ETV Bharat / assembly-elections

કચ્છની તમામ બેઠક પર ભાજપ જીતશે તેવો સી આર પાટીલને વિશ્વાસ કેમ છે

author img

By

Published : Nov 24, 2022, 4:48 PM IST

Updated : Nov 24, 2022, 6:37 PM IST

ભુજમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ( C R Patil ) કચ્છ જિલ્લા ભાજપના કાર્યકરો અને ચૂંટણી ઇન્ચાર્જ સાથે બંધ રૂમમાં ચૂંટણી સબંધિત સમીક્ષા બેઠક ( BJP Review Meeting ) કરી હતી. જે બાદ મીડિયા સાથે વાતચીત કરતાં ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ( Gujarat Assembly Election 2022 ) કચ્છની તમામ બેઠક ( Kutch Six Assembly Seat ) પર ભાજપ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

કચ્છની તમામ બેઠક પર ભાજપ જીતશે તેવો સી આર પાટીલને વિશ્વાસ કેમ છે
કચ્છની તમામ બેઠક પર ભાજપ જીતશે તેવો સી આર પાટીલને વિશ્વાસ કેમ છે

કચ્છ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ( C R Patil )સમીક્ષા બેઠકને લઇને વધુ વાતચીત કરતાજણાવ્યું હતું કે,આ ઓચિંતી મુલાકાત ન હતી પરંતુ ગોઠવાયેલ મુલાકાત હતી. સ્વાભાવિક છે કે ચૂંટણી પહેલાં અલગ અલગ બેઠકો પરની સ્થિતિ જાણવા માટે સંગઠનના અધ્યક્ષ તરીકે જવાબદારી છે. પહેલા તબક્કાની જે સીટો છે તે દરેક સીટો પર છેલ્લી સ્થિતિ શું છે અન્ય કોઈ પ્રશ્નો હોય તો તેને હલ કરવા માટે બેઠક કરવામાં આવી રહી છે. આ પ્રકારની સમીક્ષા બેઠકો ( BJP Review Meeting ) આજે ભુજમાં ગોઠવવામાં આવી છે. ત્યાર બાદ મોરબી, સુરેન્દ્રનગર અને છેલ્લે અમદાવાદ ખાતે બેઠક કરવામાં આવશે. આ રીતે સ્થિતિની જાણકારી મેળવીને જરૂર જણાય તો પગલાં લઈને ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ( Gujarat Assembly Election 2022 )તમામ બેઠકો પર જીત મળે ( Kutch Six Assembly Seat ) તે હેતુસર કામ કરવામાં આવી રહ્યું છે.

તેમને વિશ્વાસ છે તો મને એમના પર વિશ્વાસ છે

50000 મતથી ભાજપના ઉમેદવાર જીતશે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ( C R Patil )જણાવ્યું કે કચ્છની 6 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ભવ્ય જીત હાંસિલ કરશે તેવું આ બેઠક ( BJP Review Meeting ) કરી તે પરથી મારુ અનુમાન છે. કોઈ પ્રશ્નો સામે નથી આવ્યા. દરેક ઉમેદવાર જણાવે છે કે 50,000 મતથી જીતીએ છીએ તો અમને વિશ્વાસ છે. તેમને વિશ્વાસ છે તો મને એમના પર ( Kutch Six Assembly Seat ) વિશ્વાસ છે.

કોઈ જ્ઞાતિઓ ભારતીય જનતા પાર્ટીથી નારાજ નથી વધુમાં પાટીલે ( C R Patil ) જણાવ્યું કે ગુજરાતમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આ વખતે ગુજરાતમાં રેકોર્ડ થશે અને ગુજરાતમાં સૌ મતદારો ભારતીય જનતા પાર્ટી માટે લડી રહ્યા છે. ક્યારે કોઈ રેકોર્ડ તોડી ન શકે તેવો રેકોર્ડ બનાવવા માટેનો પ્રયત્ન છે અને ચોક્કસ નરેન્દ્ર મોદીના આહવાનને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ ( BJP Review Meeting ) સ્વીકાર્યું છે અને એને સાચું પાડશે. કોઈ જ્ઞાતિઓ ભારતીય જનતા પાર્ટીથી નારાજ નથી. બધાનું જબરદસ્ત ( Kutch Six Assembly Seat ) સમર્થન છે અને તેના આધારે જ અમે વિક્રમ બનાવવા જઈ રહ્યા છીએ.

Last Updated :Nov 24, 2022, 6:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.