ETV Bharat / assembly-elections

લોકોને મનાવવામાં હું નિષ્ફળ નીવડ્યો હતો પણ હવે હું જીતીશ: અલ્પેશ ઠાકોર

author img

By

Published : Nov 19, 2022, 4:09 PM IST

Updated : Nov 19, 2022, 5:03 PM IST

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ના (Gujarat Assembly Election 2022) બીજા તબક્કાનું મતદાન ડિસેમ્બરની શરીઆતમાં યોજાવાનું છે. ત્યારે ગાંધીનગર દક્ષિણ બેઠકના (Gandhinagar South Seat) ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરે ETV Bharat સાથે રુબરુ થયા હતા. ત્યારે જાણો ETV ભારત સાથેની રૂબરૂ મુલાકાત દરમિયાન શું કહ્યું અલ્પેશ ઠાકોરે.

લોકોને માનાવવામાં હું નિષફળ નીવડ્યો હતો પણ હવે હું જીતીશ: અલ્પેશ ઠાકોર
લોકોને માનાવવામાં હું નિષફળ નીવડ્યો હતો પણ હવે હું જીતીશ: અલ્પેશ ઠાકોર

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ના (Gujarat Assembly Election 2022) બીજા તબક્કાનું મતદાન (Second phase voting 2022) પાંચ ડિસેમ્બરના રોજ યોજાવાનું છે, ત્યારે હવે બીજા તબક્કા માટેની પણ પ્રચાર પ્રસાર પુરજોસમાં ઉમેદવારો દ્વારા શરૂ કરી દેવામાં આવ્યા છે. ગાંધીનગર દક્ષિણ બેઠકના (Gandhinagar South Seat) ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરે ETV Bharat સાથે રુબરુ થયા હતા. વર્ષ 2019 પેટા ચૂંટણીના અનુભવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તે સમયે હું મારા મત વિસ્તારના લોકોને મનાવવામાં નિષ્ફળ નીકળ્યો હતો. પરંતુ હવે આ વિધાનસભા બેઠક પરથી જરૂર વિજયી બનીશ.

લોકોને માનાવવામાં હું નિષફળ નીવડ્યો હતો પણ હવે હું જીતીશ: અલ્પેશ ઠાકોર

પ્રશ્ન : ગાંધીનગર દક્ષિણ બેઠક જ કેમ પસંદ કરી

જવાબ: ETV Bharat અલ્પેશ ઠાકોરને ગાંધીનગર દક્ષિણ બેઠક જ કેમ પસંદ કરવામાં આવી શું આ બેઠક શેફ બેઠક છે, એટલે પસંદ કરી છે? તેના જવાબમાં અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, ગાંધીનગર દક્ષિણ બેઠક મેં પસંદ કરી નથી. પરંતુ આ સંપૂર્ણ પસંદગી એ પક્ષની પસંદગી છે અને મહુડી મંડળ દ્વારા આ બેઠક ઉપર મારા નામની પસંદગી ઉતારી છે. મને ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી ઉમેદવારી કરવાનો મોકો આપ્યો છે. તે બદલ હું મહુડી મંડળને ધન્યવાદ કહું છું.

પ્રશ્ન: કયા કામોને પ્રાધાન્ય આપવામાં આવશે ?

જવાબ : અલ્પેવાહ ઠાકોર ETV Bharat સાથે ખાસ વાતચિત કરતા જણાવ્યું હતું કે, ગાંધીનગર દક્ષિણ બેઠકમાં વિકાસના અનેક કામો બાકી, આ વિસ્તારના વિકાસના કામો પણ હજુ ઘણા બાકી છે. તે વિકાસના કામો પૂર્ણ કરવામાં આવશે. જ્યારે ગાંધીનગર દક્ષિણના મતદારો અને કાર્યકર્તા ઉપર મને ખૂબ જ વિશ્વાસ છે. મહોડી મંડળ મારા પર વિશ્વાસ મુક્યો છે, અને તેને વિશ્વાસને સાથે રાખીને જીત મેળવીશ.

પ્રશ્ન: 2017માં કોંગ્રેસ 2022માં ભાજપ કેવું લાગે છે

જવાબ: વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં હું કોંગ્રેસમાંથી વિધાનસભાની ચૂંટણી લડ્યો હતો. તેમાં જીત્યો હતો. વર્ષ 2019માં કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપ પક્ષમાંથી પેટા ચૂંટણી લડ્યો હતો, પરંતુ તેમાં મારી હાર થઈ હતી. એ વખતે હું લોકોને મનાવવામાં હું નિષ્ફળ થયો હતો. લોકોને કામ કરવું છે લોકો માટે લડવું છે, પરંતુ આ વખતે હું લોકોને માટે કામ કરી રહ્યો છું. લોકોના માટે જો ચૂંટણી લડી રહ્યો છું. ત્યારે હવે મને મારી પ્રજા ઉપર પણ સંપૂર્ણ ભરોસે છે. હું ચોક્કસ પણે જીતીશ. જ્યારે કોંગ્રેસ પક્ષમાં અંદર અંદર જ લડાઈ છે. ભાજપ પક્ષ એક કેડર બેજ પાર્ટી છે. જેમાં આંતરિક કોઈ પ્રકારની લડાઈ નથી.

પ્રશ્ન: ગાંધીનગર દક્ષિણ સેમી અર્બન બેઠક, કેવી રીતે પ્રચાર કરશો?

