દ્રશ્યો સામે આવી રહ્યાં છે. સુરતના મેયર હેમાલી બોઘાવાલા પણ એક આવું કરીને લોકોના દિલમા છવાયા છે. તેમણે મતદાન માટે સાઈકલ લઈને એકલા જવાનો નિર્ણય કર્યો અને સમાજને એક મોટો સંદેશ આપ્યો હતો.

વરરાજાએ મતદાન કર્યું: લોકશાહીના પર્વની ઉજવણીમાં વરરાજાનો ઉત્સાહ જોવા મળ્યો હતો.વ્યારા શહેરના દાદરી ફળિયામાં રહેતા યુવા વરરાજાએ મતદાન કર્યું હતું.શરીરે લગાવેલી પીઠી સાથે મતદાન કરવા વરરાજા પહોંચ્યા હતા. ઉપરાંત તાપી જિલ્લાના મતદારો વધુમાં વધુ મતદાન કરે એવી અપીલ કરી હતી.

દક્ષિણ ગુજરાતની ડાંગ વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર વિજયભાઈ પટેલે મતદાન કર્યું હતું.વિજયભાઈ પટેલે પોતાના વતન હનવતચોન્ડ પ્રાથમિક શાળા ખાતે મતદાન કર્યું. મતદાન સમયે તેમના પરિવારના સભ્યો પણ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લામાં એક માત્ર બેઠક 173- ST માટે ચૂંટણી યોજાઈ રહી છે

અલ્પેશ કથીરિયાએ મતદાન કર્યું: આમ આદમી પાર્ટીના વરાછા વિધાનસભા બેઠકના ઉમેદવાર અલ્પેશ કથીરિયાએ મતદાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે તેઓ હાલમાં જ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને વરાછાથી ચૂંટણી લડી રહ્યા છે. વરાછા બેઠક પરથી ભાજપના પૂર્વ મંત્રી કુમાર કાનાણી મેદાને છે

માજી કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારે મતદાન કર્યું: દક્ષિણ ગુજરાતના બારડોલીના બાબેન ગ્રામપંચાયત ખાતે રાજ્યના માજી કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારે મતદાન કર્યું હતું. ઈશ્વર પરમારે જંગી લીડ થી જીતનો દાવો કર્યો હતો.મતદારોને પોતાના મત અધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી હતી

ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી સહ પરિવાર મત આપવા પહોંચ્યા: દક્ષિણ ગુજરાતના સુરત ખાતે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી સહ પરિવાર મત આપવા પહોંચ્યા હતા. જ્યાં હર્ષ સંઘવીએ અરવિંદ કેજરીવાલને આડે હાથ લીધા હતા. હર્ષ સંઘવીએ પંજાબમાં બનેલી ઘટના પર પ્રતિક્રિયા આપી હતી.સંઘવીએ કહ્યું કે સૌથી વધુ સેનામાં જવાનો પંજાબથી આવે છે તેમના બાળકો પર હિંસક બલ પ્રયોગ કેજરીવાલે કર્યા છે.પંજાબમાં તેઓએ કોઈ વાયદા પૂર્ણ કર્યા નથી

ઉચ્છલના જામકી ગામે ઇવીએમ ખોટકાયું: દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાની નિઝર વિધાનસભા મતવિસ્તારમાં ઉચ્છલના જામકી ગામે ઇવીએમ ખોટકાયું હોય તેવા સમાચાર સામે આવ્યા છે. ઇવીએમ ખોટકાતા વહેલી સવારથી લાઈનમાં ઉભેલા મતદારો પરેશાન થયા હતા. ઉલ્લેખનીય છે કે ઇવીએમ મશીન થોડા સમય સુધી ખોટકાતા તંત્ર દ્વારા ઇવીએમને રીપ્લેસ કરાયું હતું

ડાંગ વિધાનસભા બેઠક પર સૌથી વધુ 7.76 ટકા મતદાન: પ્રથમ 1 કલાકના મતદાનના આંકડા સામે આવ્યા છે. જેમાં દક્ષિણ ગુજરાતની ડાંગ વિધાનસભા બેઠક પર સૌથી વધુ 7.76 ટકા મતદાન થયું છે જયારે બીજી તરફ દક્ષિણ ગુજરાતની ભરૂચ બેઠક પર માત્ર 3.44 ટકા જેટલું મતદાન થવા પામ્યું છે.નર્મદામાં 5.30 ટકા મતદાન થયું હતું. નવસારીમાં 5.33 ટકા, તાપીમાં 7.25 ટકા અને વલસાડમાં 5.58 ટકા મતદાન થયું હતું

દક્ષિણ ગુજરાતના વાંસદાના ઉનાઈ ખાતે EVM ખોટકાવ્યું હોય તેવી માહિતી સામે આવી છે. બંને મતદાન મથકો ઉપર EVM ખોટવાયા હોવાથી મતદાનમાં ખલેલ પહોંચી હતી. ઇવીએમ ખોટવાતા મતદાન સમયમાં વિલંબ તથ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાતે આ બેઠકના ભાજપના ઉમેદવાર પર હુમલો થયો હતો અને ગંભીર ઇજા પહોંચી હતી.

