ETV Bharat / assembly-elections

કોંગ્રેસના સાંસદ પ્રમોદ તિવારી સુરતની મુલાકાતે, સરકાર પર કર્યા આકરા પ્રહાર

author img

By

Published : Nov 18, 2022, 6:08 PM IST

વિધાનસભાની ચૂંટણી (gujarat assembly election 2022) નજીક છે ત્યારે દરેક રાજકીય પક્ષના વરિષ્ઠ નેતાઓએ ગુજરાતમાં ધામા બોલાવ્યા છે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ પ્રમોદ તિવારી (Senior Congress leader and Rajya Sabha MP Pramod Tiwari) સુરતની મુલાકાતે હતા. કેન્દ્ર સરકારે રાજીવ ગાંધી હત્યાકાંડના દોષિતોની મુક્તિ સામે કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં જે રીવ્યુ અરજી કરી છે તેને ચૂંટણી લક્ષી ગણાવી હતી

કોંગ્રેસના સાંસદ પ્રમોદ તિવારી સુરતની મુલાકાતે
congress mp criticize bjp government on review petition of rajiv gandhi murder's accuse relief case in suart

સુરત: વિધાનસભાની ચૂંટણી (gujarat assembly election 2022) નજીક છે ત્યારે દરેક રાજકીય પક્ષના વરિષ્ઠ નેતાઓએ ગુજરાતમાં ધામા બોલાવ્યા છે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ પ્રમોદ તિવારી (Senior Congress leader and Rajya Sabha MP Pramod Tiwari) સુરતની મુલાકાતે હતા..તેઓએ જણાવ્યું હતું કે રાજીવ ગાંધી હત્યાકાંડના દોષિતોની મુક્તિ (Rajiv Gandhi assassination convicts in the Supreme Court) સામે કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં જે રીવ્યુ અરજી (review petition by the Center) કરી છે. તેને લઈ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે અગાઉ દોષિતોને મુક્ત કરાવવા માટે સરકારે પહેલ કરી અને હવે મુક્ત કરાવવા માટે સરકારે પહેલ કરી અને ગુજરાત વિધાનસભા ચૂંટણી સમયને ધ્યાનમાં રાખી હાલ દોષીઓને મુક્ત નહીં કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.

congress mp critisize bjp government on review petition of rajiv gandhi murder's accuse relief case in suart

રિવ્યૂ પિટિશન: કેન્દ્ર સરકારે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા કેસમાં તમામ દોષિતોને મુક્ત કરવાના 11 નવેમ્બરના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં રીવ્યુ પિટિશન દાખલ કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા રિવ્યૂ પિટિશનના અંગે આકરા પ્રહાર કરતાં સુરત ખાતે આવેલા પ્રમોદ તિવારીએ કહ્યું હતું કે કોંગ્રેસના નેતા રાજીવ ગાંધી આતંકવાદનો શિકાર બન્યા હતા. આ હત્યા કોઈ વ્યક્તિની નથી એક પૂર્વ વડાપ્રધાનની હતી જે રીતે આ તકનીકી રીતે છોડવામાં આવ્યા છે જેના કારણે દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે હાલ જે રીતે ચૂંટણીનો માહોલ છે તેને ધ્યાનમાં રાખી સુપ્રીમ કોર્ટમાં આ લોકોએ અપીલ કરી છે. આ લોકોને છોડવા માટે સમયસર નિર્ણય લેવામાં આવ્યો નહોતો. જેનો જવાબ ભાજપાને આપવો પડશે આલોચનાઓ થવા લાગી. જેના કારણે તેઓએ અપીલ કરી છે આ સરકારનો દરેક કાર્ય ચૂંટણીલક્ષી જ હોય છે ભલે તે અપીલ હોય કે ભાષણ અથવા તો સંસદમાં જવાબ હોય. આ લોકો ચૂંટણી સિવાય બીજું કોઈ કામ કરતા નથી. ગૃહપ્રધાન કાયદા વ્યવસ્થાને છોડીને બધું જ જુએ છે.

ઐતિહાસિક પત્ર: એટલું જ નહીં હાલમાં જ સાવરકર પર ટિપ્પણીને લઈ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ઉપર એફઆઇઆર કરવામાં આવી છે જેને લઈને પણ પ્રમોદ તિવારીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, હું સ્પષ્ટ રીતે કહેવા માંગીશ કે આ ઇતિહાસ છે ઔરંગઝેબે શું કર્યું ? અકબર એ શું કર્યું મહારાણા પ્રતાપે શું કર્યું ? બધાનો ઇતિહાસ છે કોઈને પસંદ આવે છે કોઈને નહીં. એક ઐતિહાસિક પત્ર છે રાહુલ ગાંધીએ જેને સામે મૂક્યો છે અને તે લેખિત દસ્તાવેજ છે.ગુજરાતના સરદાર પટેલે સાવરકરની આલોચના કરી હતી.અમારા રાષ્ટ્રપિતા સાબરમતી નદીના કિનારે બેસીને સાવરકરની આલોચના કરી હતી નિશ્ચિત રૂપથી આ ઐતિહાસિક તથ્ય છે. અને તે પોતાની જગ્યા છે વિચારધારાની વાત છે કોઈ ગોંડશેની પૂજા કરે છે કોઈ ગાંધીની પૂજા કરે છે. અમે ગાંધીની પૂજા કરીએ છીએ અમે જેલમાં મરી જઈશું પરંતુ ક્યારે માફી માંગીશું નહીં જે ઇતિહાસ છે એ જ રાહુલ ગાંધીએ બધાની સામે મૂક્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.