ETV Bharat / assembly-elections

ગુજરાતમાં બળવાવાળી વિધાનસભાના ભાજપના ઉમેદવાર સાથે રૂબરૂ

author img

By

Published : Nov 25, 2022, 6:34 PM IST

Updated : Nov 25, 2022, 7:52 PM IST

Gujarat Assembly Election 2022: વડોદરાની પાદરા બેઠક પર ભાજપના દિનેશ પટેલને ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવારી કરતા ખરા ખરીનો જંગ જોવા મળશે, ત્યારે  ETV BHARATની વિશેષ રજુઆત રૂબરૂમાં ભાજપના ઉમેદવાર ચૈતન્યસિંહ ઝાલા સાથે ખાસ વાતચીતમાં જાણો તેમનું શુ માનવુ છે?

Chaitanya Singh Jhala rubaru
Chaitanya Singh Jhala rubaru

વડોદરા : ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) જાહેર થતાંજ તમામ રાજકીય પક્ષો પ્રચાર પ્રસાર માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. વડોદરા જિલ્લામાં કુલ 10 બેઠકો પૈકી પાંચ બેઠકો શહેર અને પાંચ બેઠકો ગ્રામ્ય વિધાનસભા બેઠકો આવેલી છે. પાદરા વિધાનસભા બેઠક રાજકીય લેબોરેટરી તરીકે ગણવામાં આવે છે. પાદરા વિધાનસભા બેઠક પર રાજકીય વિશ્લેષકોની ખાસ નજર રહેતી હોય છે. આ બેઠક પર વર્ષ 2012માં ભાજપ (Padra Bjp Candidate) અને વર્ષ 2017માં કોંગ્રેસ આ બેઠક પર જીત મેળવી હતી. આ બેઠક પર ભાજપના નેતા દિનેશ પટેલને ટિકિટ ન મળતા નારાજગી દાખવી અપક્ષ ઉમેદવારી કરી છે, ત્યારે આ બેઠક પર ખરા ખરીનો જંગ જોવા મળશે ત્યારે ETV BHARATની વિશેષ રજુઆત રૂબરૂમાં ભાજપના ઉમેદવાર ચૈતન્યસિંહ ઝાલા સાથે ખાસ વાતચીત (Chaitanya Singh Jhala rubaru ) કરી હતી.

ચૈતન્યસિંહ ઝાલા સાથે ખાસ વાતચીત

સવાલ : ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે ત્યારે તમારી રણનીતિ શુ રહેશે?

જવાબ: અમારી રણનીતિ ભુપેન્દ્રભાઈ પટેલની સરકારના કામો અને નરેન્દ્ર ભાઈ મોદીજીની સરકારના કામો જન જન સુધી પહોંચ્યા છે. સરકારશ્રીની તમામ યોજનાનો લાભ જન જન સુધી પોહચાડયો છે અને વિકાસના કામો ને લઇ અમે પ્રચારમાં જઈએ છીએ. જેને જોતા ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સાથે જ અગાઉના ધારાસભ્ય થાકી ગયા છે અને જનતા પરિવર્તન ઈચ્છી રહી છે.

સવાલ : સ્થાનિક લોકોના મુદ્દાઓ, સ્થાનિક સમસ્યાઓ કે, જેનું હજુ નિરાકરણ નથી આવ્યું કયા મુદ્દાને લઈને પ્રચાર માટે નીકળ્યા છો?

જવાબ : હાલમાં અમે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છીએ ત્યારે અમને ગણી બધી તફલિકો જાણવા મળી છે. જેમાં ખાસ કરીને ધંધો રોજગાર જેમાં ખાસ યુવાનો ભણ્યા ગણ્યા છતાં નોકરી નથી મળી સાથે
પાણીની સમસ્યા જોવા મળી છે. અગાઉના ધારાસભ્યો દ્વારા અનેક ફરિયાદો મળી છે કે કોઈ પરિસ્થિતિ કે સમસ્યાના નિરાકરણ માટે રસ દાખવ્યો નથી જેથી પરિવર્તન ઈચ્છે છે.

સવાલ : 2 લાખથી વધુ મતદારો, ત્રણે રાજકીય પક્ષ સાથે ભાજપના બળવાખોર નેતા સામે છે, કઈ રીતે જીત મેળવશો?

જવાબ: ના એ બળવાખોરી કરે તે તેમની મરજી છે પાર્ટીએ ઘણું બધું આપ્યું છે પરંતુ તેમની વધુ પડતી મહેચ્છા છે જે પાર્ટી કે જનતા પુરી કરી શકે તેમ નથી. તેથી એમની મહેચ્છા એમને મુબારક! પરંતુ પાદરા વિધાનસભાની જનતા ભારતીય જનતા પાર્ટી અને મોદીજી ને ઈચ્છે છે અને મોદીજી માટે જ મતદાન કરશે તે નક્કી છે.

સવાલ : આ બેઠક પર સૌથી વધુ ક્ષત્રિય મતદારો છે, ત્યારે સમાજના કયા મુદ્દાઓને લઈ આગળ વધશો?

જવાબ: અમે દરેક સમાજ દરેક વર્ણને અમે સાથે લઈને ચાલીએ છીએ. અમારા દરેક મુદ્દાઓ પાદરા તાલુકાના દરેક નાનામાં નાના વ્યક્તિ સુધી અમારી સેવાઓ પહોંચે અને સરકારશ્રીના લાભ મળે તે મુદ્દો છે. અમારા મુદ્દામાં વિકાસ છે પાદરા જંબુસર ફોર લેન રોડ ઘણા સમયથી અટક્યો હતો જે હજુ શરૂ થયો નથી તે અમારો મુખ્ય મુદ્દો રહેશે.

સવાલ: વર્તમાન ધારાસભ્ય કોંગ્રેસના છે, જેઓ વધુ મતોથી જીત્યા હતા સાથે અપક્ષ ઉમેદવાર ભાજપના છે, ત્યારે આ બંને પડકારોને આપ કઈ રીતે જોશો?

જવાબ: ગઈ વિધાનસભા ની ચૂંટણી ના સમીકરણો ખૂબ અલગ હતા. આ વખતના ચૂંટણી ના સમીકરણ અલગ છે અને અપક્ષ ઉમેદવાર ફાઈટમાં આવવાના નથી પરંતુ વોટ તોડશે તો પોતાના જે ગણ્યા ગાંઠ્યા વ્યક્તિ પૂજામાં માનતા લોકોના મત મળશે અને પદારની જનતા તેમણે સ્વીકારવાની નથી.

સવાલ: જીતનો વિશ્વાસ કેટલો છે ?
જવાબ: જીતનો પૂરો વિશ્વાસ છે અને 25 હજાર કરતા પણ વધુ મતથી જીત મેળવીશું તેવું જણાવ્યું હતું.

Last Updated : Nov 25, 2022, 7:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.