દક્ષિણ ગુજરાતના સુરત ખાતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે મતદાન કર્યું. આ દરમિયાન ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના વાપી ખાતે EVM ખોટવાયું હોય તેવી માહિતી સામે આવી છે. વાપી 193 નંબરના બુથ પર મોક પોલ બાદ EVM બંધ થઇ જવ અપમાયું હતું. EVM શરૂ ન થતાં લોકોની લાઈનો લાગી હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. વાપી 193 નંબરના બુથ પર મોક પોલ બાદ EVM બંધ

ઉમરગામ બેઠક પર રમણલાલ પાટકરે મતદાન કર્યું છે. તેમના નિવાસસ્થાન ઘોડિપાડા ખાતેથી તેઓ મતદાન કર્યું હતું. રમણલાલ પાટકર ઉમરગામ બેઠકના સીટીંગ MLA છે.જેઓ આ 6 ઠી ટર્મ ભાજપ તરફથી ચૂંટણી લડી રહ્યા છે. તેઓ 2017 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા હતા. જો કે ત્યારબાદ પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયા હતા. આમ જોવા જઇયે તો ઉમરગામ વિધાનસભા ગુજરાતની છેલ્લી વિધાનસભા છે

નિઝર બેઠકના બીજેપી ઉમેદવારે મતદાન કર્યું છે. બીજેપી ઉમેદવાર જયરામ ગામીત નિઝર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેમને સકરડા પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું. જીતની આશા વ્યક્ત કરી વધુ મતદાન થાય તેવી અપીલ કરી હતી.જયરામ ગામીત તાપી જિલ્લાના પ્રમુખ પણ રહી ચુક્યા છે. તેઓ સોનગઢના સકરડા ગામના નિવાસી છે

દક્ષિણ ગુજરાતની 35 બેઠકો પર મતદાન શરુ
gujarat-assembly-election-2022-first-phase-of-poling-voting-in-south-gujart

પૂર્ણેશ મોદીએ સુરત ખાતે મતદાન કર્યું: ગુજરાત સરકારના મંત્રી પૂર્ણેશ મોદીએ સુરત ખાતે મતદાન કર્યું. લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી. સુરત શહેરમાં પૂર્ણેશ મોદી ઢોલ-નગારા સાથે મતદાન કરવા નીકળ્યા હતા. તેમની સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પૂર્ણેશ મોદીએ મતદાન મથક પર પહોંચી મતદાન કર્યું.

કનુભાઈ દેસાઈ મતદાન કરવા પહોંચ્યા: પારડી વિધાનસભાના ભાજપના ઉમેદવાર કનુભાઈ દેસાઈ મતદાન કરવા પહોંચ્યા હતા ત્યાં જ્ઞાન ધામ સ્કૂલના બુથ નંબર 193 પર મતદાન કરવા આવ્યા EVMમાં ખામી સર્જતાં મતદાન કરવા રાહ જોવી પડી

મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલે નવસારી શહેર મતદાન મથકે મતદાન કર્યું છે. લોકોને પણ મતદાન કરવાની અપીલ કરી છે. નવસારી શહેરના રહેવાસી મંગુભાઇ પટેલ ગુજરાતમાં પણ મંત્રી પડે રહી ચુક્યા છે. હાલ તેઓ મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે કાર્યરત છે

દક્ષિણ ગુજરાતમાં બિગ ફાઈટ સીટો: દક્ષિણ ગુજરાતની હાઈ પ્રોફાઈલ બેઠકોની વાત કરીએ તો જંબુસર બેઠકથી ડી કે સ્વામી ભાજપ,ઝઘડીયાથી છોટુ વસાવા અપક્ષ, ઓલપાડથી ધાર્મિક માલવીયા આપ, મૂકેશ પટેલ ભાજપ, દર્શન નાયક કોંગ્રેસ, માંગરોળ બેઠકથી ભાજપના ગણપત વસાવા, અનિલ ચૌધરી કોંગ્રેસ,કામરેજ બેઠક પર ભાજપના પ્રફુલ પાનસેરીયા, રામ ધડૂક આપ, સુરત પૂર્વ અરવિંદ રાણા ભાજપ, વરાછા બેઠક પર કુમાર કાનાણી ભાજપ, પ્રફુલ તોગડીયા કોંગ્રેસ અને અલ્પેશ કથિરીયા આપ, લિંબાયત બેઠક પર સંગીતા પાટીલ ભાજપ, મજૂરા બેઠક પર હર્ષ સંઘવી ભાજપ બલવંત જૈન કોંગ્રેસ, પીવીએસ શર્મા આપ, કતારગામ બેઠક પર વિનોદ મોરડીયા કોંગ્રેસ,કલ્પેશ વરીયા કોંગ્રેસ અને ગોપાલ ઇટાલિયા આપ, વાંસદા બેઠક પર અનંત પટેલ કોંગ્રેસ, પારડી બેઠક પર કનુ દેસાઇ ભાજપ જેવા મોટા માથાંઓનું ભાવિ મતદારોના હાથમાં છે.

