ETV Bharat / assembly-elections

ભાજપના 'ગઢ'માં કોંગ્રેસનો 'હાથ', જાણો અમરેલી વિધાનસભા બેઠકનું સરવૈયું

author img

By

Published : Nov 20, 2022, 5:16 AM IST

ભાજપના 'ગઢ'માં કોંગ્રેસનો 'હાથ'
details-of-amreli-assembly-seat-mla-paresh-dhanani-and-patidar-factor

અમરેલી બેઠક ગુજરાત વિધાનસભા (Gujarat assembly election 2022) પૈકી 182 બેઠકોમાંની એક બેઠક છે. આ બેઠક (amreli assembly seat) એક સમયે ભાજપનો ગાઢ માનવામાં આવતી હતી જો કે છેલ્લી બે ટર્મથી કોંગ્રેસના પરેશ ધાનાણી આ સીટ પરથી જીતે છે.રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી ડો.જીવરાજ મહેતા અમરેલીના હતા. પાટીદાર સમાજની બહુમતી ધરાવતી આ બેઠકનું રાજકીય ગણિત શું કહે છે..આવો જોઈએ

ન્યુઝ ડેસ્ક: ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat assembly election 2022) યોજાઈ રહી છે. દરેક પાર્ટીઓ ગુજરાતને સર કરવા પોતાની કમર કસી છે.આ વખતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (aam aadmi party), ભાજપ (bhartiya janta party) અને કોંગ્રેસ (indian national congress) માટે માથાના દુઃખાવા સમાન સાબિત થઇ રહી છે. અમરેલી ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 95મા નંબરની બેઠક છે. આ બેઠક અમરેલી જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક અમરેલી (amreli assembly seat) છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધનાણી (paresh dhanani congress) આ બેઠક પરથી ધારાસભ્ય છે. શું રહ્યો છે અમરેલી બેઠકનો રાજકીય ઇતિહાસ આવો જોઈએ...

2017 વિધાનસભા ચૂંટણી પરિણામ
2017 વિધાનસભા ચૂંટણી પરિણામ

રાજકીય ઇતિહાસ: અમરેલી વિધાનસભા બેઠક પર લેઉવા પાટીદારનું વર્ચસ્વ છે. અમરેલીને લેઉવા પટેલનો ગઢ કહી શકાય. અમરેલી શહેરે ગુજરાત અને દેશને અનેક દિગ્ગજ નેતાઓ આપ્યા છે. ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતા અમરેલીના હતા. આ સાથે જ અન્ય દિગ્ગજ નેતાઓ અને રાજકારણીઓ પણ અમરેલીની જ દેન છે. અમરેલી બેઠક અંતર્ગત અમરેલી શહેર, અમરેલી તાલુકો અને કંકુ વાડિયા તાલુકાનો સમાવેશ થાય છે.વર્ષ 2012 અને 2017માં પરેશ ધાનાણી ફરી આ બેઠક જીત્યા હતા. 2017માં પરેશ ધાનાણીનો 12029 મતોના માર્જીનથી વિજય થયો હતો.1985થી 1998 સુધી આ બેઠક ભાજપના ગઢ સમાન હતી. આ સમયગાળા દરમિયાન પુરસોત્તમ રુપાલા અને દિલીપ સંઘાણી ભાજપની ટિકિટ પર ચૂંટણી જીત્યા હતા. 2002માં કોંગ્રેસે વિજય રથ અટકાવ્યો હતો

મતદારોની સંખ્યા
મતદારોની સંખ્યા

મતદારોની સંખ્યા: 2022 વિધાનસભા ચૂંટણીમાં આ બેઠકમાં કુલ 283739 મતદારો છે. જેમાંથી 145810 પુરુષ મતદારો અને 137925 મહિલા મતદારો છે. જ્યારે 4 અધર મતદાતાઓ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદારોની સંખ્યામાં 7,13,738નો વધારો થયો છે. જે 1.47 ટકા છે.

અમરેલી વિધાનસભાની ખાસિયત
અમરેલી વિધાનસભાની ખાસિયત

અમરેલી બેઠકની ખાસિયત: ગુજરાત અલગ રાજ્ય બન્યા બાદ રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી બનનાર ડો. જીવરાજ મહેતા અમરેલીના હતા. કવિ રમેશ પારેખ પણ અમરેલીના હતા. 1985થી 1998 સુધી આ બેઠક ભાજપના ગઢ સમાન હતી. આ સમયગાળા દરમિયાન પુરસોત્તમ રુપાલા અને દિલીપ સંઘાણી ભાજપની ટિકિટ પર ચૂંટણી જીત્યા હતા. 2002માં કોંગ્રેસના પરેશ ધાનાણીએ ભાજપના વિજય રથને અટકાવ્યો હતો.

અમરેલી વિધાનસભાની સમસ્યાઓ
અમરેલી વિધાનસભાની સમસ્યાઓ

અમરેલી બેઠકની સમસ્યાઓ: આ વિસ્તારમાં પાક વીમાની સમસ્યાઓ, ખેતરમાં પાણીની સમસ્યાઓ, વિજળીની સમસ્યાઓ સહિતના મુદ્દે ખેડૂતોમાં ભાજપ સામે રોષ છે. જેનો સીદો જ ફાયદો કોંગ્રેસને મળતો જણાયો હતો.આ સિવાય સમગ્ર વિધાનસભામાં યુવાનોની રોજગારીની સમસ્યા પણ છે.શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓની માળખાગત વ્યવસ્થાનો અભાવ જોવા મળે છે. ટેકાના ભાવે ખરીદીમાં વિસંગતતા અને ખેડૂતોને પડતી અન્ય મુશ્કેલીઓના કારણે લોકો હાલાકી ભોગવે છે.પરેશ ધાનાણીનું અમરેલીમાં સારું એવું પ્રભુત્વ છે અને 2017ની વિધાનસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને સૌથી વધુ બેઠકો જીતાડવામાં પરેશ ધાનાણીનો મહત્વનો ફાળો રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.