ETV Bharat / assembly-elections

અમદાવાદ શહેરની વટવા વિધાનસભા બેઠક પર બિગ ફાઈટ જામશે

author img

By

Published : Nov 27, 2022, 10:01 PM IST

Gujarat Assembly Election 2022: અમદાવાદ શહેરની વટવા વિધાનસભા બેઠક(Vatwa Legislative Assembly) છે. રાજ્યના પૂર્વ ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજા મતવિસ્તાર ગણવામાં આવે છે. આ બેઠક છેલ્લા બે ટર્મથી ભારતીય જનતા પાર્ટી વિજય મેળવી રહી છે. જેથી આ વખતે પ્રદીપસિંહને ટિકિટ આપવામાં આવી નથી તેથી જોવાનું રહ્યું કે શું ભારતીય જનતા પાર્ટી અહીંયા જીતની હેડ્રિક લગાવી શકશે કે નહીં..A big fight will be held on the Vatwa assembly seat?

અમદાવાદ શહેરની વટવા વિધાનસભા બેઠક પર બિગ ફાઈટ જામશે
a-big-fight-will-be-held-on-the-vatwa-assembly-seat-of-ahmedabad-city-between-aap-bjp-and-congres

અમદાવાદ: અમદાવાદ શહેરની વટવા વિધાનસભા (Vatwa Legislative Assembly) મુસ્લીમ લઘુમતી સમાજનો બહોળો વર્ગ (large section of the Muslim minority community) રહે છે. ત્યારે આ વખતે ભારતીય જનતા પાર્ટી દ્વારા બાબુભાઈ જાદવને ઉમેદવાર(Babubhai Jadhav bjp candidate) તરીકે જાહેર કર્યા છે. ત્યારે કોંગ્રેસે બળવંત ગઢવી(Balwant Gadhvi congres) અને આમ આદમી પાર્ટીએ બિપીન પટેલને (bipin patel aam aadmi party) ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. જેથી વટવા વિધાનસભાની(Vatwa assembly seat) બેઠક ત્રિપાંખીયો જંગ થશે તે નિશ્ચિત છે.

વટવા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર: વટવા વિધાનસભા બેઠક પર છેલ્લા બે વખતથી જીતીને આવી રહેલા પ્રદીપસિંહ જાડેજાની જગ્યાએ બાબુભાઈ જાદવની ટિકિટ આપવામાં આવી છે. બાબુભાઈ જાદવએ પ્રદિપસિંહ જાડેજા ખૂબ જ નિકટના સંબંધો ધરાવે છે. તેમના રાજકીય કારકિર્દીની વાત કરવામાં આવે તો તે પોતાના અભ્યાસકાળથી જ જન સંઘના વિચારો સાથે જોડાયા હતા. નવા ઓઢવ ગ્રામ પંચાયતમાં મહામંત્રી અને પ્રમુખ તરીકે પણ જવાબદારી નિભાવી છે. અમદાવાદ જિલ્લાના બક્ષીપંચ મોરચાના મહામંત્રી અમદાવાદ મહાનગરપાલિકા બક્ષીપંચ મોરચાના મહામંત્રી વસ્ત્રાલ વોર્ડના ભાજપ પ્રમુખ અને સાત વખત વિધાનસભા અને ત્રણ વખત લોકસભાના ઇન્ચાર્જ તરીકે જવાબદારી નિભાવી છે.

વટવા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર: કોંગ્રેસ દ્વારા આ વખતે બળવંત ગઢવીને ટિકિટ આપવામાં આવી છે. બળવંત ગઢવી એક કોંગ્રેસના સક્રિય કાર્યકર્તા તેમજ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ માટે કામગીરી કરી રહ્યા છે. તે જિલ્લા પ્રમુખ તરીકે પણ જવાબદારી નિભાવી હતી.