2017 વિધાનસભા ચૂંટણીનું પરિણામ:2017 વિધાનસભા ચૂંટણીમાં દક્ષિણ ગુજરાતમાં પાટીદાર આંદોલનની અસર જોવા મળી ન હતી. સુરતની શહેરી વિસ્તારની બેઠકોની વાત કરીયે તો 16માંથી ભાજપ 15 બેઠકો જીતવામાં સફળ રહ્યું હતું. જો કે ગ્રામ્ય વિસ્તારની બેઠકો પર કોંગ્રેસને સફળતા મળી હતી.જો કે બે બેઠકો ભારતીય ટ્રાઇબલ પાર્ટીને ફાળે ગઈ હતી.જિલ્લાવાર જોઇએ તો સુરતમાં 16, તાપીમાં 02, ડાંગમાં 01, નવસારીમાં 04 , ભરુચમાં 05, વલસાડમાં 05 , અને નર્મદા 02 માં બેઠકોનો સમાવેશ થાય છે.

દક્ષિણ ગુજરાતમાં પ્રચારના મહત્ત્વના મુદ્દા: દક્ષિણ ગુજરાતની કુલ 35 બેઠકોમાં (35 Seats Of South Gujarat )શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારની બેઠકો પર અલગ અલગ બાબતો પક્ષ ( South Gujarat issues ) પ્રચારમાં જોવા મળી છે. સુરતમાં શહેરી વિસ્તારોમાં ઔદ્યોગિક વિકાસને લઇને રોજગારીનો મુદ્દો, સુરતની શહેરની તમામ બેઠક અને કંઇક અંશે ગ્રામ્ય બેઠકો પર પણ સિવિક ફેસિલિટીઝ અને કાયદો તથા ન્યાયની વ્યવસ્થાની સમસ્યાઓ દૂર કરવી મોટો મુદ્દો છે.આદિવાસીઓના હકો તરીકેે જંગલ જમીનનો મુદ્દો છેડાયો. આપના પ્રચારમાં શિક્ષણ આરોગ્ય સુવિધાઓ અને મફત વીજળીની વાતો થઇ છે. સ્થાનિક રોજગારી, પીવાનું શુદ્ધ પાણી અને સારા માર્ગો વિશેની વાતો પણ સંભળાઇ છે.

દક્ષિણ ગુજરાતમાં મતદારોનું ગણિત: દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ પાટીદાર અને આદિવાસી મતદારો છે. કોળી પટેલ અને લાખોની સંખ્યામાં વસતા ઉત્તર ભારતીયો પણ ખરા. દક્ષિણ ગુજરાતમાં કુલ 35 બેઠકોમાં (35 Seats Of South Gujarat) આદિવાસી 14 બેઠકો છે, એક બેઠક એસટી અનામત અને બાકીની 20 બેઠકો સામાન્ય છે. દક્ષિણ ગુજરાતની આદિવાસી બેઠકો છે એમાં 14 બેઠકો પર અત્યાર સુધી કોંગ્રેસનું વર્ચસ્વ રહ્યું છે. રાજ્યમાં કુલ 27 આદિવાસી અનામત બેઠકોમાંથી અડઘી બેઠક અહીંયા છે. આ મુદ્દે સુરતમાં કુલ 16 બેઠક છે. 48 પ્રકારની જ્ઞાતિના લોકો વસે છે. સુરત ગ્રામ્યની 6 વિધાનસભા બેઠકમાં કોળી પટેલ સમાજનું પ્રભુત્વ રહ્યું છે. બારડોલી વિધાનસભા બેઠક અનુસુચિત જાતિ માટે અનામત છે. આદિવાસી મતદારો હળપતિ સમાજ ઉપરાંત પાટીદાર મતદારો પણ ઉમેદવારોનું ભાવિ નક્કી કરવામાં મહત્વના સાબિત થશે.

દક્ષિણ ગુજરાતમાં મતદારોની સંખ્યા: દક્ષિણ ગુજરાતની કુલ 35 બેઠકો (35 Seats Of South Gujarat) પર કુલ મતદાર સંખ્યા જાણીએ તો ચૂંટણી પંચની આખરી મતદાર યાદી પ્રમાણે નોંધાયેલી સંખ્યા મુજબ કુલ મતદાર સંખ્યા 95,63,000 (Total electorate of 35 seats of South Gujarat) છે. જેમાં કુલ પુરુષ મતદાર સંખ્યા 49,87,000 છે અને કુલ સ્ત્રી મતદાર સંખ્યા 45,71,000 છે.

Last Updated : Dec 1, 2022, 5:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.