ભાવનગર જિલ્લાના પાલીતાણા બેઠકમાં (Palitana assembly seat) ભાજપે પૂનમ માડમને મેદાનમાં ઉતાર્યા છે. ભંડારીયા ગામે જાહેર સભામાં રાષ્ટ્રીય મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઇને દરેક પક્ષના નેતાઓ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે જામનગર સાંસદ પૂનમ માડમએ પાલીતાણા 102 બેઠકમાં ગ્રામ્ય વિસ્તારના ભંડારીયા ગામે સભા સંબોધીને પ્રહારો કોંગ્રેસ પર કર્યા હતા.
પાલીતાણા બેઠક પર પ્રચાર ભાવનગર જિલ્લાની 7 બેઠક (Palitana assembly seat) પર પ્રકાહાર જોર શોરથી શરૂ થયો છે. ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપના નેતાઓના ધાડા ઉતર્યા છેત્યારે ભાજપની પાલીતાણા બેઠક પર પ્રચારમાં પૂનમ માડમ પોહચ્યા હતા. ભંડારીયા ગામે (Bhandaria village) સભામાં પૂનમ માડમે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા.ભાવનગર જિલ્લાની 102 વિધાનસભા બેઠકમાં 2017માં ભીખાભાઇ બારૈયાને ટીકીટ મળ્યા બાદ ફરી 2022માં ભીખાભાઇ પર પસંદગી ઉતારી છે.
જીત આસન નથી ભીખાભાઇ માટે 2022માં જીત આસન નથી. કારણ કે ત્રીપાંખિયો જંગમાં આપ અને કોંગ્રેસના પ્રહાર વચ્ચે સ્ટાર પ્રચારકની ટીમ ભાજપે ઉતારી છે. જામનગર સાંસદ પૂનમ માડમ પાલીતાણા 102 બેઠકમાં ગ્રામ્ય વિસ્તારના ભંડારીયા ગામે સભા સંબોધીને પ્રહારો કોંગ્રેસ પર કર્યા હતા.
શાંતિ સુરક્ષા અને વિકાસની વાતો કોંગ્રેસ અને આપ ક્યાંય પ્રહાર કરથી નથી. અને એ ક્યાંય છે જ નહીં. ભાજપ માનનીય ભુપેન્દ્રભાઈ અને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં શાંતિ સુરક્ષા અને વિકાસની વાતો લઈને પ્રચારમાં જાય છે. પાયાના કામો કરવાના છે તેની ચર્ચા કરે છે. આપનો સભામાં ક્યાંય ઉલ્લેખ નહિ મત આપવા શુ કહેવાયું પાલીતાણાના ભાજપના ઉમેદવારને જીતાડવા ભંડારીયા ગામે થયેલી સભામાં ઉમેદવારે પણ બધા મારા સમાજના ભાઈઓ અને બહેનો હોવાનું જણાવ્યું હતું. પૂનમ માડમે કાશ્મીર અને 370ની કલમનો ઉલ્લેખ કર્યો હતો. 2 નંબરના બટનને દબાવો 2 આંતકવાદી મરશે તેવું પણ આ પ્રચાર સમયે પૂનમ માડમે જણાવ્યું હતું.