વટવા વિધાનસભા બેઠક પર 'આપ'ના ઉમેદવાર: વટવા વિધાનસભા બેઠક પર બિપીનને ટિકિટ આપવામાં આવી છે. બીપીન પટેલ આમ આદમી પાર્ટીમાં 2013ની અંદર પ્રવેશ કર્યો હતો. તે અમદાવાદના પૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ તેમજ ગુજરાત આમ આદમી પાર્ટીના ટ્રેન્ડ વિંગ સ્ટેટના સેક્રેટરી તરીકે પણ જવાબદારી નિભાવી રહ્યા છે.

વટવા વિધાનસભા બેઠકનું મહત્વ: અમદાવાદ શહેરની 16 વિધાનસભા બેઠક પૈકી અમદાવાદ પૂર્વની વિધાનસભા બેઠક એટલે વટવા વિધાનસભા.આ બેઠકમાં મોટાભાગે ગ્રામ્ય વિસ્તારો તેમજ અમદાવાદ જિલ્લાનું સમાવેશ થાય છે. નવા સીમાંકન બાદ 2008માં આ બેઠક અસ્તિત્વમાં આવી હતી. આ બેઠક પશ્ચિમથી એકદમ અલગ જ પ્રકારની બેઠક જોવા મળી આવે છે. ઉત્તર ભારત તેમ જ સૌરાષ્ટ્ર અને ડાયમંડના વેપારીનો બહોળો વર્ગ વસે છે. આ બેઠક દિવસની શરૂઆત જ મિલના ભૂંગળાના અવાજથી થાય છે. એક જમાનામાં અહીંયા કાપડની મિલો ધમધમતી હતી. આ બેઠક પર તમામ જ્ઞાતિ, ધર્મ અને ભાષાના લોકો આ વિસ્તારમાં રહે છે. પરંતુ વટવા વિધાનસભા બેઠક પર મુસ્લિમ બહુમતી ધરાવતો વિસ્તાર ગણવામાં આવે છે.

જાતિ સમીકરણ: વઢવા વિધાનસભા બેઠક પર પાટીદાર, લઘુમતી, ભરવાડ, દલિત મતદારો નિર્ણાયક રહે છે. પરંતુ વટવા વિધાનસભા બેઠકમાં મુસ્લિમ સમાજની બહુમતી વધારે જોવા મળી આવે છે. આ બેઠક પર દેશના અને અનેક રાજ્યોના લોકો અહીંયા વસવાટ કરે છે ખાસ કરીને ઉત્તર ભારતીય તેમજ સૌરાષ્ટ્રની વસ્તી મોટા પ્રમાણમાં જોવા મળી આવે છે.

મતદારોની સંખ્યા
મતદારોની સંખ્યા

મતદારોની સંખ્યા: વટવા વિધાનસભા બેઠકના મતદારોની વાત કરવામાં આવે તો કુલ મતદારો 3,95,695 છે. જેમાં પુરુષ મતદારો 2,12,067 અને મહિલા મતદારો 1,83,607 છે.જયારે અન્ય 21 મતદારો છે.

2017 વિધાનસભા ચૂંટણીનું પરિણામ
2017 વિધાનસભા ચૂંટણીનું પરિણામ

2017 પરિણામ: વટવા વિધાનસભા 2017ના પરિણામની વાત કરવામાં આવે તો ભાજપ દ્વારા પ્રદીપસિંહ જાડેજાને ટિકિટ આપવામાં આવી હતી. જયારે કોંગ્રેસ દ્વારા બિપીનચંદ્ર પટેલને ટીકીટ આપી હતી.જેમાં ભાજપનાં ઉમેદવારના પ્રદીપ સિહ જાડેજાને 1,31,133 મત જયારે કોંગ્રેસ ઉમેદવારના બિપીનચંદ્ર પટેલને 68,753 મત મળવ્યાં હતા જેમાં ભાજપના ઉમેદવારના પ્રદીપ સિંહ જાડેજાનો 62,380 મતથી વિજય થયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.