જવાબ: અલ્પેશ ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે, ગાંધીનગર દક્ષિણ વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો 65 જેટલા ગ્રામ્ય વિસ્તારોના આ બેઠકમાં સમાવેશ થાય છે. ગાંધીનગર તથા અમદાવાદ શહેરના અમુક વિસ્તારોમાં પણ ગાંધીનગર દક્ષિણ બેઠક ઉપર સમાવેશ થાય છે. આ સેમી અર્બન બેઠક છે. આ વિસ્તારમાં ગિફ્ટ સિટી છે. મેટ્રોસિટી છે, મેટ્રોની સુવિધા આવશે, ત્યારે આ વિસ્તાર ખૂબ વિકસિત છે, પરંતુ હજુ પણ અનેક વિકાસના કામો બાકી છે. બધું જ થઈ જશે અને બધા આજે પ્રકારનો વિકાસ આ વિસ્તારમાં ટૂંક સમયમાં શરૂ થશે.

પ્રશ્ન: જીત મેળવી ને અલ્પેશ ઠાકોર ક્યાં જોવા મળશે ?

જવાબ: ETV Bharat અલ્પેશ ઠાકોર વિધાનસભાની ચૂંટણીમાં વિજેતા થાય તો અલ્પેશ ઠાકોર ભુપેન્દ્ર પટેલની સરકારમાં કેબિનેટ પ્રધાન હશે કે કદાચ કક્ષાના પ્રધાન તે બાબતે અલ્પેશ ઠાકોરે પ્રતિઉત્તર આપતા જણાવ્યું હતું કે, વિધાનસભાની અંદર 182 વિધાનસભાની બેઠકમાં મારી 35 નંબરની બેઠક વ્યવસ્થામાં હું જોવા મળીશ, પરંતુ અલ્પેશ ઠાકોરે કેબીનેટ પ્રધાન અને રાજયકક્ષાના પ્રધાન બનશે. તે બાબતે કોઈ પ્રકાર ની સ્પષ્ટતા કરી ન હતી.

અલ્પેશ ઠાકોરે શું કહ્યું : મારા મિત્રોને મદદ કરીશ અલ્પેશ ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે, આ વિધાનસભાની ચૂંટણીમાં મારા ખુબ સારા મિત્ર એવા હાર્દિક પટેલ વિરમગામ વિધાનસભા બેઠક ઉપરથી ચૂંટણી લડી રહ્યા છે. શંકર ચૌધરી પણ રાજ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે આ બંને મિત્રો જીતે તે માટે પણ મેં મારા લાગતા વળગતા તમામ અંગત મિત્રોને પણ તેમને જીતાડવાના છે. તેવી વાત કરી છે. આમ હું તો વિધાનસભાની ચૂંટણી જીતીશ, પરંતુ મારા બંને અંગત મિત્રો હાર્દિક પટેલ અને શંકર ચૌધરીને પણ હું મારી તમામ બનતી મદદ કરીશ.

કોંગ્રેસના સિનિયર નેતા એવા ર્ડા સી જે ચાવડા : ગાંધીનગર દક્ષિણનું સમીકરણ ગાંધીનગર દક્ષિણની બેઠકની ચર્ચા કરવા જોઈએ તો આ બેઠક 1967 થી ભાજપ પક્ષે પાંચ વખત જીતનો સ્વાદ ચાખ્યો છે. જ્યારે કોંગ્રેસ માત્ર ચાર વખત જીતનો સ્વાદ ચાખ્યો છે, પરતું આ બેઠક ભૂતકાળના રાજકીય પક્ષોએ એક એક વખત સાશન કર્યું છે, પરંતુ આ બેઠક પહેલેથી ભાજપનો ગઢ માનવામાં આવી રહ્યો છે. આ વખતે ગઢમાં વાદ વિવાદના વાદળો જોવા મળી રહ્યા છે. છેલ્લી ત્રણ ટર્મથી ભાજપનો ભગવો લેહાર્યો છે. એટલે કે વર્ષ 2007થી વર્ષ 2017 સુધી આ બેઠક પર સભુજી ઠાકોર જીત હસાલ કરતા આવ્યા છે. જ્યારે વર્ષ 2002 માં આ બેઠક પર કોંગ્રેસના સિનિયર નેતા એવા ર્ડા સી જે ચાવડા એ જીત હાંસલ કરી હતી.

અલેપશ ઠાકોરને આ બેઠક પરથી ચૂંટણી લડાવવાના તજવીજ હાથ ધરી : છેલ્લી ત્રણ ટર્મથી આ બેઠક પર ઠાકોર સમાજના આગેવાનને કમાન તે પહેલાં એટલેકે 1990 અને 1998માં આ બેઠક પર ભાજપના ઉમેદવાર વાડિભાઈ પટેલ જીત હાંસલ કરી હતી. આ સિવાય 1980થી 1985ની બે ટર્મમાં કોંગ્રેસ જીત હાંસલ કરી હતી. મહત્વનું છે કે આત્યંર સુધી આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસની લડાઈ જોવા મળતી હતી. હવે આમ આદમી પાર્ટી આ બને પક્ષોના વોર્ટ પર સીધી અસર પાડીની પરિણામમાં ફેરબદલી કરી શકે તેમ છે. બેઠક પર જાતિ સમીકરણ વધુ જોવા મળ્યું છે. છેલ્લી ત્રણ ટર્મથી આ બેઠક પર ઠાકોર સમાજના આગેવાનને કમાન સોંપવામાં આવી છે. તે જીત હાંસલ કરી છે, પરતું આ વખતે આ બેઠક માટે ભાજપમાં ભડકાના એધાણ જોવા મળી રહ્યા છે. ભાજપ પક્ષ આ બેઠક ઓર આયાતી ઉમેદવાર એવા અલેપશ ઠાકોરને આ બેઠક પરથી ચૂંટણી લડાવવાના તજવીજ હાથ ધરી છે.

Last Updated : Nov 19, 2022, 5:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.