ETV Bharat / assembly-elections

ગુજરાતના નવા Cm તરીકે ભૂપેન્દ્ર પટેલની સત્તાવાર રીતે જાહેરાત કરાઈ

author img

By

Published : Dec 10, 2022, 1:46 PM IST

Updated : Dec 10, 2022, 2:25 PM IST

ગુજરાત વિધાનસભાગૃહના નેતાની ચૂંટણી માટે ભાજપના સભ્યોની એક બેઠક પ્રદેશ કાર્યાલય કમલમ પર યોજાઈ (BJP meeting in Kamalam) હતી, જેમાં ભાજપ હાઇકમાન્ડે નિરીક્ષક તરીકે રાજનાથ સિંહ સહિત 3 નેતાને મોકલ્યા છે. તેમની હાજરીમાં ધારાસભ્ય દળની બેઠક ચાલી હતી. જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની (Gujarat new Chief Minister Bhupendra Patel) ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદગી કરાઈ હતી. ત્યારબાદ CM ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ રાજભવન રવાના થયા હતા. જ્યાં તેઓ સરકાર રચવાનો દાવો કરશે,

ગુજરાતના નવા CM તરીકે ભૂપેન્દ્ર પટેલની સત્તાવાર રીતે જાહેરાત કરાઈ
ગુજરાતના નવા CM તરીકે ભૂપેન્દ્ર પટેલની સત્તાવાર રીતે જાહેરાત કરાઈ

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાગૃહના નેતાની ચૂંટણી માટે ભાજપના સભ્યોની એક બેઠક પ્રદેશ કાર્યાલય કમલમ (BJP meeting in Kamalam) પર યોજાઈ હતી. જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની (Gujarat new Chief Minister Bhupendra Patel) ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદગી કરાઈ હતી. ત્યારબાદ CM ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ રાજભવન રવાના થયા હતા. જ્યાં તેઓ સરકાર રચવાનો દાવો કરશે.

ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું : ધારાસભ્ય દળના નેતાની પસંદગી બાદ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ,ગુજરાતની જનતાએ મહોર લગાવી છે.મોદીનો સંકલ્પમાં દેશનને વિકસિત દેશોની હરોળમાં લઈ જવાનો પ્રયત્ન, મારા ધારસભ્યો તથા સંગઠન સાથે મળીને ગુજરાતમાં બહુ સારી રીતે કામ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સરકાર અને સંગઠન સાથે મળીને વિકાસના કામ કરશે. તો સાથે જ યુનિફોર્મ સિવિલ કોડ લાવવા સરકાર મક્કમ હોવાનુ તેમણે જણાવ્યુ છે.CM ભૂપેન્દ્ર પટેલે કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, જનતાએ 156 બેઠક પર જીત અપાવી છે, ત્યારે સરકાર પાસે અપેક્ષા હોય જ, એટલે ભાજપની સરકારે અત્યાર સુધી કામ કર્યુ છે અને મુશ્કેલીમાંથી બહાર કાઢવા પ્રયત્ન કર્યો છે. ભાજપ સરકાર પર મૂકેલો ભરોસો, મોદી પર મૂકેલો ભરોસો તૂટવા નહી દઈએ. સંકલ્પ પત્ર જાહેર કર્યુ હોય એ પ્રાથમિકતામાં હોય. 370 હોય કે રામમંદિર હોય. પહેલી કેબિનેટમાં સીએએની કમિટી રચી છે એની ભલામણના આધારે નિર્ણય કરાશે. હવે રાજભવન જઈને સરકાર રચવા દાવો કરીશું.

ગુજરાતના નવા CM તરીકે ભૂપેન્દ્ર પટેલની સત્તાવાર રીતે જાહેરાત કરાઈ
ગુજરાતના નવા CM તરીકે ભૂપેન્દ્ર પટેલની સત્તાવાર રીતે જાહેરાત કરાઈ

ભાજપના વિજેતા ધારાસભ્યો કમલમ પહોંચ્યા હતાં : ધારાસભ્ય દળની બેઠક માટે ભાજપના વિજેતા ધારાસભ્યો કમલમ પહોંચ્યા હતાં. કનુ દેસાઈએ પ્રસ્તાવ મૂકયો હતો, જેને પૂર્ણેશ મોદી, શંકર ચૌધરી, મનીષાબેન વકીલ અને રમણ પાટકરે ટેકો આપ્યો હતો. આમ સર્વાનુમતે ભપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ પાસ કરાયો હતો.

ધારાસભ્ય દળના નેતાની પસંદગી ઔપચારિક પ્રક્રિયા : આ પ્રક્રિયા માટે ભાજપના રાષ્ટ્રીય સંગઠને નિરીક્ષક તરીકે કેન્દ્રીય સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ, કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પા અને કેન્દ્રીય આદિજાતિપ્રધાન અર્જુન મુંડાની નિમણૂક કરી છે. જોકે આ પ્રક્રિયા ઔપચારિક રહી હતી. ભાજપના દરેક ધારાસભ્ય ગૃહના નેતા તરીકે ભૂપેન્દ્ર પટેલની સર્વાનુમતે પસંદગી કરી હતી. આ પહેલાં તેમના નામની દરખાસ્ત સિનિયર નેતા કરી હતી. હવે ભૂપેન્દ્ર પટેલ અને પાર્ટીના નેતાઓ રાજ્યપાલ સમક્ષ ગુજરાતમાં સરકાર રચવાનો દાવો કરશે અને મંત્રીમંડળની શપથવિધિ માટે સમય માગશે.

ગુજરાતના નવા CM તરીકે ભૂપેન્દ્ર પટેલની સત્તાવાર રીતે જાહેરાત કરાઈ
ગુજરાતના નવા CM તરીકે ભૂપેન્દ્ર પટેલની સત્તાવાર રીતે જાહેરાત કરાઈ

શુક્રવારે મુખ્યપ્રધાન કેબિનેટ સાથે આપ્યું હતું રાજીનામું : શુક્રવારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજભવનમાં તેમના કેબિનેટ મંત્રીઓ સાથે રાજ્યપાલને રાજીનામું આપ્યું હતું. તો સરકાર રચવાનો દાવો કરીને મુખ્યમંત્રીની શપથવિધિ માટે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે રાજ્યપાલ પાસે શનિવારે બપોરે 2 વાગ્યે મળવાનો સમય માગ્યો હતો. આજે કમલમ ખાતે ધારાસભ્ય દળની બેઠકમાં નેતા તરીકે ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરાશે. નવી સરકારની રચનાની કવાયત ચાલી રહી છે. સોમવારે 12મી ડિસેમ્બરે ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડમાં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ શપથ

Last Updated : Dec 10, 2022, 2:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.